SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ચંય | ૭૭૭ નવગ્રહઅષ્ટમંગલપૂજન, નવપદ-વીશસ્થાનકપૂજન, ૧૮ અભિષેક, ધ્વજદંડકળશ અભિષેક, સિદ્ધચક્રમહાપૂજન, નિર્વાણકલ્યાણકના ૧૦૮ અભિષેક, બૃહદ્અષ્ટોતરી શાન્તિસ્નાત્ર આદિ અનેક મહાપૂજનો વિવિધરચનાઓ કરવાપૂર્વક ભાવોલ્લાસ પૂર્વક ઉજવાયા. * અંજનશલાકા--પ્રતિષ્ઠાના પાવનદિને જૈન-જૈનેત્તર સહુનો આનંદ તેમજ બહારગામથી પધારેલ આમંત્રિત મહેમાનોના અને આજુબાજુના શ્રીસંઘોની હાજરી પણ અગણિત હતી. વહેલી પ્રભાતે ઉત્સાહ અને આનંદ વચ્ચે ૐ પુણ્યાહં ૐ પુણ્યાહ જય જય દાદા શીતલનાથ જય જય દાદા મુનિસુવ્રતસ્વામીના જયઘોષ નારાઓ વચ્ચે પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ. હજારો નર-નારીના હૈયા ગદ્ગદિત હતા. * મહોત્સવ દરમ્યાન-વિવિધ રચનાઓ ગજરાજ નગરના ઢોલીવાદો ભીનમાલાના ઢોલીઓ શહનાઈવાદકો, બેન્ડ, અશ્વો, પ્રભુજીના કલાત્મક રથ, ઇન્દ્રધજા આદિથી સુશોભિત ચ્યવન જન્મ-દીક્ષા કલ્યાણકના વરઘોડાનું પણ અદ્ભુત આયોજન કરવામાં આવેલ. આ મહોત્સવની સાથે ત્રણ-ત્રણ મુમુક્ષોની દીક્ષા પ્રસંગ પણ હોઈ તેમના વર્ષીદાનનો વરઘોડાનું આયોજન પણ સાથે જ કરવામાં આવેલ. * મહોત્સવની શોભાસ્વરૂપ મુંબઈના સુપ્રસિદ્ધ ગુણવંત માંજરેકર દ્વારા વિવિધ પ્રકારની અનેકવિધ રંગોલીઓ તેમ જ મહાપુરુષોના પ્રસંગોની હાલતા-ચાલતી સુંદર રચનાઓ આદિ પણ અત્યંત દર્શનીય બની રહી. * સુપ્રસિદ્ધ સંગીતકાર બળવંત ઠાકુર એન્ડ પાર્ટી દ્વારા પરમાત્માનાં અદ્ભુત કહી શકાય તેવા મનમોહક ગીતોની સુરાવલીઓ સાથે રાજગૃહીનગરના વિશાલ મંડપમાં વિશાલ સ્ટેજ ઉપર પંચકલ્યાણકોની ભવ્યાતિભવ્ય ઉજવણી પણ સહુને કર્મનિર્જરાનું કારણ બનવા પામી. * પદ્માવતી ભોજન મંડપ દરરોજના ત્રણે ટાઈમના (૪૫ ટંકના) સાધર્મિક ભક્તિનાં અદ્ભુત આયોજન અને પ્રતિષ્ઠા દિને ઝાંપા-ચુંદડીના આયોજન દ્વારા હૈયાનાં ભાવપૂર્વક સહુની પ્રશંસનીય ભક્તિ જૈન-જૈનેત્તર સહુના હૈયે શાસનપ્રભાવનાનો અદ્ભુત રંગ જમાવતી હતી. * અંતિમદિને બન્ને જિનાલયોમાં ભવ્યાતિભવ્ય મહાપૂજા અને સમુહ આરતિનું અદ્ભુત આયોજન સહુના ભાવમાં વૃદ્ધિ કરનારું બન્યું. * જૈનજગતના ખ્યાતનામ નૃત્યકારો વિવિધ પ્રસંગોએ પોતાના આગવા અભિનયો દ્વારા નૃત્યોની ઝાંખી કરાવીને સહુને મંત્ર-મુગ્ધ કરતા હતા. * પૂજા-પૂજનોમાં નયનરમ્ય ફળ-નૈવેદ્ય આદિની ગોઠવણો જાજરમાન દીપમાળાઓ અને સુગંધી ધૂપોની પમરાટ વચ્ચે ફુલોના દેદીપ્યમાન શણગારના સમુહ વચ્ચે શોભતા પરમાત્માની લાખેણી આંગીઓ કઈ જીવોનાં સમ્યગદર્શનનું નિમિત્ત બનવા પામી. * મુનિસુવ્રતસ્વામી દાદાની પ્રતિષ્ઠા સાથે ગામમાં સાધર્મિકભવનમાં શ્રી આદિનાથ પ્રભુજીની પણ પ્રતિષ્ઠા થઈ. * શ્રી સંઘમાં અનેકવિધ શાસનપ્રભાવક પ્રસંગો માટે ૧૭ ઈચના પંચધાતુના શાન્તિનાથ ભગવાન તૈયાર કરવામાં આવેલ જેના ઉપર ૨૫ તોલા સોનું ચડાવવામાં આવેલ. જેના શ્રી સંઘમાં જ દર્શન-પૂજન માટે જ રાખવામાં આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy