SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર ) [ જૈન પ્રતિભાદર્શન રાજનો દ્રોહી જીવતો કેમ રહી શકે?” રાજાએ એની રાજભક્તિ ઉપર પ્રસન્ન થઈ પૂછ્યું : “સાચું શું છે તે કહે.” મંત્રીપુત્ર ધીરજથી યથાર્થ વાત કહી સંભળાવી. રાજા આ સાંભળી ચમકડ્યો અને બોલ્યો : “હવે તું જ મંત્રીશ્વરની જગા ઉપર બેસી જા.' શ્રીયકે કહ્યું : “મારા વડીલબંધુ સ્થૂલિભદ્ર કોશા વેશ્યાને ત્યાં છે. એમને બોલાવી એ પદ એમને આપો.” રાજાએ કોશાને ત્યાંથી સ્થૂલિભદ્રને બોલાવ્યો અને પિતાના મૃત્યુના સમાચાર કહી રાજમંત્રીપદ માટેનું નિમંત્રણ આપ્યું. સ્થૂલિભદ્રએ રાજાને કહ્યું : “મને વિચારવા દો.” રાજાએ કહ્યું : “હમણાં જ રાજઉદ્યાનમાં જઈ વિચારીને મને જવાબ આપો.' સ્થૂલિભદ્ર રાજસભામાંથી ઊઠી ઉદ્યાનમાં ગયા અને વિચારતાં ચકડોળે ચડ્યા. એમણે પહેલાં તો પિતાનું મૃત્યુ કરાવનાર ઉપર વેરનો બદલો લેવાનું ચિંતવ્યું અને વિચારો આવ્યા કે હું સત્તાધીશ બની હુકમ ચલાવીશ, રાજ્ય સુધારીશ, રાજસત્તા વધારીશ વગેરે વગેરે મનમાં આવ્યું ને ગયું. ક્ષણવારમાં બીજી બાજુના વિચારે એમનો સુપ્ત સંસ્કાર સંકોરાયો ને સંસારદેષ્ટાની વિચારધારા જ પલ્ટાઈ ગઈ. પિતાજીનું કમોત, રાજપ્રપંચ વગેરેથી એનું મન ખિન્ન બનવા લાગ્યું. રાજસત્તા અને સંસારની સુખ-સાહ્યબી એને વામણી-વાંઝણી ને નકામી દેખાવા લાગી. આત્મદશાનો અંકુર જાગૃત થતાં એમનો વિરક્ત ભાવ વધવા લાગ્યો. તે એટલો વધી ગયો કે ત્યાં જ એમણે પોતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કરી રત્નકંબલના તાતણામાંથી રજોહરણ બનાવી તે નિગ્રંથ સાધુ બની ગયા. ને “ધર્મલાભ'ના પ્રઘોષ સાથે રાજસભામાં પ્રવેશ કર્યો. મંત્રમુગ્ધ બનેલી રાજસભામાં પોતાનો નિર્ણય જાહેર કરતાં બોલ્યા : “રાજ! તમે તો મને એક જ મંત્રીમુદ્રા આપવાના હતા, જ્યારે મને તો પંચમહાવ્રતની પાંચ-પાંચ મુદ્રાઓ મળી ગઈ છે. અને તેમાંથી જ પરમપદ પ્રાપ્ત થાય છે. હું તો હવે ગુરુચરણે જાઉં છું. તમે પણ સત્યને સમજજો અને ધર્મના માર્ગે ચાલજો.” આટલું ઉચ્ચારી રાજસભામાંથી એ ધીર-ગંભીર પગલે ચાલી નીકળ્યા. શ્રી યૂલિભદ્રજીના ગયા પછી, રાજાના આગ્રહથી, મહામંત્રીનું સ્થાન શ્રીયકે ગ્રહણ કરતાં, કલ્પકના વંશજમાં જ આ સ્થાન કાયમી જળવાઈ રહ્યું. બીજી બાજુ, શ્રી સ્થૂલિભદ્રજીએ ગુરુ ચરણે જઈ પ્રવજ્યા અંગીકાર કરી અને કેટલાક સમય બાદ ત્યાગમાર્ગે જવા ઉત્સુક પોતાની સાત બહેનોને તેમ જ લઘુબંધુ મહામંત્રી શ્રીયકને પણ આચાર્ય સ્થૂલિભદ્રસૂરિએ પ્રવજ્યા-દીક્ષા આપી. આમ, આ કલ્પકકુળે પ્રતાપી જૈન મંત્રી વંશ આપીને તેમ જ શ્રી સ્થૂલિભદ્ર જેવા મહાપ્રતાપી સૂરિપુંગવ આપીને જૈન ઇતિહાસના ગૌરવમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. મહાન ધર્મપ્રચારક સમ્રાટ સમ્પતિ મહારાજા જિનશાસનમાં જૈનધર્મનો પ્રચાર-પ્રસાર કરનાર અનેક રાજાઓ થઈ ગયા, તેમાં રાજા સમ્રતિનું નામ ખાસ ઉલ્લેખનીય છે. સમ્રાટ સમ્મતિએ છત્રીસ હજાર પ્રાચીન જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, [ સવા લાખ નવા જિનાલયો બંધાવ્યાં હતાં અને સવા કરોડ (કે સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy