SearchBrowseAboutContactDonate
Page Preview
Page 984
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૯૩પ મળે છે. કર્મનાશકારક આ મહામંગળકારી આયંબિલ યથાશક્તિ ખૂબ કરો એ જ શુભેચ્છા. ( ધર્મની નિંદાનું ઈન્સ્ટન્ટ ફળ ) ૫-૭ વર્ષ પહેલાંની આ સત્ય હકીકત છે. સુરતથી લગભગ ૧૫૦ કિ.મી. દૂર એક ગામ છે. ૨૮ વર્ષનો યુવાન આજની હવાથી ધર્મવિરોધી હતો. સંઘ દર મહિને અંગલૂછણાં નવાં કાઢતો હતો. આવી સામાન્ય બાબતમાં પણ તે નિંદા કરે કે ભગવાનને અંગલૂછણાં નવાં સારાં જોઈએ વગેરે ક્યાં જરૂરી છે? આમ ધર્મનાં ઘણા કામમાં વિરોધ કર્યા કરે. ભરયુવાનવયે એને આંતરડાનું કેન્સર થયું. ખૂબ હેરાનપરેશાન થાય છે. કારણ સમજી ગયો. ઘરના મારફત ટ્રસ્ટીઓને બોલાવી તેણે કહ્યું : “મેં સંઘની ને ધર્મની ખૂબ આશાતના કરી છે. તેનું ફળ ભોગવી રહ્યો છું. છતાં મને એ આશ્વાસન છે કે અહીં જ પાપફળ મળી રહ્યું છે. એટલાં મારા પાપ ઓછાં થાય છે. વેદના ને મોતનો મને ડર નથી; પણ સર્વત્ર સર્વને મારો દાખલો આપી મારા વતી કહેશો કે ધર્મ, સંઘ વગેરેની નિંદા, આશાતના કદી ન કરતા...” હે દુઃખભીરુઓ! થાય એટલો ધરમ કરજો પણ દેવ, ગુરુ, ધર્મ વગેરેની નિંદા, અવહેલના વગેરે કદી ન કરશો. ( અમદાવાદ-ગિરધરનગરની અફલાતૂન ભક્તિ ) એક સાધ્વીજી મ.ને બરોળની બીમારી હતી. પાંચ ઈજેક્શન લેવાં પડશે એમ ડૉકટરે તપાસીને કહ્યું. પાંચનો ચાર્જ ૭૦ હજાર થાય તેમ હતો. ગિરધરનગર સંઘે વિનાવિલંબે કહી દીધું, “જેટલો થાય તેટલો ભલે થાય. અમે લાભ લઈશું.” શ્રી ગિરધરનગર સંઘ સર્વે સમુદાયના સર્વે સાધુ-સાધ્વીજી મ.ની બીમારી આદિમાં બધી ભક્તિ કરે છે. ત્યાં રહેવાની, દવા વગેરેની પણ વ્યવસ્થા કરી આપે છે. ગિરધરનગરમાં ચત્રભુજ રાજસ્થાની હોસ્પિટલ સિવિલ પાસે બંધાઈ. તેના ટ્રસ્ટીઓ સાથે સુશ્રાવકોએ વાતચીત કરી. ધર્મબુદ્ધિથી કરાર કર્યો કે હોસ્પિટલ કાયમ માટે જૈન સાધુ-સાધ્વીજીની ચિકિત્સા ફ્રી કરે. તેને માટે શ્રી જૈન સંઘ ૫ લાખ જેટલી માતબર રકમનું દાન હૉસ્પિટલને કરે. તે પછી મોંઘવારી ને ખર્ચો વધતાં ટ્રસ્ટીઓની વિનંતીથી બીજા છ લાખનું પણ જૈન સંઘે હોસ્પિટલને દાન આપ્યું! આ સારવારની ભક્તિ તેમજ સાધુસાધ્વીઓની ગોચરી-પાણી આદિ બધી ભક્તિ શ્રીસંઘ સદા કરતો આવ્યો છે. લગભગ બારે માસ મોટી સંખ્યામાં સાધ્વીજી ભગવંતો ત્યાં મુકામ કરે છે અને શ્રીસંઘ ઉદારતાથી બધો લાભ લે છે. આ વર્ષનું ચાતુર્માસ સંઘે પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.નું કરાવ્યું છે. સાથે વિદ્વાન મુનિ શ્રી અભયશેખરવિજયજીને ભણાવવા રાખ્યા છે. લગભગ સવાસો સાધ્વીજીઓની અભ્યાસ આદિ માટે ત્યાં ચોમાસુ કરવાની ભાવના સંઘે ભક્તિથી પૂર્ણ કરી! ઉપરાંત ત્યાંના પ્રમુખ શ્રી હીરાભાઈ આદિ પ.પૂ. ગચ્છાધિપતિશ્રીને વિનંતી કરે છે કે અભ્યાસ માટે હજી વધારે સાધ્વીજી ભગવંતોની ઇચ્છા હોય તો સંઘ તેમનો બધો લાભ લેવા તૈયાર છે! ટ્રસ્ટીઓ કહે છે કે સાહેબજી! અમે સંઘ સમક્ષ વૈયાવચ્ચ, જીવદયા, સાધારણ આદિ કોઈપણ કાર્ય માટે ટહેલ મૂકીએ છીએ તો શ્રીસંઘ સદા ઉદારતાથી પૂરી કરે છે. વિશેષ અનુમોદનીય બાબત એ છે કે આખા સંઘમાં ઐકય છે! ક્લેશ, મતભેદ ત્યાં નથી. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy