________________
અભિવાદન ગ્રંથ |
[ ૪૮૫
* પિતાએ દૂર પ્રવાસે જતા પુત્રને શું આપ્યું? શäભવસૂરિએ દશવૈકાલિક સૂત્ર રચી મનક મુનિને
પરભવનું ભાતું બાંધી આપ્યું. * ક્યો પુત્ર પિતાને જેલમાંથી છોડાવવા ગયો? કોણિક અંતે પશ્ચાત્તાપથી પિતાને છોડાવવા ઉતાવળે
ગયો પણ પિતા જેલથી નહીં પ્રાણથી મુક્ત થયા ! * બે દિવસ પૂર્વે જ જન્મનાર પુત્રને ભેટમાં શું મળ્યું? સંપ્રતિ જન્મતાની સાથે રાજ્ય પામ્યો. * ઘરે સાધુ પધાર્યા પણ જનેતા ભૂલી ગઈ. મુનિ શાલિભદ્ર (પુત્ર) ઘરે પધાર્યા પણ અતિ ઉત્સાહના
કારણે મુનિ-પુત્રની ઓળખે ભદ્રા માતાજીને ન થઈ. * પતિ ગયા તેનો અફસોસ નહીં, પામી ગયા તેનો સંતોષ છે! મદનરેખાએ પતિ યુગબાહુને અંતિમ
સમાધિ અપાવી. કન્યાઓ આવી ફસાવવા પણ પોતે હારી ગઈ. જંબૂસ્વામીને ૮ પત્ની સંસારમાં રાખવા ઇચ્છતી હતી પણ રાખી ન શકી અને પતિ સાથે જ અસંસારી બની. સમ્યજ્ઞાનથી દેવોને જીતનાર કોણ? નિગોદનું સ્વરૂપ આર્યરક્ષિતસૂરિ પાસે સાંભળી અંતે દેવ પણ
સંતોષ પામ્યો. * શું ખૂટે ને શું તૂટે તો માનવી દુઃખી થાય? લક્ષ્મી ખૂટે ને આયુષ્ય તૂટે તો માનવી દુઃખી થાય. * નીકળ્યા દેવીની સાધના કરવા પણ દેવી સામે આવી. હેમચંદ્રાચાર્ય સરસ્વતી દેવીની સાધના કરવા
કાશ્મીર જવા નીકળ્યા. પણ પુણ્યથી દેવી જ સામે આવી અને વરદાન આપી ગઈ. * જીવનમાં કઈ વસ્તુનો ઉદય અને અસ્ત જરૂરી છે? પુણ્યનો ઉદય અને પાપનો અસ્ત.
ક્યું જ્ઞાન અને ધ્યાન જીવનું પતન કરાવે? મિથ્યાજ્ઞાન ને આર્ત–રૌદ્રધ્યાનથી જીવન બગડે. * લાડુ તો વહોરી લાવ્યા પણ વાપરી ન શક્યા? સ્વલબ્ધિનો આહાર ન હતો માટે ઢઢણમુનિએ
વાપર્યો નહિ. રડવું પણ કોને લાભદાયી થયું? ગૌતમસ્વામીએ પ્રભુ વીરના નિર્વાણથી વિલાપ કર્યો તો કેવળી થયા. એક વીંટી પડવાથી દુઃખી થનાર કોણ? ભરત ચક્રી. વીંટીના કારણે દુઃખી થયા પણ અનિત્ય
ભાવનાથી વૈરાગ્ય ને કેવળજ્ઞાન પામ્યા. * લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન કોણે પ્રાપ્ત કર્યું? ગુણસારને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
વંદન કરવા જતાં શું મળ્યું? ભાણિયા મામાને વંદન કરવા જતા કેવળી થયા. પાછા ગયેલાને આંસુથી પાછા કોણે બોલાવ્યા? બારણેથી પ્રભુ વીરને પાછા જતાં જોઈ ચંદનબાળાએ આંસુથી આમંત્ર્યા અને વીર પ્રભુ બારણે પાછા ફર્યા.
ગયા જીતવા પણ હારી ગયા? ઇન્દ્રભૂતિ પ્રભુ વીરને જીતવા ગયા પણ પોતે જ હારી ગયા. * દુઃખ સહી ઉપદેશ આપવા જનાર કોણ? ચંડકૌશિકના ડંખને સહી પ્રભુવીરે ઉપદેશથી સર્પને તાર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org