________________
૩00 ]
L[ જૈન પ્રતિભાદર્શન
રાજાનો કુમાર જોરથી રથ દોડાવતો રાજમાર્ગેથી જતો હતો. ત્યાં માર્ગમાં તરતના જન્મેલા વાછરડા સાથે ગાય બેઠી. વેગથી આવતા રથના પૈડામાં તરતનું જન્મેલું વાછરડું ચગદાઈને મરણ પામ્યું. આ જોઈ ગાયે રાડારાડ કરી મુકી ને ઉના ઉના આંસુઓ પાડવા લાગી. લોકોની ઠઠ જામી. કોઈએ ગાયને સંભળાવ્યું, એમ આંસુ પાડે શું વળશે? જા રાજાના ન્યાયાલયમાં, ત્યાં તને જરૂર ન્યાય મળશે. ગાય તો ચાલી જાય મેળવવા. તેણે જોરશોરથી દોરડું ખેંચી ઘંટ વગાડવા માંડ્યો. ત્યારે રાજા જમવા બેઠો હતો. તેને સેવકને જોવા મોકલ્યો. સેવકે જોઈને કહ્યું : “મહારાજ! આપ નિરાંતે જમો; ત્યાં કંઈ નથી.”
ત્યાં પાછો ઘંટનો અવાજ આવ્યો. રાજાએ ચિંતવ્યું કે, આંગણે ન્યાય માટે કોઈ પોકાર પાડતું હોય ત્યારે જમાય શી રીતે? રાજાએ જાતે ઊઠીને જોયું તો એક ગાય આંસુ સારતી ઊભી હતી. રાજાએ પ્રેમથી ગાયને પંપાળતા પૂછ્યું-ઘેનુ! તારો કોઈએ અપરાધ કર્યો છે? તેણે ડોકું ધુણાવી હા પાડી. રાજાને સાથે આવવાનું જણાવતી હોય તેમ આગળ ચાલી. રાજા તેની પાછળ પાછળ ચાલ્યો. જ્યાં વાછરડું કરેલું પડ્યું હતું ત્યાં આવી. મોંના અણસારેથી ભરેલું વાછરડું બતાવ્યું. રાજા સમજી ગયો કે આ ગાયનું વાછરડું કોઈએ વાહનની અડફેટમાં લઈ મૃત્યુ પમાડ્યું છે, અને ગાય આનો ન્યાય માગે છે.
રાજા તરત પાછો ફર્યો. નગરમાં ઘોષણા કરાવી કે, “જેનાથી વાછરડું ચગદાયું હોય તે ન્યાયસભામાં ઉપસ્થિત થાય.'' પણ કોઈ અપરાધી તરીકે આગળ આવ્યો નહીં. ત્યારે રાજાએ પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી અપરાધી નહીં મળે ત્યાં સુધી હું ભોજન કરીશ નહીં.”
એક દિવસના લાંઘણ પછી બીજે દિવસે રાજકુમારે રાજાની સમક્ષ ઉપસ્થિત થઈ કહ્યું : “પિતા! અપરાધી હું છું. મને પણ સમજાતું નથી કે આવું દુષ્કૃત્ય મારાથી કેમ થઈ ગયું? આપને જે યોગ્ય લાગે તે દંડ કરો.” આ સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. તરત ન્યાયશાસ્ત્રીઓને બોલાવી રાજાએ ન્યાય માગ્યો.
શાસ્ત્રીઓએ કહ્યું : “મહારાજ! રાજકુમારનો શો દંડ હોય? તેમાં પણ રાજ્યને યોગ્ય આ એક જ રાજકુમાર છે.'
રાજાએ કહ્યું : ન્યાયશાસ્ત્રી થઈને આ તમે શું બોલો છો? ન્યાય બધા માટે સરખો. નીતિ પ્રથમ. માટે યોગ્ય ન્યાય તોળાવો જ જોઈએ. રાજાની મક્કમતા જોઈ એક નીતિનિપુણ પંડિત બોલ્યા : “જેવી વ્યથા-પીડા બીજાને કરી હોય તેવી તે અપરાધીને કરવી.' રાજા તરત નિર્ણય કરી ઊભા થયા અને પોતાના વ્હાલા, વિવેકી અને સર્જન પુત્રને કહ્યું : “દીકરા! અપરાધ પ્રમાણે તને દંડ થશે. તે તારે સહેવો પડશે. તારે તે જગ્યાએ માર્ગમાં સૂવાનું ને રાજપુરુષો તારા ઉપરથી રથ હાંકી જશે.”
વિનયી રાજકુમાર કહે : પિતાજી! હું તૈયાર છું. તે રસ્તા ઉપર સુઈ ગયો. રાજાએ સેવકોને તેના ઉપર રથ ચલાવવા આજ્ઞા કરી. અધિકારી તથા નગરજનોએ રાજાને ઘણાં વિનવ્યા. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે સેવકોએ રથ ચલાવવાની ના પાડી; માથું નમાવી એક તરફ ઊભા રહ્યા. ત્યારે નીતિમાન રાજાએ પોતે રથ ઉપર ચડી લગામ હાથમાં લીધી ને જોરથી વજનદાર રથ રાજકુમાર ઉપર દોડાવ્યો. સહુ જોનારાના શ્વાસ થંભી ગયા. ઘણાએ આંખ બંધ કરી મુખ ફેરવી લીધું.
રથ પૂરવેગે દોડતો રાજકુમાર ઉપરથી નીકળતા અદ્ધર થઈ ગયો. જય જયકારનો ઘોષ અને પુષ્યની વૃષ્ટિ થવા લાગી. ન મળે ગાય કે ન મળે મરેલું વાછરડું. રાજા વિસ્મિત થઈ જુએ છે તો કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org