SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯0 | [ જૈન પ્રતિભાદર્શન શંદાલપુત્ર ભોંઠો પડ્યો, જવાબ ન આપી શક્યો. મહાવીરે સમજાવ્યું “ભાઈ! કોઈ પણ વાત કે વિચારને આવી એકાંતીક દષ્ટિથી જોતા, આવો અનર્થ થાય છે. આવી વાતોને અનેકાંત રીતે વિચારવું જોઈએ. તું નિયતિમાં એકાંતિક રીતે એવો વળગ્યો કે પુરુષાર્થનું ગૌરવ કરવું જ ભૂલી ગયો. જો જગત આખું નિયતીમાં આ રીતે માને તો પુરુષાર્થ તથા પરાક્રમથી વિમુખ રહે. માટે નિયતિ નહીં, પણ નીતિથી વધુ જગતમાં કંઈ નથી. નીતિપૂર્ણ પુરુષાર્થ એ જ ભક્તિ છે, એ જ તપ છે અને એ જ સાધના છે. એ સાચો મંત્ર છે. શંદાલપુત્ર પ્રભુની વાત સમજી ગયો અને પ્રભુને વંદન કરી રહ્યો. ( સુદર્શના ) ભરૂચ શહેરની બાજુમાં નર્મદા નદીના કાંઠે એક વડ વૃક્ષ ઉપર એક સગર્ભા સમડીએ માળો બાંધ્યો. યથા સમયે તે માતા બની. ખોરાકની શોધ માટે તે ઊડીને જતી હતી, તેવામાં એક પ્લેચ્છે બાણ મારતાં તે એક અચાવબોધ તીર્થની સમીપે પડી. પીડા અસહ્ય હોવાથી તે આઝંદ કરતી હતી. તેના પુણ્યયોગે ત્યાંથી તે વખતે એક પસાર થતા મુનિએ તેણે ચીસો પાડતી જોઈ. દયાભાવથી નવકાર મહામંત્ર સંભળાવ્યો, અરિહંતાદિના ચાર શરણા સંભળાવ્યા, ચાર આહારના ત્યાગનું પચ્ચકખાણ આપ્યું. “નમો અરિહંતાણં' સાંભળતાં સાંભળતાં તે મૃત્યુ પામી. મૃત્યુ પામેલ તે સમડી સિંહલદ્વીપના મહારાણીના ગર્ભમાં પુત્રી તરીકે ઉપજી. પૂર્ણ સમયે રૂપરૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થયો. સાત પુત્ર ઉપર આ પુત્રી જન્મી હતી, એટલે રાજ્યપરિવારમાં આનંદ આનંદ વર્તી રહ્યો હતો. તે દેખાવે સુંદર હોવાથી તેનું નામ સુદર્શના પાડવામાં આવ્યું. સારી કેળવણી મળતા તે સર્વ કળામાં હોશિયાર અને વ્યવહારમાં દક્ષ બની. એકવાર ભરૂચ બંદરના એક વેપારી શેઠ ઋષભદત્ત સિંહલદ્વીપ આવ્યા. તેઓ રાજસભામાં બેઠા હતા. યુવાન રાજકન્યા સુદર્શના પણ ત્યાં બેઠી હતી. એકાએક ઋષભદત્ત શેઠને છીંક આવી. તેમને છીંક વખતે “નમો અરિહંતાણં' બોલવાની ટેવ હતી. એટલે જોરથી હાં....છી અરિહંતાણં—એમ છીંક સાથે બોલ્યા. તે સાંભળી રાજકન્યા એકદમ વિચારમાં પડી ગઈ કે આ “નમો અરિહંતાણં” ક્યાંક સાંભળ્યું છે. કયા-ક્યારે સાંભળ્યું હશે? તે વિચારમાં ડૂબી ગઈ. સ્મૃતિ સતેજ થતા અને વિસ્મૃતિનો પડદો ભેદાતા અતીતને આખો ભવ તેને યાદ આવ્યો. વડલો, માળો, બચ્ચા, સમળી ને તેણી છાતીમાં તીર ઓ ઓ પછડાટ...કારમી ચીસ ને ભયંકર વેદના. ને મરતાં મરતાં કાન પર અથડાયેલ “નમો અરિહંતાણું બધું જ સ્મૃતિ પટ પર સ્પષ્ટ થયું અને અરે...ચીસ પાડી તે ધરતી પર ઢળી પડી. બેભાન થઈ ગઈ. કેટલાક શીતોપચાર કરતાં તે સચેત થઈ પણ તેની બોલચાલ, રંગઢંગ બધું બદલાઈ ગયું હતું. ધીમેધીમે તેણે રાજસભામાં પોતાના ગતભવની કહાણી કહી સંભળાવી. સહુ આશ્ચર્ય પામ્યા. માનવામાં ન આવે એવી વાત આખરે બધાએ માની. માતાપિતાની અનુમતિપૂર્વક તે ઋષભદત્ત શેઠ સાથે ભરૂચ આવી. ત્યાંના મુનિસુવ્રતસ્વામીના અશ્વાવબોધ નામના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમાં સમળીના ભવના ચિત્રો બનાવી યોગ્ય સ્થાને મુકાવ્યા. ત્યારથી આ મંદિર શકુનિકા વિહાર (સમળી વિહાર)ના નામે પ્રસિદ્ધ થયું. ત્યાર પછી ઘણા ઉદ્ધારકો થયા છે. કુમારપાળ | ભૂપાલના મંત્રી ઉદયનના પુત્ર અંબડમંત્રીએ પિતાના શ્રેયાર્થે ઉદ્ધાર કરાવ્યો હતો. હાલમાં જ સંવત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy