SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર ] [ જૈન પ્રતિભાદર્શન અભુત શ્રદ્ધાથી નવકારમંત્ર જાપક ( શિવકુમાર ) કમર પટ્ટકની મમતા થકી, શિવકુમાર પાયા અનાર્યદિશ; પૂર્વભવે શિષ્યો સહાયથી, પુનઃ પામ્યા સંયમવેશ શિવકુમાર યશોભદ્ર નામના શ્રેષ્ઠીનો પુત્ર હતો. બાળપણથી જ પિતાની આજ્ઞા ન માનતા જુગાર આદિ વ્યસનમાં આસક્ત બન્યો. પિતાએ ઘણું સમજાવ્યું, છતાં તે કુટેવો ન છોડતાં વધુ ને વધુ સ્વછંદી બની ગયો. પિતાના બધા પ્રયત્નો નિષ્ફળ જતાં એકવાર તેને એકાંતમાં બોલાવી કહ્યું, દીકરા! બીજું તો કાંઈ નહીં. ફક્ત આ એક નવકાર મંત્ર તું શીખી લે. તે કોઈ વાર તું ભયંકર આફતમાં સપડાયો હઈશ ત્યાં કામ આવશે. પિતાના અતિશય આગ્રહને લીધે તેણે નવકાર મંત્ર શીખી લીધો. જુગારની લતને લીધે તે જુગાર માં બધું ગુમાવી બેઠો. પૈસા મેળવવા તે ગમે તે કરવા તૈયાર હતો. ત્યારે એક ત્રિદંડી તેને મળી ગયો. ત્રિદંડી કોઈએક મંત્રસાધના માટે કોઈ એક સુલક્ષણા માણસનો ભોગ આપવા માંગતો હતો. તેને આ કુમાર ભોગ આપવા યોગ્ય લાગ્યો. તેથી તેની સાથે મિત્રતા કરી કહ્યું, જો તું મને મંત્ર સાધનામાં મદદ કરે તો લક્ષ્મીદેવી તારી દાસી થઈ જાય, એવી સાધના કરાવી દઉં. શિવે તે વાત સાચી માની લીધી. ત્રિદંડી પરિવ્રાજકે એક સક્ષત મડદું ગમે તેમ કરી સ્મશાનમાંથી લઈ આવવા કાળીચૌદશે કંકુ અને ચોખા સાથે ભયાનક સ્મશાન ભૂમિમાં આવવા જણાવ્યું. શિવ ગમેતેમ કરી એક મડદા અને કંકુ-ચોખા સાથે કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં આવી ગયો. પરિવ્રાજક ત્રિદંડી ત્યાં હાજર જ હતો. તેને હોમ માટે બધી તૈયારી કરી રાખી હતી. હોમ માટે મોટો ખાડો કરી તેમાં અગ્નિ માટે લાકડાં વગેરે ભરી રાખ્યા હતા. તે ઉપર એક મંચ બેસવા તૈયાર રાખેલ. મંચને ચાર દોરડા વડે ચારેખૂણે બાંધેલ. તે ઉપર શિવકુમારને બેસાડી મંચ ઉપર ચડાવ્યો. અગ્નિ સળગાવી મંત્રોચ્ચાર ત્રિદંડી કરવા લાગ્યો. શિવકુમાર સમજી ગયો કે પોતે ફસાઈ ગયો છે. અને થોડીજ વારમાં આ ત્રિદંડી પોતાને હોમી દેશે. એ ખૂબ જ ગભરાઈ ગયો. અને શ્રી નવકારમંત્ર ગણવા લાગ્યો. અમુક મંત્રોચ્ચાર પૂરાં થતાં ત્રિદંડી તલવારથી દોરડા કાપી નાખવા ઘા કરવા આગળ વધ્યો. પણ શિવકુમારના મંત્ર પ્રભાવે તે આગળ ન વધી શક્યો. ઘણો પ્રયત્ન કર્યો, પણ પગ આગળ માંડી જ ન શક્યો. તેને વિચાર્યું કે ઉપર મંચમાં શિવકુમાર કદાચ કોઈ મંત્ર જાપ કરતો હશે. તેણે શિવકુમારને પૂછ્યું તું મંત્ર જાપ કરે છે? શિવકુમાર મૌન રહ્યો. મડદામાં મંત્રોચ્ચારથી વૈતાળ આવી અધિષ્ઠિત થયેલ. તે વસ્તુસ્થિતિ સમજી ગયો. તેને પ્રગટ થઈ ત્રિદંડીને યજ્ઞમાં હોમી દીધો. ત્રિદંડીના સિદ્ધ કરેલા મંત્રોચ્ચારને લીધે તે ત્રિદંડીનો દેહ સુવર્ણ પુરૂષ બની ગયો. શિવકુમારે વૈતાળને વંદન કરી સુવર્ણના પુતળાને મેળવ્યું. નવકારમંત્રનો પ્રભાવ સમજી સારા માર્ગે દાન અને નવકારમંત્રની પ્રતિદિન આરાધના કરતાં સદ્ગતિ પ્રાપ્ત કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy