________________
અભિવાદન ગ્રંથ |
[ ૩૦૧
છે
જાજવલ્યમાન દેવી રાજકુમારને ઊભો કરી રહી હતી. તેણે કહ્યું : “હે રાજા! ઉદાસી છોડો. હું તમારા રાજ્યની અધિષ્ઠાતા દેવી, તમારી પરીક્ષા કરવા આવી હતી. સાચા સોનાની જેમ તમે સાચા ઠર્યા છે. વાછરડું-ગાય બધી મારી માયા હતી. મને સમજાઈ ગયું કે તમને પ્રાણથી પણ અધિક એકના એક દીકરા કરતાં પણ ન્યાય-નીતિ વધારે વહાલી છે. તમે ખરેજ ધન્ય છો. સુખે રાજ કરો ને અમર તપો.” કહી દેવી ચાલી ગઈ. નગરમાં અને રાજકુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો.
( સરસેન–મહાસેન) બંધુરા નામનું એક નગર-વીરસેન નામનો પરાક્રમી રાજા રાજય કરે. રાજાને બે કુંવર. મોટાનું નામ સુરસેન અને નાનાનું નામ મહાસેન. બન્ને રૂપાળા અને ગુણી હતા. સારી રીતે દાન ધર્મ કરતા હતા.
એક દિવસ અચાનક મહાસેનને જીભ ઉપર દુઃખાવો ઉપડ્યો. જીભ ચચરવા લાગી, સોજો આવી ગયો. મહાસેને સુરસેનને વાત કરી. દુઃખાવો અસહ્ય છે. કંઈક કરો. થોડા વખતમાં વૈદ્યો આવ્યા. રાજવૈદ્યોએ જીભ ઉપર દવા લગાડી. બીજા યોગ્ય ઉપચારો કર્યા. પણ દુઃખાવો ઓછો ન થતાં વધતો ગયો. રાત્રે ઉંઘ ન આવી. બીજે દિવસે વૈદ્યો પાછા આવ્યા. જીભ ઉપર કાણાં પડી ગયાં હતાં. બનતા ઉપચારો કર્યા. કોઈ રીતે દુઃખાવો મટતો નથી. દુઃખાવા સાથે જીભ સડવા લાગી. મોંમાંથી દુર્ગંધ આવવા લાગી. બધાને બાજુમાં બેસવું પણ મુશ્કેલ લાગવા માંડ્યું. ધીરે-ધીરે એ ખંડમાંથી સગા-વહાલા બહાર નીકળી ગયા. ફક્ત સુરસેન મહાસેનની ચાકરી કરતો રહ્યો.
વૈદ્યો પાસે હવે કોઈ દવા નથી. તેઓએ રાજાને જણાવ્યું કે, થઈ શકે એટલું બધું અમે કરી ચૂકયા છીએ. અમોને હવે આમાં કંઈ કરવા જેવું લાગતું નથી. ભગવાન કરે તે ખરું. વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યા.
સુરસેન વિચારે છે, શું કરવું? અચાનક તેને વિચાર આવે છે. જ્ઞાનીઓ કહે છે : શ્રીનવકારમંત્રના પ્રભાવથી જીવોના રોગ-શોક દૂર થાય છે. એ પ્રભાવશાળી મંત્રનો ઉપયોગ કરું તો જરૂર મહાસેનનો રોગ દૂર થશે. તેણે ચાંદીના પ્યાલામાં અચિત્તપાણી લીધું. એકાગ્ર મનથી શ્રીનવકાર મંત્રનું સ્મરણ કરતો જાય અને એ મંત્રવાળું પાણી પોતાના આંગળાથી મહાસેનની જીભ ઉપર મુકતો જાય. જેમ ભૂખ્યા માણસને કોળીયે કોળીયે સુધાશાંતિ થતી જાય તેમ મહાસેનને પાણીના આ ટીંપાથી શાંતિનો અનુભવ થતો ગયો.
પહેલા દિવસે દુર્ગધ ઘટી ગઈ. બીજે દિવસે છિદ્રો પુરાતાં ગયાં. સુરસેન મંત્રેલ પાણી સતત જીભ ઉપર મુક્તો ગયો અને નવકાર મંત્રનું સ્મરણ ચાલુ જ રાખ્યું. ચોથે દિવસે મહાસન સંપૂર્ણ નિરોગી બની ગયો. તે સુરસેનને ભેટી પડ્યો. ભાઈ! તે મને બચાવ્યો. બધા સ્નેહીજનો જતા રહ્યા ત્યારે તે તારી જાતની દરકાર ન કરતાં મારી ચાકરી કરી. ધર્મપસાથે સારો કર્યો. તારો ઉપકાર જન્મોજન્મ નહીં ભૂલું. સુરસેને પોતાની હથેળી મહાસેનના મોંએ મૂકી તેને વધુ બોલતો અટકાવ્યો. નવકારનો આ પ્રભાવ જોઈ નગરજનો પણ રોજ નવકાર મંત્રનો જાપ જપવા લાગ્યા.
થોડા મહિનાઓ બાદ એક દિવસ આ બંધુરા નગરીમાં શ્રી ભદ્રબાહુવામી નામના એક આચાર્ય પધાર્યા. રાજા-રાણી-નગરજનો સહુ દર્શને આવ્યા. તેઓએ આચાર્યશ્રીનો ઉપદેશ સાંભળ્યો. બધા ઘરે પાછા ફર્યા, પણ સુરસેન–મહાસેન બન્ને રાજકુમારો ત્યાં બેસી રહ્યા. થોડીવારે શાંતિ થતા સૂરસેને
જૈ. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org