________________
૨૭૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશમાં રાજા શ્રેણિક રાજય કરતા હતા. શરૂ શરૂમાં જ્ઞાન ન હોવાના કારણે તેમને શિકાર કરવાનો ખાસ શોખ હતો.
એક દિવસ શ્રેણિક જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણીને જોઈ. તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ઘોડો દોડી રહ્યો છે. હરણી પણ દોડી રહી છે. બરાબર નિશાન તાકી શ્રેણિકે તીર છોડ્યું. તીર હરણીના પેટમાં ખૂંપી ગયું. તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું. હરણી પણ મરી ગઈ.
શ્રેણિક ઘોડા ઉપરથી ઊતરીને મરેલી હરણી પાસે આવ્યો. દશ્ય જોઈને એ ખૂબ જ ખુશ થયો. ગર્વથી બોલ્યો, “મારા એક જ તીરથી બળે પશુ મરી ગયાં! હરણી અને તેનું બચ્ચું પણ! શિકાર આને કહેવાય.” શ્રેણિકનો આનંદ સમાતો નથી, હર્ષથી તે ઝૂમી ઊઠ્યો અને શ્રેણિક રાજાએ ત્રીજી નરક ગતિનું કર્મ બાંધી દીધું.
ત્યાર પછી શ્રેણિક કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાન મહાવીરના પરમ ઉપાસક બન્યા. એક વાર ભગવાનને પોતાની ગતિ પૂછી. ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે, “શ્રેણિક! મરીને તું ત્રીજી નરકે જઈશ.' શ્રેણિક ગભરાયા. તે બોલ્યા : “પ્રભુ! હું આપનો પરમ ભક્ત અને હું નરકે જઈશ?' ભગવાને કહ્યું કે, “શ્રેણિક! તે શિકાર કરીને ખૂબ હર્ષ કર્યો હતો. આથી તારું નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે. તારું એ પાપકર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે. અમે પણ તે અન્યથા કરવાને સમર્થ નથી.”
“હે રાજ! આ નરકની વેદના તારે ભોગવનાની છે પણ તું જરા પણ ખેદ કરીશ નહીં. કારણ કે ભાવિ ચોવીશીમાં તું પદ્મનાભ નામે પહેલો તીર્થંકર થઈશ.” શ્રેણિક બોલ્યો, “હે નાથ! એવો કોઈ ઉપાય છે કે નરકમાંથી મારી રક્ષા થાય?”
પ્રભુ બોલ્યા, “હે રાજ! કપિલા દાસી પાસે જો સાધુઓને હર્ષથી ભિક્ષા અપાવે અને જો કાળસૌરિકની પાસે કસાઈનું કામ મુકાવે તો નરકથી તારો મોક્ષ થાય. તે સિવાય થાય તેમ નથી.” આ ઉપદેશ સાંભળી શ્રેણિક પોતાના સ્થાને ગયો.
પછી શ્રેણિકે ગામમાંથી કપિલાદાસીને બોલાવી અને તેની પાસે માગણી કરી કે, “ભદ્ર! તું સાધુઓને શ્રદ્ધાથી ભિક્ષા આપ. હું તને ધનની રાશિ આપીને ન્યાલ કરી દઈશ.” કપિલા બોલી કે, કદી મને બધી સુવર્ણમય કરો અથવા મને મારી નાખો તો પણ હું એ કૃત્ય નહીં કરું.” પછી રાજાએ કાળસૌરિકને બોલાવીને કહ્યું કે, “જો તું આ કસાઈપણું છોડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું, કેમ કે તું પણ ધનના લોભથી કસાઈ થયો છે.' કાળસૌરિક બોલ્યો કે, “આ કસાઈના કામમાં શો દોષ છે? જેનાથી અનેક મનુષ્યોનાં પેટ ભરાય છે, તેવા કસાઈના ધંધાને હું કદી પણ છોડીશ નહીં.” આ સાંભળી રાજાએ તેને એક રાત્રિ-દિવસ કૂવામાં પૂરી રાખ્યો અને કહ્યું કે, “હવે તું કસાઈનો વ્યાપાર શી રીતે કરીશ?”
પછી રાજા શ્રેણિકે ભગવંતની આગળ જઈ કહ્યું કે, “હે સ્વામી ! મેં કાળસૌરિકને એક રાત્રિદિવસ સુધી કસાઈનું કામ છોડાવ્યું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org