SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન પ્રતિભાદર્શન દેવીએ તે વાત કબૂલ કરી, મહાધનાઢ્ય બની ગયેલા કપર્દીએ દૂધપાક–પૂરીના ભોજનથી ચતુર્વિધ સંઘની ભક્તિ કરી. આગળ જતાં કપર્દી શેઠ મહામંત્રી બન્યા. ગૂર્જરેશ્વર કુમારપાળનું અવસાન થયું. જૈન ધર્મનો કટ્ટર દ્વેષી અજયપાળ રાજા થયો. પહેલી જ રાસભામાં તેણે મંત્રીશ્વર કપર્દીના લલાટે ચાંલ્લો જોયો અને તેનો આત્મા સળગી ઊઠ્યો. તેણે રાડ પાડીને કહ્યું, “કપર્દી! હવે કુમારપાળનું શાસન નથી. ચાંલ્લો ભૂંસી નાખવો પડશે.” પૂરી અદબ જાળવીને કપર્દીએ કહ્યું, “રાજનું! ચાંલ્લો તો નહિ ભૂસાય.” સિંહના જેવી ગર્જના કરતાં અજયપાળે કહ્યું, “તો સમજી રાખો કે જીવન ભૂસાઈ જશે. મારી સામે બોલતા સમજીને બોલો—યાદ રાખો કે તમે આગ સાથે રમત રમી રહ્યા છો.” કપર્દી મૌન રહીને ચાલ્યા ગયા. આવતીકાલના સંભવિત મોતની આરાધનાની બધી પૂર્વ તૈયારીઓ થઈ ગઈ. શ્રીસંઘે અશ્રુભરી આંખોએ લલાટે ચાંલ્લો કર્યો. કપર્દીના ધર્મપત્ની પણ પતિની સાથે વીર મૃત્યુ વરવાને સજ્જ થઈ ગયા. દિંડનાયક મંત્રી સજ્જન (સાજણટે) શ્રી ગિરનારજી તીર્થનો ઉદ્ધાર કરવાની પરમ આવશ્યકતા હતી. સૌરાષ્ટ્રના દંડનાયક મંત્રી સજ્જને (સાજણદેએ) મહેસુલની આવેલ સવા ક્રોડ જેટલી રકમ જીર્ણોદ્ધારમાં ખર્ચી નાખી હતી. મહારાજા સિદ્ધરાજની આ અંગે કાન-ભંભેરણી કરવામાં આવતાં સિદ્ધરાજે દંડનાયકને કહેવડાવ્યું. છતાં તેનો યોગ્ય ઉત્તર મળ્યો નહિ. વંથળીના એક શ્રાવક પાસેથી બધી રકમની વ્યવસ્થા દંડનાયકે કરી રાખી હતી. સિદ્ધરાજ સૌરાષ્ટ્રમાં આવ્યો ત્યારે દંડનાયકે તેને ગિરનારનું ભવ્ય દર્શન કરાવ્યું. તે જોઈને મહારાજાના મુખમાંથી શબ્દો સરી પડ્યો કે “ધન્ય છે તેની માને કે જેણે આવા પુત્રને જન્મ આપ્યો.” વળતા જવાબમાં દંડનાયકે કહ્યું કે “ધન્ય છે મીનળદેવીને.” પછી વાતનો સ્ફોટ કર્યો ને જણાવ્યું કે કાં તો આ ઉદ્ધારનું પુણ્ય અને યશ લ્યો અથવા ધન લ્યો. બને તૈયાર છે. સિદ્ધરાજે ધન જતું કર્યું. વંથળીની રકમ પાગ બાંધવામાં વાપરવામાં આવી. આભૂ શેઠ થરાદના આભુ શેઠની સાધર્મિક ભક્તિની સુવાસ ચોતરફ વ્યાપી હતી. એમણે ૩૬ છોડનું ઉજમણું કર્યું. અંતે ૩૬૦ સાધર્મિકોને પુષ્કળ ધન વગેરે દાન કરી સાધર્મિકભક્તિનો લ્હાવો લીધો. એકવાર એમના ઘેર એકી સાથે----એકાએક—-તે પણ ચતુર્દશીના દિવસે એક ભાઈ પરીક્ષા કરવા માટે ૩૬ હજાર સાધર્મિકોને લઈને આવી ગયા. આભૂ શેઠને ચતુર્દશીનો પૌષધ હતો, પણ ઘરમાં તેમના ભાઈ જિનદાસ હતા. જરાય અકળાયા વિના, ભારે ઉલ્લાસથી, એકાએક આવી ચડેલા તમામ સાધર્મિકોની પંચ પકવાનથી ભક્તિ કરીને વિદાય આપી. સહુ સ્તબ્ધ થઈ ગયા. આવી કસોટી કરવા બદલ ક્ષમા યાચીને સહુ વિદાય થયા. આભૂ શેઠે સઘળાય આગમોની એકેકી પ્રત સુવર્ણાક્ષરે લખાવી હતી. તેમણે મૃત્યુ સમયે દીક્ષા લીધી હતી. તે પૂર્વે સાત કરોડ સોના મહોરનું સાત ક્ષેત્રમાં દાન કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy