________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૯૩
છોડી ચાલ્યો ગયો. સુવ્રતમુનિ ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી અને ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા.
આ મૌન એકાદશી સાથે મલ્લીનાથ ભગવાનનું નામ પણ જોડાયેલ છે. તેમના ત્રણ કલ્યાણક મૌન એકાદશીના દિવસે જ છે.
બાર મહિનામાં એક જ દિવસ આ વ્રત પાળવાનું છે. અને વ્રત પાળી કર્મોનો ક્ષય કરવા શાસ્ત્ર આ કથા દ્વારા સુલભ રસ્તો બતાવ્યો છે.
( ધર્મવીર )
શ્રી કુંથુનાથના શાસનના સમયે વેદવર્મા નામના આચાર્ય વિચરતા હતા. તેમની પાસે ધન્ના નામના વણિકે દીક્ષા લીધી. ગુરુએ ““ધર્મવીર” નામથી વિભૂષિત કર્યા. થોડા સમય બાદ બીજા સાધુ સાથે વિચરવા તેમને આદેશ આપ્યો. બીજા મુનિઓ સાથે વિચરતાં આ ચારિત્ર તેમને કઠિન લાગવા માંડ્યું. એટલે એમાંથી છૂટવા કોઈ રસ્તો શોધવા લાગ્યા. કેટલાંક ખોટાં નખરા કરવા લાગ્યા. વહેવારમાં તો એમ જ ચાલે એમ મન સાથે સમાધાન કરી સાથેના મુનિઓને પજવવા લાગ્યા. બીજા મુનિઓ કંટાળ્યા અને ધર્મવીરને ગુરુજી પાસે પાછા મોકલ્યા.
- ગુરુ પાસે આવ્યા પછી ધર્મવીરે ચારિત્રધર્મ પાળવો પોતાને મુશ્કેલ લાગે છે, માટે તેમાંથી છૂટા કરવા કહ્યું. ગુરુજીએ તેમને ઘણું સાંત્વન આપી સમજાવ્યું કે દુઃખ સહન કર્યા વગર સુખ મળતું નથી. આ જીવે ઘણાં દુઃખો ઘણાં ભાવોમાં ભોગવ્યાં છે, તેની સામે આ દુઃખ તો કંઈ નથી. પણ ગુરુજીની શિખામણ એમને ન રુચિ અને એક દિવસ ગુરુજીને ઠુકરાવી ભાગી ગયા. ભાગીને પોતાને મનપસંદ જુદો પંથ ફેલાવવા લાગ્યા. કાળક્રમે થોડી પ્રસિદ્ધિ તો મળી, પણ થોડા સમય બાદ દુષ્કૃત કર્મોના ઉદયથી ભયંકર રોગોથી શરીર ઘેરાઈ ગયું. સેવાચાકરી કરનાર તો કોઈ હતું નહીં. લોકો હવે તેમને નવો પંથ ફેલાવવા બદલ ધૂત્કારવા લાગ્યા. હવે તેમને પસ્તાવો થવા માંડ્યો. થાકી હારી પાછા ગુરુ પાસે આવ્યા. અને પોતે કરેલ અપકૃત્ય બદલ માફી માંગી. ગુરુ તો મહા સમતાધારી હતા. તેમને ધર્મવીરને કર્મ કોઈને છોડતું નથી, તે ભોગવવાં જ પડે છે. અને સુખનો અનુભવ કરવો હોય તો સમતા રાખી, બધું સહન કરવા બોધ આપ્યો. અને બાજુના નગરમાં ભગવાન કુંથુનાથ ભવ્ય જીવોને બોધ આપે છે તેમની પાસે જવા અને ભગવાનની વાણીથી તમારો ઉદ્ધાર થશે જ એમ જણાવ્યું.
ગુરુની આજ્ઞા માની ધર્મવીર ભગવાન કુંથુનાથ પાસે આવ્યો. ભાવપૂર્વક વંદના કરી. પોતાની વિતકકથા કહી અને પૂછ્યું કે, ભગવાન! હું અત્યારે કયા કર્મના ઉદયથી આ પીડામાં સપડાણો છું? ભગવાને કહ્યું : આશાતના વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખ ભોગવે છે. અગાઉના ભવમાં તે ઘણાં જીવોને દુઃખી કર્યા છે, એટલે એના ઉદયથી આ ભવે તું દુઃખ ભોગવી રહ્યો છે; અને હજી પણ તું સમતા રાખી સહન નહીં કરે તો ભાવિમાં અનંત કાળ તું દુઃખી રહેવાનો. સિદ્ધ અવસ્થાએ પહોંચવા માટે જે સ્થિતિમાં હોઈએ તેમાં જ સંતોષ માનનારો ઉત્તરોત્તર કર્મો રહિત થાય છે.
ભગવાનની સારયુક્ત ધર્મવાણી સાંભળી ધર્મવીર ઘણો રાજી થયો અને પૂછ્યું : ભગવાન! હું આગળ કઈ ગતિમાં હતો? તેમ જ આ ભવે મને સંયમ મળ્યું છતાં કેમ શુદ્ધ ચારિત્ર ન પાળી શક્યો?
જે. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org