________________
અભિવાદન ગ્રંથ /
[ ૨૭૧
પ્રભુ બોલ્યા કે, “હે રાજ! તેણે અંધકૃપમાં પણ કોલસાથી પાડા ચીતરી પાંચસો પાડા માર્યા છે.” તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જ હતું. એટલે તેને ઘણો ઉદ્વેગ થયો કે, મારા પૂર્વ કર્મને ધિક્કાર છે. તેવા દુષ્કર્મના કારણે ભગવાનની વાણી અન્યથા થશે નહીં.
કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા. તેમના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી. આથી લાગ સારો મળ્યો છે, એમ સમજી શ્રેણિકના બીજા પુત્ર કૃણિકે પોતાના કાળ વગેરે દશ બંધુઓને એકઠા કરી કહ્યું કે, “પિતા વૃદ્ધ થયા તો પણ હજુ રાજ્ય છોડતા નથી. આપણા જયેષ્ઠ બંધુ અભયકુમારને ધન્ય છે કે જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને છોડી દીધી, પરંતુ આપણા વિષયાંધ પિતા તો હજુ રાજય છોડતાં જ નથી. માટે આજે પિતાને બાંધી દઈને આપણે સમયને યોગ્ય રાજ્ય ગ્રહણ કરીએ.” આમ વાત કરી કૂણિકે પિતાને એકદમ દોરડાથી બાંધી તેને પાંજરામાં પૂરી દીધા. વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં. ઊલટો તે પાપી કૂણિક પ્રતિદિન સવારે અને સાંજે પિતા શ્રેણિકને સો સો ચાબુકના પ્રહારો મારતો. કૂણિક શ્રેણિકની પાસે કોઈને જવા દેતો નહીં. ફક્ત માતા ચલ્લણાને તે રોકી શકતો નહીં. રાણી ચેલ્લણા માથાના વાળ સારી રીતે ધોઈ તેમાં પુષ્પના ગુચ્છાની જેમ અડદનો એક પિંડ ગોપવી લઈ જતી અને શ્રેણિક તે પિંડ દિવ્ય ભોજન સમજી ખાતો અને પ્રાણરક્ષા કરતો.
કેટલાંક વખતે માતા ચેલ્લણાના કેટલાંક ખુલાસાથી કૃણિકને સબુદ્ધિ આવી અને “ઓહ! અવિચારી કાર્ય કરનારા એવા મને ધિક્કાર છે! હવે જેમ થાપણ રાખેલી પાછી સોંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછું આપી દઉં.' આ પ્રમાણે અધું ભોજન કરેલ તેવી સ્થિતિમાં જ પૂરું ભોજન કરવા ન રોકાતાં તરત જ પિતાને પહેરાવેલ લોખંડની બેડીઓ તોડવા એક લહદંડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડ્યો.
કૃણિકે શ્રેણિક પાસે રાખેલા પહેરેગીરો પૂર્વના પરિચયથી શ્રેણિક પાસે દોડતા આવ્યા અને કૂણિકને લોહદંડ સાથે આવતો જોઈને બોલ્યા, “અરે રાજ! સાક્ષાત યમરાજની જેમ લોહદંડને ધારણ કરી તમારો પુત્ર ઉતાવળો આવે છે. તે શું કરશે? તે કાંઈ અમે જાણતા નથી.” તે સાંભળી શ્રેણિકે વિચાર્યું કે, “આજે તો જરૂર મારા પ્રાણ જ લેશે, કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઈને આવતો હતો અને આજે તે લોહદંડ લઈને આવે છે. વળી હું જાણી શકતો નથી કે તે મને કેવા સખત મારથી મારી નાખશે! માટે તે અહીં આવી પહોંચે તે પહેલાં મારે જ મરણને શરણ કરવું યોગ્ય છે.” આવું વિચારી તેણે તત્કાળ તાળપુટ વિષ જિલ્લા ઉપર મૂક્યું, જેથી તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા.
કૂણિક નજીક આવ્યો ત્યાં તો તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તત્કાળ તેણે છાતી કૂટીને પોકાર કર્યો કે, “હે પિતા! હું આવા પાપકર્મથી આ પૃથ્વીમાં અદ્વિતીય પાપી થયો છું. વળી, હું જઈ પિતાને ખમાવું” આવો મારો મનોરથ પણ પૂર્ણ થયો નહીં, તેથી હમણાં તો હું અતિ પાપી છું. પિતાજી! તમારા પ્રસાદનું વચન તો દૂર રહ્યું, પણ મેં તમારું તિરસ્કાર ભરેલું વચન પણ સાંભળ્યું નહીં. મને મોટું દુદેવ વચમાં આવીને નડ્યું. હવે ગમે તેમ કરી મારે મરવું તે જ યોગ્ય છે. આ પ્રમાણે અતિ શોકમાં પ્રસ્ત થયેલો કૂણિક મરવાને તૈયાર થયો, પણ મંત્રીઓએ તેને સમજાવ્યો એટલે તેણે શ્રેણિકના દેહનો અગ્નિસંસ્કાર કર્યો.
મહારાજા શ્રેણિકનો આત્મા ત્રીજી નરકે ગયો. કાળે કરીને આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org