SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૨૯૧ ૨૦૪૧થી ૨૦૪૫ની સાલમાં એનો ભવ્ય જીર્ણોદ્ધાર આચાર્યદેવશ્રી વિક્રમસૂરીશ્વરજીની નિશ્રામાં થયો છે. મંદિરની નીચે ભોંયરામાં ભવ્ય ભક્તામર મંદિરની રચના કરવામાં આવી છે. આ મંદિરના દર્શનનો લાભ લેવા જેવો છે. સંવત શેઠ. જે ચોરાય છે તે મારું નથી, નહીં ચોરાશે કદી આત્મધન મારું નામ પ્રમાણે છે સુવત શેઠ! તમે પાળ્યું મૌન-પૌષધવ્રત સારું ધાતકી ખંડમાં વિજય પતન શહેરમાં સુર નામના એક અતિ ધનાઢ્ય શેઠ હતા. તેમની પત્નીનું નામ સુરમતિ હતું. એક પરોઢીયે જાગી જવાથી તે એકદમ અંતર્મુખ બન્યા. તેમને વિચાર્યું : આ ભવે મને અઢળક ધન, વૈભવ મળ્યાં છે પણ આ બધું તો મને પરભવના કોઈ પુણ્યથી મળ્યું છે. હવે જો પરલોક માટે આ ભવે હું હિત ન સાધુ તો મારું આ જીવન એળે ગયું ગણાય. આવા વિચારમાં ને વિચારમાં સૂર્યોદય થયો. શેઠ નિત્યકર્મ પતાવી ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો : આળસ, મોહ, અવજ્ઞા, ઘમંડ, ક્રોધ, કંજુસાઈ, ભય, શોક, અજ્ઞાન, કુતૂહલ અને રતિ આ કાઠિયાઓનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ; નહિ તો જીવ નરક ગતિના ભયંકર દુઃખોને પામે છે. સાતમી નરકના જીવને પાંચ કરોડ અડસઠ લાખ, નવાણું હજાર પાંચસો ચોર્યાસી (૫,૬૮,૯૯,૫૮૪) પ્રકારના રોગો થાય છે. આથી તે સુવ્રત શેઠ! નરકાદિના દુ:ખોના નિવારણ માટે ધર્મ આરાધના કરવી જરૂરી છે. સુંદર આરાધના સુલભ બોધ જીવ માટે દુર્લભ નથી.” શેઠે વિનયથી હાથ જોડી કહ્યું : “ભગવંત! સાંસારિક જંજાળના કારણે નિત્યધર્મની આરાધના મારાથી થઈ શકે એમ નથી. તો હે કૃપાળુ ! કોઈ એક એવો દિવસ આપ બનાવો કે જે દિવસનું આરાધન કરવાથી મને વર્ષભરની આરાધનાનું ફળ મળે.” ગુરુ મહારાજે કહ્યું : “તો હે શેઠ! તમે માગસર માસની અજવાળી અગિયારસની આરાધના કરો. આ દિવસે અહોરાતના પૌષધ સાથે ઉપવાસ કરવો અને મન, વચન અને કાયાથી બધી પાપપ્રવૃત્તિનો ત્યાગ કરીને આખો દિવસ મૌન પાળવું. આમ વર્ષે એક દિવસ એમ અગિયાર વર્ષ સુધી આ એકાદશીની આરાધના કરવી. અને એ તપ પૂર્ણ થાય ત્યારે અતિ ઉલ્લાસ અને ઉદારતાથી મહોત્સવપૂર્વક તેનું ઉજમણું કરવું.” સુરશેઠને આ મૌન એકાદશીનું વ્રત ગમી ગયું. તેમને વિધિપૂર્વક એ તપની આરાધના અગિયાર વર્ષ કરી. તેનું ભવ્ય ઉજમણું કર્યું. આયુષ્યકર્મ પૂર્ણ થયે સુરશેઠ મરીને આરણ નામના દેવલોકમાં દેવ થયા. ત્યાં એકવીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તેમનો જીવ સૌરીપુર નગરમાં સમૃદ્ધિદત્ત શેઠની ગુણિયલ પત્ની પ્રતિમતિની કુક્ષીમાં અવતર્યો. ગર્ભના પ્રભાવથી પ્રતિમતિને તીવ્ર ઇચ્છા થઈ કે હું શ્રાવકના બાર વ્રત અંગીકાર કરું! અન્યને વ્રતનો મહિમા સમજાવું અને સૌને વ્રતધારી બનાવું. યોગ્ય સમયે તેને પુત્રને જન્મ આપ્યો. ગર્ભાધાન સમયે માતાને વ્રત લેવાની ઇચ્છા થઈ હોવાથી પુત્રનું નામ “સુવત' રાખ્યું. સુવ્રત મોટો થયો. ભણીગણી વિદ્વાન પણ થયો. યુવાનવય થતાં પિતાએ તેને અગિયાર કન્યાઓ પરણાવી. | માતાપિતા કાળક્રમે મૃત્યુ પામ્યાં. અગિયાર ક્રોડ સોનામહોરે આદિનો માલિક બન્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy