________________
૧૦૯૪ ]
L[ જૈન પ્રતિભાદર્શન
ચિત્ર જોતાં પં. નહેરુએ ચિત્રકાર મણિને શાબાશી આપી હતી. એકાએક મણિએ પૂછયું કે “ઓળખો છો આમને' જવાબ મળ્યો “થોડા થોડા નહેરુજી મુસ્કરાયા’ વિદ્યાર્થી મણિનો આ પ્રસંગે તેમની પ્રકૃતિ પ્રેમનો સાક્ષી છે.
બાળપણથી શરૂઆત વિદ્યાર્થી જીવન અભ્યાસ, રમત અને રમતની દુનિયામાં કદમ વધારતા લેખન, કાર્ય અને સેવાના કામોમાં આગળ વધવું. પ્રારંભિક શિક્ષણ પૂરું કરતાં કરતાં તેઓ રાષ્ટ્રીય નેતા પુરૂષોતમદાસના નજીકના સંપર્કમાં આવી ગયા. અતિ વિશ્વસનીયતા પૂર્વક રાજર્ષિએ તેમના વ્યકિતત્વને સ્વયં ઘડ્યું અતિ ઉદારતાપૂર્વક. સ્વાભાવિક રીતે રાજનૈતિક, સાહિત્યિક, સામાજિક વ્યકિતત્વથી એક અનોખી ઓળખાણ પણ થઈ. એક અલગ વિચારધારા, એક રાષ્ટ્રીય ચિંતનના પ્રવાહમાં મણિજીનું વ્યકિતત્વ રચનાત્મક બન્યું. રાજર્ષિજીની છત્રછાયા દૂર થયા બાદ દરેક ક્ષેત્રમાં પ્રવીણતા સાથે સ્નાતક થયા. ત્યાર બાદ ક્રમશ : હિન્દી, રાજનીતિ, મનોવિજ્ઞાન ત્રણ ત્રણ વિષયોમાં સ્નાતકોત્તર વિશેષતાઓ મેળવી. સાહિત્યરત્ન, વિદ્યાવાસ્પતિ આદિ ઉપાધિઓ મેળવી. અનેક સાહિત્યકારોના સંપર્કમાં રહ્યા. કથા સાહિત્ય તેમજ કવિતા લેખનમાં પોતાની એક અનોખી ઓળખ બનાવી. ઐતિહાસિક અનુસંધાન પ્રિય વિષયના આલેખોમાં રાષ્ટ્રીય ચારિત્ર નિર્માણ ઉપર તેમની કલમ કદી પણ અટકી નહિ. ઉપન્યાસ, વાર્તા, કાવ્ય સંગ્રહ, જૈન સાહિત્ય પર પ્રકાશિત પુસ્તકો, સંપાદિત ગ્રંથો, અનુવાદિત સાહિત્ય સહિત તેમના લેખો લોકપ્રિય થયા છે.
દૈનિક છત્તીસગઢ સને ૧૯૬૬ થી ૧૯૭૧ સુધી યશસ્વી સંપાદક રહ્યા. દૈનિક છત્તીસગઢના અનેક વિશેષાંક સંદર્ભ સાહિત્યના રૂપે પ્રકાશિત થાય છે. ૧૮ વર્ષ પત્રકારિત્વના જીવનમાં “આદર્શ પત્રકારના રૂપે તેમજ સમર્થ “કલમના સિપાઈ' રૂપે સ્થાપિત રહ્યા. અનેક સન્માનોથી સન્માનિત મણિજી નાના સમાચાર પત્રોની વિકાસયાત્રામાં હમેશા સજાગતાપૂર્વક જોડાઈ રહ્યા છે. નાના પત્રો તથા પત્રકારોની દરેક સમસ્યાઓના નિરાકરણમાં તેમની સક્રિયતા અવિસ્મરણીય બની રહી છે.
- સાંસ્કૃતિક ભવન, પુસ્તકાલય, બાલમંદિર વગેરેમાં મણિજીનું યોગદાન જનહિતમાં નામ વગર, ચાલુ રહ્યું છે. તેમની સાથે સહયોગીઓનો લાંબો સમૂહ કાર્યરત છે. અને તેઓ હંમેશા તેઓને જ યશ આપે છે. તેમની સહયોગની પોતાની તરકીબ છે તે ઉલ્લેખનીય છે. રોજગાર ઇચ્છુકને સ્વેચ્છાએ રોજગાર ઉપલબ્ધ કરાવવા પોતાની અપ્રત્યક્ષ મદદ આપીને સ્વાવલંબી વ્યવસ્થા કરવામાં. સેકડો પરિવારની સ્થિરતા અને વિકાસમાં મણિજી જોડાયેલા જોવા મળે છે. કોઈપણ જાતના ભેદભાવ વગર મણિજીનો સહયોગ મળી જ જાય છે.
સમર્પિત તીર્થોદ્ધાર-યશસ્વી ગાથા સમૃદ્ધ પરિવારના મણિજીએ પાવન શિવનાથના કિનારે નગપુરની ઐતિહાસિક ભૂમિ ઉપર તીર્થોદ્ધાર - જિર્ણોદ્ધારનું ભારતીઓને આનંદ અને સૌંદર્યનું રસપાન કરાવી આપ્યું છે. “આ વ્યકિતએ ખરેખર પ્રાચીન ભક્તિમય ઇતિહાસને ઉજજવળતા પ્રદાન કરી છે.”
શ્રી મણિજીની કાર્યક્ષમતાથી પ્રભાવિત શ્રી અખિલ ભારતીય જૈન વ્યેતાંબર મૂર્તિપૂજક સંઘ શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષ, ઉદ્યોગપતિ શેઠશ્રી શ્રેણિક કસ્તુરભાઈ લાલભાઈ કહે છે : શ્રી મણિજીએ જે તીર્થનું નિર્માણ વર્ષોમાં પૂરું કર્યું છે તેને આપણે કદાચ ૫૦ વર્ષે પણ પૂરું ન કરી શકીએ. જે-ભક્તિ અને લગનથી તેઓ આ મંદિરના નિર્માણમાં કાર્યરત રહ્યા છે એવું ઉદાહરણ બીજુ ન મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org