SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1142
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૯૩ પ્રદેશ ઓઈલ મિલ્સ એસોસિયેશનના એક સ્થાપક હોવા સાથે વર્ષો સુધી પ્રમુખ પદ સંભાળ્યું છે. સેન્ટ્રલ ઓઈલ સીડ્ઝ કમિટીના ચેરમેન અને ઓલ ઇન્ડિયા ફૂડ ગ્રેઈન્સ ફેડરેશન અને અન્ય અનેક સમિતિઓમાં તથા મંડળોમાં રહી તેઓશ્રીએ સક્રિય સેવા આપી છે. અગાઉ ફેડરેશન ઓફ આંધ્ર પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, મહાવીર હોસ્પિટલ (૧૬૦ બેડની સુવિધા)ની ગુજરાતી--મારવાડી રિલીફ એન્ડ વેલ્ફર કમિટીના પ્રમુખ તથા આફટર કેર હોમ, દક્ષિણ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ અને અખિલ ભારતીય ગુજરાતી સમાજના ઉપપ્રમુખની ફરજ બજાવી હતી. તેમ જ અખિલ ભારતીય ગુજરાતી સમાજના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય પણ હતા. તા. ૧૬-૩-૧૯૯૬ના એમનું નિધન થયેલ છે. અવિચ્છિન્ન કર્મઠ અક્ષર પુરૂષ - સમર્પિત કાવ્યમય તીર્થ નિર્માતા શ્રી દુગડ રાવલમલ જૈન “મણિ': 1 એક કાવ્યમય સમર્પિત વ્યકિતત્વ છે જેને મહાન ઉપકારી ગુરુ ભગવંત કવિકુલકિરીટ પૂજયપાદ આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા., સાધુતાના સ્વામી પૂજયપાદ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક ગુરુ ભગવંતશ્રીઓએ જેમાના વ્યક્તિત્વને પોતાના અંતરના આશીર્વાદ અર્પણ કરતાં તેમની ગુણવત્તાને લીધે અનુમોદના વ્યકત કરી છે તે છે બહુ પ્રતિભાશાળી વ્યક્તિ ધરાવનાર દુગડ રાવલમલ જૈન “મણિ'. “શ્રેષ્ઠ શિષ્ય”, “મૌલિક શક્તિઓથી વિશ્વસનીય', “વિશ્વસનીય કાર્યકર', ‘ગૌરવશાળી સમાજ સેવક' અનેકાનેક સાહિત્યિક, સામાજિક, *~-શિક્ષણિક આદિ સંસ્થાઓ તથા સમુદાયો-આંતર રાષ્ટ્રીય સંસ્થાઓએ તેમની પ્રતિભાને વધારી છે, સન્માન અર્પણ કર્યું છે. ઘણા બધા પુરસ્કારો અર્પણ કરીને હર્ષ પ્રગટ કર્યો છે. મણિજીનું પોતાપણું ભરેલો સ્નેહ, સાધિકાર સહયોગ, દરેક પરિસ્થિતિમાં સભાવના અને સરળતા એ એમની મુડી છે જે લોકો તેને પામ્યા છે તેમણે લૌકિક ધન્યતા 5 ત કરી છે. કોઈવાર લેખક, કોઈકવાર પત્રકાર, કોઈકવાર વિચારક, કોઈકવાર પ્રશાસક, કોઈકવાર કામ કરનાર બીજાનું, કોઈકવાર મંદિરમાં પૂજા કરતાં, કોઈકવાર સાધુ-સાધ્વીજીઓના દર્શન કરતાં - વિચારોની આપ-લે-કરતાં, આવનાર મહેમાનોને મળતા, સાથીઓ સાથે ગોષ્ઠિ કરતાં, પુસ્તકોની દુકાન ઉપર પાનાઓ ફેરવતા, સંસ્થાકિય કાર્યોમાં ભાગ લેતાં, રાજનીતિજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરતાં, દેશ ભરના ખૂણે-ખૂણેથી તેમના કાર્યોના સંપર્કો, યાત્રા પ્રવાસની ક્ષણો વિગેરે પ્રસંગોના જુદા જુદા રૂપોમાં જોડાયેલ આ વ્યકિત પોતે જ સંસ્થારૂપ છે. મણિજીનું પોતાપણું ભરેલો સ્નેહ, સાધિકાર સહયોગ, દરેક પરિસ્થિતિમાં સદ્ભાવના અને સરળતા એ એમની મુડી છે જે લોકો તેને પામ્યા છે તેમણે લૌકિક ધન્યતા પ્રાપ્ત કરી છે. આ બધું છતાં પણ તેમના આ પ્રેરક વ્યકિતત્વને શબ્દોની સીમાથી બાંધવા પ્રયત્ન થયો છે. ૧૯૫૬માં દિલ્લીમાં ભરાયેલ અ.ભા. રાષ્ટ્રભાષા પ્રચાર સંમેલનના સાહિત્ય પ્રદર્શનમાં વિદ્યાર્થી મણિજીએ એક ઉદ્દબોધન કરતાં રાષ્ટ્રપિતા બાપુ, પં. નહેરુના રંગોલીમાં ચિત્રિત કર્યું હતું. ઉદ્ઘાટન સમયે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy