SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૮૭ * સ્વાધ્યાય એકે કર્યો ને કંઠસ્થ બીજાને થયું. સાધ્વીજીએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો જ્યારે વજસ્વામીને કંઠસ્થ થયું. સાળાની મશ્કરી કોને ભારી પડી? અયોધ્યાના વજબાહ લગ્નના બીજા જ દિવસે સાળાની મશ્કરીથી સંયમી થયા. અણગારને વહોરાવી કોણે શું બાંધ્યું? શ્રાવસ્તી નગરીમાં રેવતી શ્રાવિકાએ મુનિ સિંહ અણગારને શુદ્ધ બીજોરાં પાક વહોરાવી તીર્થંકર નામકર્મ બાંધ્યું. * બનેવીએ સાળાને મોક્ષ અપાવ્યો. રાણીની આંખના આંસુ જોઈ રાજા શંકાશીલ થયા ને બંધક મુનિને મરણાંત કષ્ટ કરતાં એ મોક્ષે સિધાવ્યા. ગુરુ વિરાધક, ચેલાઓ આરાધક : ૫00 મુનિને રાજાએ પીલી નાખ્યા. એ બધા ઉચ્ચભાવે તરી ગયા પણ અંધકસૂરિએ રાજા, મંત્રી સાથે વેર બાંધ્યું માટે ડૂબી ગયા. * દ્રવ્યથી નહિ ભાવથી પુણ્ય બાંધ્યું : પ્રભુને પારણાનો લાભ આપવા વિનંતિ કરી પણ છેલ્લે ભાવથી જ જીરણ શેઠે પુણ્ય બાંધ્યું. * શબ્દ એક બોલે અગ્નિ બીજે પ્રગટે : દેડકાની વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કરવા બાળમુનિએ ગુરુને ૩-૪ વખત વિનંતિ કરી, તેથી એ ગુરુ ક્રોધી થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy