SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન * પ્રભુજીની પ્રતિષ્ઠા પહેલા ગુપ્તભંડારમાં ભાવિક ભક્તજનોએ સોનુ-રજન-હીરા-માણેક આદિ તેમ જ કિંમતી અલંકારો દ્વારા મોટી સંખ્યામાં લાભ લીધો. * પ્રભુજીના માતા-પિતા બનનાર મહાનુભાવને પૂજ્યશ્રીએ સંસારની અસારતા આદિનો તેમ જ આ મહાન ચડાવાનો સાર માર્મિક રીતે સમજાવતા મહાનુભાવ યુગલ આજીવન ચતુર્થવ્રતનો સ્વીકાર કરી ધન્ય બન્યા. પ્રભુજીનો લગ્ન મહોત્સવ-દીક્ષા મહોત્સવ પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયા. સહુના હૈયા હિલોળે ચડ્યા. આનંદનો મહાસાગર હિલોળે ચડ્યો. આ પ્રસંગે ત્રણ કિલો સોનું અને આભૂષણ આદિ દઈને સહુએ ધનની મૂછ ઓછી કરી ધન્ય બન્યા અને પ્રભુજી વૈરાગી બની દીક્ષા સ્વીકારતા સહુના આંખે આંસુઓના તોરણ બંધાયા. વાહ પ્રભુનું શાસન-કેવી સુંદર પરમાત્માની ભક્તિ-કેવો પૂજ્યશ્રીનો પ્રભાવ. ધન્ય નરોલી ગામ–ધન્ય ધનરેશા પરિવાર સંકલન : પૂ. મુનિશ્રી પુથ્થરક્ષિત મહારાજ ગુજરાજ રાજ્યના એવા કેટલાક ગામો છે કે જે “દીક્ષાની ખાણ' તરીકે ઓળખાય છે. જેમાં વડોદરા નજીક આવેલું છાણી ! ઉત્તર ગુજરાતમાં આવેલું રાધનપુર! દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનું વાપી! તે પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે નામાંકિત એવા દાદરા નગરહવેલી' નામના સંઘ પ્રદેશમાં આવેલું નાનકડું એવું નરોલી ગામ પણ દીક્ષાની ખાણસમું બનવા પામ્યું છે. જે નરોલી ગામમાં જૈનોના માત્ર ૮-૧૦ ઘરો છે તેમાંથી ૧૩-૧૩ પુણ્યાત્માઓએ દીક્ષા-અંગીકાર કરી શ્રી નરોલી જૈન સંઘનું ગૌરવ વધાર્યું છે. આખે આખા એક કુટુંબે દીક્ષા અંગીકાર કરી નરોલીનું નામ જૈન જગતમાં રોશન કર્યું છે. શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું નવનિર્માણ પામી રહેલ શિખરબંધી જિનાલયથી શોભતા એવા નાનકડા નરોલી ગામમાં જૈનોના ૩ પરિવારના ૮ ઘરો છે. તેમાં શા. ધનરાજજી હીરાચંદજી ધનરેશા નામના એક જ પરિવારમાંથી ૧૩-૧૩ પુણ્યાત્માઓએ સંયમજીવન અંગીકાર કરેલ છે. ધર્મમાતા શ્રી ધાપુબેન ધનરાજજીના ધર્મસંસ્કારોનું પરિણામ એટલે જ નરોલીની ૧૩ દીક્ષા ! જો કે સમગ્ર સંઘ પ્રદેશમાંથી આજ સુધીમાં ૨૦-૨૦ જેટલી દીક્ષાઓ થઈ છે. કોઈને થશે કે અત્યંત જંગલ વિસ્તારમાં કે જ્યાં ૮૦ થી ૯૦ ટકા વસ્તી આદિવાસીની છે ત્યાં આટલી એટલે ૨૦-૨૦ દીક્ષા? હો, નરોલીમાં ૧૩ દીક્ષા, દાદરાની ૪ દીક્ષા! અને સેલવાસની ૩ દીક્ષા! આમ ૨૦ દીક્ષા થઈ છે. આ બધી દીક્ષાના મૂળમાં છે આજથી ૩૫ વર્ષ પહેલા નરોલીમાં સૌ પ્રથમ દીક્ષા ગ્રહણ કરનાર કુ. મંજુલાબેન. આ મંજુલાબેન એટલે જ સાધ્વીજી શ્રી મુક્તિપ્રજ્ઞાશ્રીજી મહારાજ! બસ તેમની દીક્ષાથી શરૂ થયેલો દીક્ષાનો સીલસીલો આજે પણ ચાલુ જ છે. આ વિસ્તારમાં ખાસ કરી દીક્ષા યુગપ્રવર્તક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાનો તથા તેઓના પ્રશિષ્યરત્નો શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજા તથા પ્રવચનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુકિતપ્રભસૂરીશ્વરજી મહારાજાનો વિશેષ ઉપકાર છે. તેઓના સદુપદેશે દીક્ષાઓ વિશેષ થઈ છે. એજ પ્રમાણે વર્ધમાનતપોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા તેમ જ વર્ધમાન | તપોનિધિ તીર્થ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તેમ જ તીર્થપ્રભાવક પૂ. છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy