________________
અભિવાદન ગ્રંથ |
[ ૨૭૩
નવકારમંત્રના પ્રભાવને ઝીલનારી
( શ્રીમતી ) પોતનપુરમાં સુવતશ્રેષ્ઠીને શ્રીમતી નામની ધાર્મિક વૃત્તિવાળી પુત્રી હતી. ધાર્મિક અભ્યાસથી તત્ત્વના મર્મને તે જાણતી હતી. તેનામાં રૂપ અને ગુણનો સુમેળ હતો. એક શ્રેષ્ઠિ પુત્રે ખોટો દંભ અને ધર્મ ઉપર પ્રીતિ હોવાનો આડંબર કરી શ્રેષ્ઠિને ભરમાવી શ્રીમતી સાથે લગ્ન કર્યું.
થોડો વખત તો સંસાર ઠીક ચાલ્યો. આસ્તે આસ્તે કંકાશ શરૂ થયો. શ્રીમતી ઘરકામમાં જરાકે ખામી આવવા દેતી નથી, અને ધર્મની આરાધના કરતી રહી. ધીમેધીમે પતિ વિમુખ થવા લાગ્યો. તેને બીજી પત્ની પરણવાના અભરખા જાગ્યા. કોઈપણ રીતે શ્રીમતીનું કાસળ કાઢી દેવાય તો બીજી સ્ત્રી કરી શકાય, એવા મનસુબાથી શ્રીમતીનાં સાસુ-સસરા તથા શ્રેષ્ઠી પુત્રે એક ઘાટ ઘડ્યો. ભયંકર સાપ લાવી એક ઘડામાં રાખી ઉપરથી જોરથી ઢાંકણું વાસી ઘરના અંદરના ઓરડામાં ઘડો મૂક્યો. અને લાગ જોઈ શ્રીમતીને અંદર જઈ ઘડામાંથી ફુલમાળા લાવવા હુકમ કર્યો. શ્રીમતીને આ કાવત્રાની ગંધ પણ ન હતી. તેનું પ્રતિદિન નવકારમંત્રનું સ્મરણ ચાલુ જ હતું. તે હુકમ પ્રમાણે અંદર ઓરડામાં નવકારનું રટણ કરતાં કરતાં જઈ ઘડો ઉઘાડી અંદર ફુલમાળા હતી તે લઈ બહાર આવી. આ જોઈ સાસુ, સસરા તથા શ્રેષ્ઠિ પુત્ર આશ્ચર્ય પામ્યા. નવકારમંત્રના પ્રભાવથી શાસનદેવીએ ઘડામાંથી સાપને ખસેડી પુષ્પની માળા ગોઠવી હતી. આ ચમત્કાર જોઈ સાસુ-સસરા શ્રીમતીના ચરણમાં ઢળી પડ્યાં. બધા પાકા જૈન ધર્મી બન્યા. શ્રીમતીના માન વધી ગયા. સુંદર આરાધના કરી બધા સદ્ગતિ પામ્યા. વિનયવિજયજી મહારાજે પુન્ય પ્રકાશના સ્તવનમાં જણાવ્યું છે કે –
શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાળ. ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાળ”
નરવીર
મેવાડના રાજા જયકેશીનો પુત્ર નરવીર ચોરી લુંટફાટ કરતો હોવાથી રાજાએ તેને દેશનિકાલની સજા કરેલી. તેને નગરની બાજુના એક પહાડ ઉપર અડ્ડો જમાવી ટોળી ઊભી કરી, મોટાપાયે ડાકુગીરી કરવા લાગ્યો. એક દિવસ માળવાનો એક મોટો વેપારી ધનદત્ત ગાડાઓમાં ધન ભરી ત્યાંથી પસાર થતો હતો. તેને નરવીરની ટોળીએ લૂંટી લીધો. ધનદત્ત બેબાકળો બની ગયો. આનું વેર લેવું જ જોઈએ, એવા નિશ્ચય સાથે તે માળવાના રાજા પાસે નરવીરને પકડવા માટે સૈનિકોની માગણી કરી. માળવાનરેશે એક ધાડપાડુને પકડવા સારુ કામ જ છે, એમ સમજી સૈનિકો ધનદત્તને આપ્યા. ધનદત્તે આ સૈનિકો સાથે નરવીરના અડ્ડા પાસે આવી ચારેબાજુથી અડ્ડાને ઘેરી લીધો. નરવીરે જોયું કે સૈનિકો ઘણાં હોવાથી લડવામાં તે ફાવશે નહીં. એટલે પાછળના કોક છૂપા રસ્તે ભાગી ગયો. પણ તેની સગર્ભા પત્ની સૈનિકોના હાથે પકડાઈ ગઈ. ધનદત્તે અતિ ક્રોધમાં આવી તલવારથી તેને કાપી નાખી. પેટમાંથી નિકળેલ બચ્ચાને પથ્થર ઉપર ઘા કરી મારી નાખ્યો. તેને લૂંટાએલ માલમતા ત્યાંથી કબજે કરી માળવા આવ્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org