________________
૯૩૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
જેટલા ભાવિકોની એવી ઉત્તમ ભાવના છે કે ૨૦ વર્ષ સુધી સામુદાયિક નવી નવી આરાધના કરાવવી. શ્રી શંખેશ્વરજીનો અને શ્રી સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. બીજા અનેક આયોજનો હાથ ઉપર લીધા છે.
( ટી.વી.નાં ભયંકર નુકસાન )
ધોળકામાં તા. ૨૦-૨-૮૮એ સારા ઘરની ૧૭ વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી. બનાવની વિગત એવી છે કે સામસામે ૨ ઘર હતાં. બંને સુખી, ખાનદાન, સંસ્કારી ઘર. બંને વચ્ચે ઘર જેવો સંબંધ થયેલો. છોકરી હાઈસ્કૂલમાં ભણતી હતી. સામેના છોકરા સાથે ભાઈ જેવો સંબંધ હતો. ૨૦મી તારીખે છોકરી ઘેર એકલી હતી. ટી. વી. જોતાં મન વાસનામય બની ગયું. સામે છોકરાને ઘેર ગઈ. છોકરો પણ ઘરે એકલો હતો. ન બનવાનું બની ગયું. થોડી વાર પછી છોકરીને તેના ઘરના ગામમાં શોધવા માંડ્યા. છોકરાને ખબર પડી. ડરથી ઘરને બહારથી તાળું મારી મોટાભાઈને બધી વાત કરી. ભાઈએ છોકરીના ઘરે કહ્યું :
અમારા ઘરમાં છે” ઘરનાં નિશ્ચિત બન્યાં. તેના ઘરે જઈ ખોલતાં દોરડું ગળે બાંધી છોકરીએ આત્મહત્યા કરેલી. હાથમાં ચિઠ્ઠીમાં લખેલું –“આમાં મારો જ દોષ છે. જે પાપને હું ખૂબ ધિક્કારતી તે મેં જાતે જ કર્યું છે. તેનું દુષ્ટ ફળ ભોગવું છું. આ પ્રસંગ આપણને ઘણું કહી જાય છે. અત્યારે ટી. વી.થી ભયંકર નુકસાન થયાના આવા ઘણા દાખલા સંભળાય છે. સ્વપરને આલોક અને પરલોકમાં લાંબો કાળ અહિત કરનાર ટી. વી.ની ભયંકરતાને બરાબર સમજી તેનો સંપૂર્ણ કે શક્ય ત્યાગ કરી આત્મહિત કરો એ જ શુભેચ્છા.
કામમાં રેડી, નામનાથી રડે! ) રાધનપુર ધર્મપુરી છે. તેણે ઘણા સાધુ અને સુશ્રાવકોની જિનશાસનને ભેટ ધરી છે. ત્યાં કરમશીભાઈ નામના ધર્મરાગી સુશ્રાવક હતા. પાટણના શ્રેષ્ઠી નગીનદાસ કરમચંદે ઠાઠમાઠથી મોટો સંઘ કાઢેલ. તેની બધી વ્યવસ્થા કરમશીભાઈને સોંપેલી. ખૂબ સુંદર વ્યવસ્થાથી સંઘવીની કીર્તિ ખૂબ વધી. નગીનભાઈએ તેમનું બહુમાન કરવા ઘણીવાર પ્રયત્ન કર્યો, પણ ખબર પડતાં કરમશીભાઈ છૂ થઈ જાય! છેવટે કરમશીભાઈના ઘેર પુત્રના લગ્ન હતા એ નિમિત્તે પોતાની હોંશ પૂરી કરવા નગીનભાઈ પહેરામણીના બહાને આવ્યા. નિસ્પૃહી કરમશીભાઈ તેમને કહે, “આપ તો હવે સંઘવી થયા, આપને લગ્ન જેવા આવા પાપના પ્રસંગોમાં હાજર કેમ રહેવાય?.” આમ શેઠને રવાના કરી દીધા! કેવા નિઃસ્પૃહી!!
એક વાર દેરાસરમાં પૂજા હતી. ગવૈયો પેટી વગાડવા ખુરશી પર બેઠો. ત્યારે પગની વાજાપેટી હતી. પૂજામાં મ.સા. જમીન પર બેઠા હતા. કરમશીભાઈ સાધુ પ્રત્યે આદરવાળા. આ અવિનય એમને યોગ્ય ન લાગ્યો. ફરી આવું ન થાય માટે વિચારી ઉપાય શોધી કાઢ્યો. ગવૈયાની બેઠક સામે પેટી જેટલો ઊંડો ખાડો ખોદાવ્યો. પૂજા હોય ત્યારે પેટી ખાડામાં મૂકી પૂજા ભણાવવાની અને ગવૈયાએ જમીન પર બેસીને જ પૂજા ભણાવવાની! ધર્મમાં કેવા ચુસ્ત! પૂજ્યો પ્રત્યે અનહદ અહોભાવ!!
એમનાં માતુશ્રી અંતિમ અવસ્થા વખતે કહે, “મારા દાગીના તારી ધર્મપત્નીને આપજે.' આ ધર્મપ્રેમી પુત્રે માતાજીને આદરથી કહ્યું : “ધર્મમાં દાન કરી મહાન લાભ તું લઈ લે. તારી વહુને તો પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org