SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન * દૂરનું દૃશ્ય જોઈ અંતરને જગાડનાર કોણ? નટીની પાછળ પાગલ થનાર ઇલાચીકુમાર દશ્ય જોઈ ચિંતન કરી કેવળી બને છે. કાદવમાં કમળ કોણે ખીલવ્યું? યૂલિભદ્રજી. (કોશા વેશ્યાને) બાહ્ય જગતનો અવાજ સાંભળી કોણે પોતાના અંતરનો અવાજ સાંભળ્યો? નેમનાથ ભગવાન. પશુનો પોકાર સાંભળી ભાન પાછી લઈ ગયા. ધૂની મટી મુનિ કોણ થયા? પ્રેમિકાને ૨ માસા સોનું આપવાની ધૂન, અંતે મુનિ (કપિલ કેવળી) બનાવે છે. * શરાબી સ્ત્રીઓને જોઈ ઘરેથી કોણ ચાલી નિકળ્યા? અષાઢાચાર્ય. બે નટ કન્યાઓને શરાબી જોઈ ચાલ્યા ગયા. દેવ (ભગવાન)માંથી દેવધિદેવ (ભગવાન) કોણે પ્રગટ કર્યા? સિદ્ધસેન દિવાકરસૂરિએ શિવલિંગમાંથી પાર્શ્વનાથ ભગવાન પ્રગટ કર્યા. દેવની સાથે રહી છેવટે પરાજિત કોણ થયો? ભ. મહાવીર સાથે સંગમ છ મહિના સુધી રહ્યો, છતાં અંતે હારી ગયો. વનદેવતાને પ્રસન્ન કરવા અઠમ કોણે કર્યો? તાડપત્ર મળવા દુર્લભ થયા માટે વનદેવતાને કુમારપાળ રાજાએ અઠમ તપ-જપ કરી પ્રસન્ન કર્યા. * ગાથા–૧, અર્થ–900, કોણે કર્યા? યોગશાસ્ત્ર–પહેલી ગાથા, અર્થવિજયસેનસૂરિએ કર્યા. પદ એક, અર્થ અનેક કરનાર કોણ? “નમો અરિહંતાણં' પદ, ૧OO અર્થ પં. હર્ષકુલગણિએ કર્યા. પરિણામ ન બદલાતાં ભવ કોણે બગાડ્યો? ધર્મઘોષ મુનિ (ચંડકૌશિક–પૂર્વભવ)એ પરિણામ ન સુધાર્યા, ફળસ્વરૂપ સર્ષ થયા. * સામાન્ય પ્રતિજ્ઞા ઉન્નતિનું કારણ કોણ બન્યું? વંકચૂલ. પ્રતિજ્ઞા દઢ પાળી ધન્ય બન્યા. મોટી વ્યક્તિને દર્શન આપતાં કોણ મહાન બન્યું? ઉદાયન મંત્રીને સમાધિ આપવા ભાટચારણે મુનિવેષમાં દર્શન આપ્યાં. ઘરે જઈ વેષ ન કાઢતા ચારણ સાચો મુનિ થઈ પુણ્યવાન બન્યો. પાપ મનથી કર્યું, પ્રાયશ્ચિત્ત ચિરંજીવી કર્યું કોણે? બૌદ્ધ સાધુને જીવતા તળવાનો માનસિક વિચાર કરનાર હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી શાસનને ચિરંજીવી સ્મૃતિ આપી., ક્યા પુત્રે માતાને પારણું કરાવ્યું? ઉપાધ્યાય યશોવિજયજીએ સંસારી અવસ્થામાં ૫ વર્ષની ઉંમરે માતાને ભક્તામર સંભળાવી અઠ્ઠમની તપસ્યાનું પારણું કરાવ્યું. કે પહેલી નજરે જ પસંદ કરનાર કોણ? અઈમુત્તામુનિ ગૌતમસ્વામીને સર્વપ્રથમ જોઈ પસંદ કર્યા ને સ્વીકારી સંયમી થયા. * હું છું અજીવ પણ ચેતનવંતોને દોડાવું–પાગલ કરું છું. પૈસો. (લક્ષ્મી ૧૧મો પ્રાપ્ય છે.) * માનવી પાસેથી બધું લૂંટી શા 1ણ એક ન લૂંટી શકો? નસીબ-ભાગ્ય * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy