SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૫૪૯ બાદશાહ અકબર પછી જહાંગીર અને ત્યારપછી શાહજહાં ગાદી ઉપર આવ્યો. સં. ૧૬૪પમાં શાહજહાંએ અમદાવાદના સૂબા તરીકે ઔરંગઝેબને નિમ્યો, જે ખૂબ ધમધ હતો. તેને શાંતિદાસ શેઠના બનાવેલા મેટતું પ્રાસાદ ઉપર અત્યંત નફરત હતી. એક દિવસ તેણે મંદિરને તોડી પાડીને મસ્જિદ બનાવવાનો કોટવાળને હુકમ કર્યો. આ વાતની ખબર પડતાની સાથે જ શેઠે ઔરંગઝેબને મળવા માટે નિષ્ફળ પ્રયત્નો કર્યા. તેમણે બીજા માણસ દ્વારા કહેવડાવ્યું કે, મારી તમામ સંપત્તિ કબજે લઈને પણ આ મંદિર રહેવા દો. તે મારું પ્રાણથી પણ પ્યારું મંદિર છે. પરંતુ તે ન જ માન્યો; અને રાતોરાત તે મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું. શાંતિદાસ શેઠનું સદ્દનસીબ એટલું જ હતું કે આ સ્થિતિમાં મુકાઈ જતાં પહેલાં મંદિરની તમામ મૂર્તિઓ ખસેડી લેવાનો મોકો મળી ગયો. આઘાતથી પીડાતા શેઠ શાંતિદાસ દિલ્હી ગયા અને ઉદાર એવા દારાને મળ્યા. દારાએ શાહજહાંને વાત કરી. શાહજહાંએ શેઠની વાત સાંભળી આશ્વાસન આપ્યું. અને ઔરંગઝેબને દક્ષિણના સૂબા તરીકે ખસેડવામાં આવ્યો. શેઠને મંદિર પાછું મળ્યું. આખો સંઘ ભેગો થયો. મસ્જિદમાંથી પાછું મંદિર બનાવવું કે નહિ તેની વિચારણા થઈ અને સહુનો અભિપ્રાય નકારમાં આવતા તે મંદિર ખંડિયેર તરીકે પડી રહ્યું. આજે પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કબજે તે ઇમારત છે. શાંતિદાસ શેઠે બાદશાહ પાસેથી મંદિરરક્ષા કરવાના ફરમાનો મેળવવામાં પોતાનું શેષ જીવન પુરું કર્યું. અને સીત્તેર વર્ષની વયે સં. ૧૬૫૯ની સાલમાં શેઠ મૃત્યુ પામ્યા. [પૂ. ચંદ્રશેખરવિજયજી કૃત “જૈન કથાઓ' ભાગ-૩ માંથી.] ( મંત્રીશ્વર કપર્દી ) પાટણમાં કપર્દી નામનો ગરીબ જૈન વસતો હતો. ફેરીનો ધંધો કરતો અને રાતે ઉપાશ્રયે પ્રતિક્રમણ કરી સૂઈ જતો. એક વખત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજ પાટણ પધાર્યા. જિનધર્મના ચુસ્ત આરાધક અને ભક્ત કપર્દીને તેની કારમી ગરીબી ધર્મકાર્યોમાં વિશેષ પ્રગતિ કરવા દેતી નથી તેવું તેમણે જાણ્યું. આ માટે સૂરિજીએ તેને ભક્તામર સ્તોત્રની અગિયારમી ગાથા (દષ્ટવા ભવન્તમનિમેષ...) ત્રણેય કાળ ૧૦૮ વાર ભાવપૂર્વક બોલવાનું સૂચન કર્યું. આ વિધિ અખંડિતપણે છ માસ સુધી કરવાનું અને તેની સાથે એકાશન, સંથારે શયન, પૂર્ણ બ્રહ્મચર્યપાલન કરવાનું જણાવ્યું. કપર્દીએ યથાવિધિ આરાધન પૂર્ણ કર્યું. છેલ્લા દિવસે ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા. તેમણે કપર્દીને કહ્યું કે, “કાલે કોરા ઘડા તૈયાર રાખવા. તેમાં હું આપું એ દૂધ ભરી દેવું. તે બધુ સોનું થઈ જશે.” કપર્દીએ અર્ધ મણિયા બત્રીસ ઘડા તૈયાર કરીને મૂકી દીધા. દરેકમાં દેવીદત્ત દૂધ ભરવામાં આવ્યું. કપર્દીએ વિનંતી કરી કે, “બત્રીસમાં ઘડાનું દૂધ જેમનું તેમ રખાય તો સારું. જો એ દૂધનો | અક્ષયકુંભ બને તો તેના વડે ચતુર્વિધ સકળ સંઘની ભક્તિ કરી શકું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy