SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૬ ] [ જેને પ્રતિભાદર્શન છે આજ્ઞાપૂર્વક અભુત શતાબ્દિ મહોત્સવની ૯ દિવસની ભવ્ય ઉજવણી કરી. ધ્વજારોપણનાં શુભદિને સકલસંઘના ભાવિકોનો અદમ્ય ઉત્સાહ અને ઉમંગ પણ અવર્ણનીય હતો આ પ્રસંગે જીવદયાની ટીપ પણ કીસંઘના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રશંસનીય થઈ. ઉપધાનતપની અનુપમ આરાધના થવા પામી ૧૮૦ માળમાં આરાધકો માળમાં જોડાયેલ. માળારોપણ પ્રસંગ પણ અત્યન્ત ઉત્સાહભેર ઉજવાયેલ. ભાભરતીર્થનાં ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત એવો ભાભરતીર્થથી શાશ્વતતીર્થધામ પાલિતાણાનો ભવ્ય છે'રી પાલિત યાત્રાસંઘનું અદ્ભુત આયોજન થયું. ભાવિકો અને સંઘપતિશ્રીઓનો ઉત્સાહ અવર્ણનીય હતો. આશરે ૧૦OO આરાધકો જોડાયા, કયાંય પણ આધુનિકતાને પ્રવેશ નહિ ક્યાંય પણ લાઈટ-માઈકના ડેકોરેશને નહિ અને છતાંય કોઈને જરાપણ તકલીફ વિના નિર્વિઘ્નપણે સંઘયાત્રા ત્રીશ દિવસે પાલિતાણા મુકામે દાદાના ધામમાં પહોંચી. વિ. સં. ૨૦૫૩ મહા સુદ-૧૩ ના શુભ દિને માળારોપણનો પ્રસંગ પણ જબરજસ્ત દબદબાપૂર્વક શાસનને શોભનીય બની રહ્યો. પૂજ્યશ્રીની ભાભરતીર્થની પધરામણી સૌ માટે કાયમી સંભારણું બની ચૂકી. દાંતરાઈ (રાજસ્થાન માં ઉજવાયેલ ઐતિહાસિક પ્રસંગો જીરાવાલાજી મહાતીર્થની ગોદમાં આવેલું નાનકડું દાતરાઈ ગામ પૂજ્યશ્રીની પધરામણીથી ધન્ય ધન્ય બન્યું. * વિ. સં. ૨૦૧૩માં પૂજ્યશ્રીનું પ્રથમવાર યાદગાર ચાતુર્માસ થયું. શ્રી સંઘમાં અનેરો આનંદ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. પર્વાધિરાજ પર્યુષણામહાપર્વની આરાધના પણ અતિ અનુમોદનીય થઈ, તેમ જ ઉપધાનતપનું પણ આયોજન થયું. * ઉપધાનતપની પ્રતિદિનની પ્રત્યેક ક્રિયાઓ જાપ વગેરે આરાધના વિશુદ્ધમય થવા પામી. માલારોપણનો પ્રસંગ પણ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રંગેચંગે થયો ત્યાં જ નવનિર્મિત રથાકાર જિનાલયમાં શ્રી મુનિસુવ્રતસ્વામી દાદાની અંજનશલાકા પ્રતિષ્ઠાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું જે ધન્યાતિધન્ય દિવસ હતો પોષ વદ-૧૩. * અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવના ચડાવાની ઉછામણી વિ. સં. ૨૦૫૪ ફાગણ સુદ-૧૧ના શુભદિને પૂજ્યશ્રીની શુભનિશ્રામાં શ્રીસંઘની જાજમ પાથરવા દ્વારા પૂજયશ્રીનાં મંગલાચરણથી શરૂ થઈ અને જોતજોતામાં અદ્ભુત કહી શકાય તેવો આંક વટાવી ગઈ. * અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીની સપરિવાર પધરામણી વિ. સં. ૨૦૫૪ વૈશાખ વદ-૭ ૧૮-૫-૯૮ સોમવાર સવારે શુભ મુહૂર્ત સામૈયા સહ અત્યન્ત ઉલ્લાસમય વાતાવરણમાં ધામધૂમપૂર્વક થઈ. * વિ. સં. ૨૦૫૪ વૈશાખ વદ-૧૧ થી શરૂ થયેલ પરમાત્મભક્તિનો જાજરમાન છે મહોત્સવ ૨૦૫૪ જેઠ સુદ-૧૧ તા. પ-૬-૯૮ શુક્રવાર સુધી પંદર દિવસનો પ્રશંસનીય શાસનપ્રભાવના પૂર્વક ઉજવાયો જેમાં કુંભ-દીપક સ્થાપના-માણેકસ્તંભારોપણ-તોરણસ્થાપના, જવારારોપણ, ક્ષેત્રપાલસ્થાપના, ૧૦૮ પાર્શ્વનાથઅભિષેકપૂજન, નંદાવર્તપૂજન, દશદિપાલપૂજન, ભૈરવપૂજન, સોળવિદ્યાદેવીપૂજન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy