SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ] [ જૈન પ્રતિભાદર્શન એક સમયે સૌરીપુરમાં આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિજી શિષ્યસમુદાય સાથે પધાર્યા. સુવ્રતશેઠ સપરિવાર દેશના સાંભળવા ગયા. દેશના સાંભળતાં સાંભળતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેથી તેઓએ મૌન એકાદશી વ્રત પૂર્વભવમાં પાળેલ તેથી આ ભવે પણ કરવા ચિંતવ્યું. સુવ્રતશેઠે ઘણા ઉલ્લાસથી મૌન એકાદશી પર્વનું આરાધન શરૂ કર્યું. એક દિવસની વાત છે. સુવ્રત શેઠે મૌન એકાદશીના સપરિવાર પૌષધ કરેલ. ઘરે કોઈ ન હતું તે તકનો લાભ લઈ ચોરો ઘરમાં ઘૂસ્યા. ઘરમાંથી બને એટલો માલસામાન પોટલામાં બાંધી ચોરો ઘર બહાર નિકળવા જતા હતા; પણ આશ્ચર્ય, તેઓ એક ડગલું પણ આગળ ન વધી શક્યા, સ્તંભિત થઈ ગયા. હાથ પણ ન હાલે એ દશાથી ત્રાસી તેઓ ચીસો પાડવા લાગ્યા. આ ચીસો સાંભળી પડોશીઓ દોડી આવ્યા. ચોરોના હાલ જોઈ પડોશીઓએ રાજાને ખબર આપ્યા. રાજાએ સિપાઈઓ મોકલી તેમણે પકડી દોરડે બાંધ્યા અને દોરડું ખેંચતા તેઓ આપોઆપ ચાલવા લાગ્યા. સુવ્રત શેઠ સવારે ઘરે આવ્યા. તેમણે બધી વિગત જાણી. રંગે હાથ પકડાયેલ હોવાથી રાજાજી જરૂર તેઓના વધની આજ્ઞા આપશે. આ વધ પોતાના હિસાબે થાય તે શેઠને મનથી ન રુચ્યું એટલે રાજાજી પાસે જઈ વિનંતી કરી અને ચોરોને હેમખેમ છોડી દેવરાવ્યા. ત્યારબાદ ઘરે આવી ઉપવાસનું પારણું કર્યું. બીજા વર્ષે મૌન અગિયારસના દિવસે પોતે પૌષધશાળામાં હતા ત્યારે પૌષધશાળાની આજુબાજુમાં આગ લાગી. લોકોએ બૂમાબૂમ કરી સુવ્રત શેઠને ત્યાંથી ભાગી જવા જણાવ્યું, પણ સુવ્રતશેઠ તો પૌષધ અને મૌન સાથે ત્યાંથી ખસ્યા નહીં. આગમાં આજુબાજુનું બધું બળી ગયું. પણ સુવ્રતશેઠનું ઘર, દુકાન, વખારો બધું હેમખેમ બચી ગયું. શેઠ હવે સંસારમાં ન રહેતા ચારિત્રધર્મ અંગીકાર કરવા વિચારવા લાગ્યા. તેમને તેમની અગિયાર પત્નિઓને પોતાનો વિચાર જણાવ્યો. પત્નીઓ પૂરા ઉલ્લાસથી દીક્ષા લેવા સંમત થઈ. નગરમાં ચાર જ્ઞાનના આરાધક આચાર્યશ્રી વિજયશેખરસૂરિજી પધાર્યા. તેમની દેશના સાંભળી સુવ્રતશેઠે અગિયાર પત્નીઓ સહદીક્ષા લીધી. શેઠ જે હવે મુનિ બન્યા હતા તેમણે દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું શ્રુતકેવળી બન્યા. તેમની સંસારીપણાની અગિયારે પત્નીઓ જે હવે સાધ્વી બની હતી તેઓએ અનશન કર્યું અને એકેક માસના અનશન બાદ બધી કાળધર્મ પામી મોક્ષે સિધાવી. પાછો મૌન એકાદશીનો દિવસ આવ્યો. સુવ્રતમુનિ એક વૃદ્ધ બિમાર સાધુની વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે એક દેવતા સુવ્રતમુનિના મૌનની પરીક્ષા કરવા આવ્યો અને એ વૃદ્ધ બિમાર સાધુના શરીરમાં તેણે પ્રવેશ કર્યો. વૃદ્ધ સાધુને અસહ્ય વેદના ઉપજાવી તે શરીરમાં રહેલ દેવે કહ્યું : તમે અત્યારે જ કોઈ શ્રાવકના ઘરે જઈ કોઈ કુશળ વૈદ્યને બોલાવી લાવો. રાતના સમયે સાધુ હોવાથી બહાર જવાય નહિ. વળી આજે મૌન છે. સુવ્રત મુનિ વિચારમાં પડી ગયા. ધર્મસંકટ ઊભુ થયું. પણ તેઓ વ્રતથી ચલાયમાન ન થયા. બિમાર મુનિ કે જેમના શરીરમાં દેવે પ્રવેશ કરેલ તેઓ ગુસ્સાથી બોલ્યા : તમે સમયની ગંભીરતા સમજતા નથી. જાવ, જલ્દી વૈદ્યરાજને બોલાવી લાવો. પણ સુવ્રતમુનિએ જરાકે મચક ન આપી. બિમારમુનિ ઓઘાથી મારવા લાગ્યા. સુવ્રતમુનિ માર સહન કરતા રહ્યા. અને પોતાને નિંદતા રહ્યા : આ મુનિ તો નિર્દોષ છે, અપરાધ મારો છે. હું તેમના કહેવા પ્રમાણે તેમની સારવાર કરી શકતો નથી. તેઓ માર સહન કરતા ગયા. તેઓ ઉત્કૃષ્ટ શુભભાવમાં ચડી ગયા. વ્યંતરદેવ થાકી ગયો અને મુનિનું શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy