SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] [ જૈન પ્રતિભાદર્શન સાચો માની મહામંત્રી કલ્પકને કુટુંબ સહિત જેલમાં પૂર્યો. શત્રુ રાજાઓએ જાણ્યું કે કલ્પક હવે મંત્રી રહ્યો નથી, આંથી નંદ રાજાને હરાવવાનું સાવ સહેલું છે. તેઓ મગધ ઉપર ચઢી આવ્યા. જંગ ખેલાયો. મગધની સેના હાર ઉપર આવી ગઈ. નંદ રાજાને કલ્પક યાદ આવ્યો. તુરત કલ્પકને બહાર કાઢી આખી પરિસ્થિતિની જાણ કરી. ક્ષમાવીર કલ્પકે રાજાની વિનંતીથી મંત્રીપદ ધારણ કરી ત્વરિત જંગનું સુકાન સંભાળ્યું. કલ્પકની મુત્સદ્દીગીરી, વીરતા અને દૃઢતાથી બધા કાંપતા હતા. એકાએક તેના આગમનની જાણ થતાં શત્રુસેનામાં ભય વ્યાપ્યો : કલ્પક મંત્રી ક્યાંક આપણને ઘેરી લેશે તો! આમ ડરની મારી શત્રુસેના ભાગવા લાગી. મહામંત્રી કલ્પકે મગધના સૈન્ય સાથે પીછો પકડી શત્રુસેનાને પાછી ભગાડી મૂકી. આમ, એક જૈન મહામંત્રીએ પડતા મગધને ઉગારી લીધું. બીજે દિવસે રાજા અને પ્રજાએ મહામાત્ય કલ્પકને સાચા મોતીએ વધાવ્યો; એને મગધનો તારણહાર માન્યો અને લખી આપ્યું કે, “નંદવંશમાં સદાયે કલ્પક વંશનો જ મંત્રી રહે ને રાજ્યતિલક પણ સૌ પહેલાં કલ્પક વંશનો બાળક જ કરે.” કલ્પકે વિરોધી મંત્રીને પણ ક્ષમા અપાવી અને અહિંસા તથા સત્યનો વિજયડંકો વગડાવ્યો. રાજાએ અને પ્રજાએ એણે અપનાવેલા જૈનધર્મને સ્વીકાર્યો, આથી નંદરાજયમાં જૈનાચાર્યોનાં--જૈનશ્રમણોનાં સત્કાર અને સન્માન વધ્યાં. કલ્પકે ફરીવાર સરહદી રાજાઓને તાબે કર્યા અને મગધની સત્તાનો વિસ્તાર કર્યો. મંત્રી કલ્પકનો પરિવાર પણ વિસ્તરતો રહ્યો અને એના વંશજો ઉત્તરોત્તર મહામંત્રી પદને શોભાવતા રહ્યા. મહામંત્રી શકટાલ : નવમા નંદરાજાના સમયે મહામંત્રીપદ એ જ વંશના શકટાલ શોભાવી રહ્યા હતા. તે મહા મુત્સદી અને પ્રતાપી હતા. તેમની હિન્દ બહારના શકો પર પણ એવી ધાક હતી કે તેમનું શકટાલ” એવું સાર્થક નામ બની ગયું હતું. મગધની કીર્તિ અને સત્તા એણે દિગંતવ્યાપિની બનાવી હતી. કાશી, કૌશલ, અંગ, વત્સ, લિચ્છવી, અવન્તી વગેરે રાજયો મગધની આણ હેઠળ હતાં. બધા રાજ્યો રાજા કરતાં પણ મંત્રીશ્વરથી વધુ ડરતાં અને સાવધ રહેતાં હતાં. મંત્રીશ્વર શકટાલને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો તથા યક્ષા, ક્ષદિન્ના, ભૂતા, ભૂતદિના, સેણા, વેણા અને રેણા નામે સાત પુત્રીઓ હતી. સાતેય પુત્રીઓ બાલબ્રહ્મચારિણી અને વિદુષી હતી. દરેકની સ્મરણશક્તિ આશ્ચર્યકારક હતી. પહેલી પુત્રી એક વારમાં, બીજી પુત્રી બે વારમાં એમ અનુક્રમે સાતમી પુત્રી સાતવારમાં નહિ સાંભળેલા શ્લોકો સાંભળીને કંઠસ્થ કરી લેવામાં સમર્થ હતી. સ્થૂલિભદ્ર શકટાલનો વિદ્યાસમ્પન્ન પુત્ર હતો; પણ તે વ્યવહારદક્ષ, ચતુર અને રાજપટુ ન હતો. પિતાએ તેને આ શિક્ષણ માટે પાટલીપુત્રની બહુ જ રૂપસંપન્ન અને કલાદક્ષ ગણાતી કોશા ગણિકાને ત્યાં મૂક્યો. યુવાન સ્થૂલિભદ્ર અને કોશા પ્રેમથી મળ્યા, જાણે પૂર્વભવના સ્નેહસાગર માટે ચંદ્રિકાનો વિકાસ થતો હોય એમ મળ્યા, અને એક બીજાના આત્મીય બની ગયા. કોશાએ ગણિકાનો ધંધો છોડી દઈ કુલવધૂપણું સ્વીકાર્યું અને સ્થૂલિભદ્ર ઘેર જવાનું માંડી વાળી કોશાને ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. આમને આમ બાર બાર વર્ષનાં વહાણાં વાયાં. દિવસ ને રાત સુખ, ભોગવિલાસ, રંગરાગ, સંગીત, નૃત્ય, એશ અને આરામમાં જવાં લાગ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy