SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૫૧ અહીં પાછળ મંત્રીના બીજા પુત્ર શ્રીયકના લગ્નના દિવસો નજીક આવ્યા. મંત્રીશ્વરે પોતાના નાના પુત્રના લગ્નપ્રસંગનો પૂરો લહાવો લેવાનું વિચાર્યું. સાતે પુત્રીઓએ તો ભગવતી સરસ્વતીની માફક આજન્મ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ રાખ્યો હતો. જ્યારે મોટા પુત્ર સ્થૂલિભદ્રનો લગ્નોત્સવ નહોતો થઈ શક્યો. એટલે માતાપિતાએ શ્રીયકના લગ્નમહોત્સવને જીવનમાં પહેલો કે છેલ્લો જ ઉત્સવ માની ખૂબ તૈયારી કરી હતી. એમની ઇચ્છા હતી કે ખુદ નંદરાજાને પોતાને ત્યાં બોલાવી રાજસત્કાર કરીશું અને એ માટે ભેટરૂપે આપવા તે પોતાના મહેલમાં આભૂષણો, શસ્ત્રો વગેરે તૈયાર કરાવતો હતો. બ્રાહ્મણ-પંડિત વરરુચિને આ વાતની જાણ થઈ. શકટાલનો એ પ્રતિસ્પર્ધી હતો. પૂર્વે રાજસભામાં રાજસ્તુતિ કરતાં તેને ઇનામમાં પ્રતિદિન ૧OO સોનામહોરો મળતી. મંત્રી શકટાલે રાજા દ્વારા ઉડાવાતાં આ રોજના ધનવ્યયને યુક્તિપૂર્વક બંધ કરાવતાં તેમ જ તેના 100 સોનામહોર પોતાને ગંગામૈયા આપે છે એવા ફરેબને ઉઘાડો પાડતા, રોષે ભરાયેલા વરસચિએ આ તક સાધી. તેણે પ્રજામાં એવા સમાચાર વહેતા મૂક્યા કે, “મંત્રી શકટાલ શસ્ત્રો તૈયાર કરાવી, રાજાને મારી નાખી, સ્વયં રાજા બનવા માગે છે.'' આ સમાચાર નગરમાં ફેલાતા ફેલાતા નંદરાજાને કાને પહોંચ્યા. એણે ગુપ્તચર મોકલી તપાસ કરાવી. મંત્રીને ત્યાં આભૂષણો અને શસ્ત્રો બની રહ્યાં છે એ જાણી રાજા વહેમાઈ ગયો. આગળ-પાછળનો કોઈ વિવેક-વિચાર ન કરતાં, વહેમનો એ કીડો એના મગજને કોરી ખાવા લાગ્યો. બીજે દિવસે રાજસભામાં મંત્રી શકટાલે રાજા નંદનું વિચિત્ર વર્તન અનુભવ્યું. એ વિપરીત સમાચાર તેને મળ્યા જ હતા. રાજા નંદનું વર્તન અને ગુસ્સો તે પામી ગયો. એને પોતાના પૂર્વજ કલ્પક મંત્રી ઉપર પ્રથમ નંદરાજે કરેલા જુલમની યાદ આવી. એ કલ્પી ગયો કે પોતાની તેમ જ કુટુંબ આખાની સલામતી જોખમમાં છે. તુરત ઘરે આવ્યો. કુટુંબના ભાવિનો વિચાર કરતાં તેણે નિર્ણય કર્યો કે, કુટુંબને બચાવવા પોતે જ પોતાનું સમર્પણ કરવું. પુત્ર શ્રીયકને સઘળી વાતની જાણ કરી અને પોતાનો નિર્ણય જણાવ્યો કે, “કાલે રાજસભામાં તારે તલવારથી મારું માથું ઉડાવી દેવાનું છે.” આ સાંભળી શ્રીયક દિગમૂઢ બની ગયો. ઘણી આનાકાની કરી; પરંતુ આખરે કુળની રક્ષા માટે પિતાનો આદેશ દુભાતા દિલે તેને સ્વીકારવો પડ્યો. મંત્રીશ્વરે પણ પોતાના મોંમા કાળપુટ ઝેરની ગુટિકા રાખી લીધી. કાળમુખો એ દિવસ ઊગી ચૂક્યો. આજે રાજસભાનું વાતાવરણ સંક્ષુબ્ધ હતું. સભા ચિક્કાર ભરાઈ હતી. વરરુચિ પણ અપમાનનો બદલો વાળવાની ઇચ્છાથી આવી પહોંચ્યો હતો. શ્રીયકે આજની રાજસભાનું વાતાવરણ આવતાંવેંત માપી લીધું. એનું મન વિચારોના ઝોળે ચડ્યું. એક તરફ પિતાજીને કમોતે મારવા માટે પોતાની જાત ઉપર તિરસ્કાર છૂટ્યો ને બીજી તરફ એને પિતાજીની ભવ્ય ત્યાગવૃત્તિ, અવૈરભાવ અને કુળરક્ષાની અગમચેત દક્ષતા ઉપર માન ઉપર્યું. મંત્રીશ્વર હંમેશની માફક એ જ છટાથી રાજસભામાં આવ્યો અને નમ્યો. કિન્તુ રાજાએ સામું જોયું ન જોયું ત્યાં તો શ્રીયકે લાગ જોઈ પોતાની તલવારથી પિતાનું માથું ઉડાવી દીધું. મંત્રીશ્વરનું અરિહંત, નમો અરિહંતાણું બોલતું માથું ઊડ્યું ને ધરતી ઉપર પછડાયું. ચોગરદમ લોહીનો ફૂવારો છૂટ્યો. રાજા અને પ્રજા ચકિત થઈ આ ભયંકર દૃશ્ય જોઈ રહ્યાં. રાજાએ શ્રીયકને પૂછ્યું : “અરે, આ તે શું કર્યું!' શ્રીયકે કહ્યું : “રાજાજીને એમ લાગે છે કે મંત્રીશ્વર રાજદ્રોહી બન્યો છે, તો મારા જીવતાં નંદ | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy