SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન * * બળવાનની શક્તિને માત્ર દૃષ્ટિથી કોણે નબળી કરી? સંદિપેણ મુનિએ સેચનક હાથીને શાંત કર્યો. * કયા જમાઈએ સસરા સામે દુકાન માંડી? જમાઈ–જમાલીએ પ્રભુવીરની સામે નવો મત કાઢ્યો. * કઈ છોકરી પિતાના બદલે પતિની સાથે ગઈ? વીર પ્રભુની પુત્રી પ્રિયદર્શના “કડે માણે કડે” એ વાત ઉપર પતિ જમાલીની સાથે ગઈ. પ્રતિબોધ કરવો જ છે તો તિર્યંચ પણ ખોટો નથી. મુનિસુવ્રતસ્વામી ઘોડાને પ્રતિબોધવા ભરૂચ પધાર્યા. શિષ્ય મળ્યો પણ જન્મ વધારનારો! કપિલ મરીચિનો શિષ્ય તો થયો પણ ઉત્સુત્ર પ્રરૂપણાના કારણે જન્મ વધ્યા. કાગળ નહિ તો પત્થર ઉપર લખી ફાયદો મેળવ્યો. કેવલીના કહેવાથી દેવે પત્થરની શિલા ઉપર નવકાર મંત્ર લખી, વાંદરાના ભવમાં લખેલા અક્ષરોને જોઈ જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. * નામ લખવા આંસુ સાર્યા. ભરતચક્રી ઋષભકુટમાં કાંકણી રત્નથી પોતાનું નામ લખવા બીજાનું નામ ભૂસતા રડી પડ્યા. પોતાની સાથે ન તો કોઈ આવ્યા ને ન કોઈ સાથે ગયા! ભ. મહાવીરે એકાકી દીક્ષા લીધી ને એકાકી મોક્ષે ગયા. * હરણે અંતે હરણ જ કર્યું. નેમિકુમાર પશુના પોકાર સાંભળી રાજીમતિના બારણેથી પાછા ફર્યા. * ગયો મારવા પણ પોતે જ મરી જવું પડ્યું : ધવલશેઠ, શ્રીપાળને મારવા સાતમા માળે ગયા પણ પગ લપસી જતાં પડ્યા ને પોતાની કટારી વાગતા મરી ગયો. દરિયામાં ભલે ફેંક્યા પણ પુણે બચાવ્યા : ધવલશેઠે શ્રીપાળને દરિયામાં ફેંક્યા પણ મગરમચ્છના કારણે બચી ગયા. * સિંહનું રૂપ ભારે પડ્યું : સ્થૂલભદ્રજીએ મેળવેલા જ્ઞાનનું પ્રદર્શન બેનો સામે કર્યું તો વાચના બંધ થઈ. * રે મમતા! તને શું મળ્યું? રત્નમાં આસક્તિ હતી એટલે ગરોળી થઈ રત્નપોટલી જોયા કરી. * રે ક્રોધાગ્નિ! તે શું બાળ્યું? સસરા સોમિલે જમાઈ મુનિને જોઈ ક્રોધાવેશમાં ઘોર ઉપસર્ગ કરી જમાઈને જ બાળ્યા. * રે લોભાંધ! તારી પાસે શું રહ્યું? છ ખંડ ઉપરાંત બીજા છ ખંડ જીતવા નીકળનાર ચક્રવર્તી છેવટે નરકે ગયા. રે વૈરી! હવે તો તૃપ્ત થા : મરૂભૂતિ (પાર્શ્વનાથ)–કમઠનો ૯ ભવથી હિસાબ ચાલતો હતો. અંતે કમઠને હાર સ્વીકારવી પડી. અધ્યયન એક કરે ને જાતિસ્મરણ બીજાને થાય : નલિનીગુલ્મ વિમાનના અધિકારનું સાધુ અધ્યયન કરતા હતા. જ્યારે એ સાંભળી અવંતિ સુકુમાળને જાતિસ્મરણ જ્ઞાન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy