SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૮૩ * કહ્યો ધર્મલાભ, માગ્યો અર્થલાભ. મળ્યો? ગણિકાના દ્વારે નંદિષેણ મુનિએ ધર્મલાભ આપ્યો. પણ ગણિકાએ અર્થલાભ માગ્યો. આમ ૧૨ વર્ષ પૂરાં થયાં. છેલ્લે “દશમાં તમે'—એ વચને મુનિ સ્થિર થઈ ચાલી નીકળ્યા. * કોના રૂપનું ગર્વ રોગોએ ઉતાર્યું? સનતચક્રીને રૂપનું ગર્વ હતું પણ ૧૬ રોગે કાયા રંગાઈ એટલે સંયમના પંથે ચાલ્યા. મોદકે કોનું ભાન ભૂલાવ્યું? અષાડાભૂતિનું ભાન જયસુંદરી ને ભુવનસુંદરી નટ કન્યાએ મોદકના નિમિત્તે ભૂલાવ્યું. ગુરુદેવના હાસ્યનું પરિણામ શું આવ્યું? ૧૨ વર્ષે બાંધેલા મહેલમાં “રહેવા નહીં મળે તે હાસ્યનું રહસ્ય સાંભળી નાગદત્ત શેઠે સંયમ લઈ કલ્યાણ સાધ્યું. * રડતો પુત્ર છાનો કેવી રીતે થયો? માતા સુનંદાથી છૂટવા પુત્ર રડતો હતો. ધનગિરિ પિતાને માતાએ આપ્યો તે દિવસથી એ છાનો થઈ ગયો. * પાણી છાંટી નગરીનાં દ્વાર કોણે ખોલ્યાં? સતી સુભદ્રાએ શિયળના પ્રભાવે પાણી છાંટી ચંપાપુરીનાં દ્વાર ખોલ્યાં. * કઈ સ્ત્રીએ પાપ બંધાય તેવું દાન સાધુને આપ્યું? નાગશ્રી બ્રાહ્મણીએ અશુભ વિચારે ધર્મરુચિ અણગારને કડવું તુંબડું વહોરાવી નરકગતિ સુધીનું પાપ બાંધ્યું. વહાલાના બેરા (કંકણ)એ વિયોગ કરાવ્યો? કાચા કાનના પતિ શંખરાજે બેરખાના કારણે પત્ની કલાવતી પર શંકા કરી જંગલમાં છોડી દીધી. ભાગતાં ભાગતાં ભાગ્યવાન–ધન્ય કોણ થયું? ચિલાતીપુત્ર. મુનિના દર્શન–શરણથી તરી ગયા. કરી વિચારોથી લડાઈ અને નરકના બદલે કોણ મોક્ષે ગયા? પ્રસન્નચંદ્ર રાજર્ષિએ વિચાર બદલ્યા તેથી મોક્ષે ગયા. * પશ્ચાત્તાપ કરી કોણ કેવળજ્ઞાન પામ્યા? અઈમુત્તામુનિ, મૃગાવતિજી, ચંડરૂદ્રાચાર્ય. * પિતા નરકે તો પુત્ર દેવલોકે? પિતા–શ્રેણિક નરકે ગયા. પુત્ર–અભય દેવલોક ગયા. નાથને જોઈ નાથની શોધમાં કોણ નીકળ્યા? શાલિભદ્ર : માતાજી! જો શ્રેણિક મારા નાથ હોય તો તે મને સ્વીકાર્ય નથી. હું તો પ્રભુ વીરને જ મારા નાથ માનું છું. આજ્ઞા આપો શરણે જવા. * ફકીર થવા ફોરેન (વિદેશ)થી કોણ આવ્યું? અનાર્યદેશ (ફોરેન)થી આર્યદેશમાં સંસ્કૃતિ ને સંયમ લેવા આદ્રકુમાર આવ્યા. જેનું નામ સાંભળતા દુનિયા ભાગે, જીવો ના પાડે તે જોઈ કોનો આતમ જાગ્યો? દીક્ષાની વાત સાંભળી સૌ મુંઝાય છે. જયારે રાજસભામાં વજસ્વામી રજોહરણ જોઈ સ્વીકારી ધન્ય બન્યા. પાપનું પ્રાયશ્ચિત્ત ૫ કેમ ન રાખ્યું? કુમારપાળ રાજાએ મુષકની સુવર્ણમહોર લીધાનું પ્રાયશ્ચિત મુષકવિહાર બાંધી જગજાહેર કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy