SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૫૩ તેણે પોતાનો પૂર્વભવ જાણીને ભૂખ્યા-દુખ્યા માટે રાજ્યમાં સાતસો દાનશાળા ખુલ્લી મુકાવી હતી. રાજા સમ્મતિએ પોતાનાં અસૂર્યપશ્યાં રાજરાણીઓ, રાજકુમારીઓ, રાજકુમારો અને સામંતોને પણ સંયમપંથે વળાવી તથા દૂરસુદૂર પ્રદેશોમાં વિહાર કરાવી જૈનધર્મનો વ્યાપક અને વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતો. તેણે આંધ્ર, તામિલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગૂર્જર, માળવા, સૌરાષ્ટ્ર, રાજપૂતાના વગેરે પ્રાતોમાં જૈનધર્મને વધુ જ્વલંત અને પ્રબળ બનાવ્યો હતો તથા ચીન, બર્મા, સિલોન, અફઘાનિસ્તાન, નેપાળ, ભુતાન વગેરે દેશોમાં જૈનધર્મનો સંદેશ પહોંચાડ્યો હતો. ઉપરાંત તેણે અવંતી (ઉજજૈન)માં પોતાના ઉપકારી આચાર્ય શ્રી સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણ સમેલન મેળવી નાનકડી આગમવાચના પણ કરાવી હતી. સમ્રાટ સમ્રતિના પરમ ઉપકારી શ્રી સુહસ્તિસૂરિ, જેઓ જિનકલ્પતુલ્ય સાધનાના સાધક શ્રી મહાગિરિસૂરિના લઘુ-ગુરુબંધુ, મહાપ્રતાપી કામવિજેતા શ્રી સ્થૂલિભદ્રસૂરિના શિષ્યરત્ન અને શ્રી વીરશાસનની શ્રમણ-પરંપરામાં શ્રી સુધર્માસ્વામીની પાટે દશમાં પટ્ટધર હતા. ' સૂરિજીનો મેળાપ અને પૂર્વભવની ઓળખ : યુવરાજ સમ્રતિ એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠો હતો. તે સમયે આ. મહાગિરિસૂરિ અને આ. સુહસ્તિસૂરિ આદિ ચતુર્વિધ સંઘ સહિત પ્રભુજીની ભવ્ય રથયાત્રા અવંતીના રાજમાર્ગે ફરતી ફરતી આવી ચઢતાં, તેણે રથયાત્રામાં આવતા આ. સુહસ્તિસૂરિને જોયા. સૂરિજીને જોતાં જ તેને વિચાર આવ્યો કે, એમને ક્યાંક જોયા છે. એ જ વિચારમાં અંતર્મુખ બની જતાં એને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું ને સાથે જ અતીતની સ્મૃતિ જાગી ઊઠી : અહો! આ તો મારા પૂર્વભવના ગુરુજી છે. સૂરિજીને ઓળખી જતાં તેના આનંદનો અવધિ ન રહ્યો. પછી પોતે નીચે આવી અહોભાવથી ગુરુજીને પ્રણામ કર્યા અને વિવેકપૂર્વક પૂછ્યું : “‘ગુરુદેવ! આપ મને ઓળખો છો?” સૂરિજી બોલ્યા : “રાજન! અવંતીપતિને કોણ ન ઓળખે?” સમ્મતિએ ફરી પ્રશ્ન કર્યો : “ગુરુવર! આ સિવાય બીજી રીતે આપ ઓળખો છો?'' સૂરિજી જ્ઞાનોપયોગ મૂકીને બોલ્યા : “હા, હા, હવે તારા પૂર્વભવને જાણી, બીજી રીતે પણ ઓળખ્યો.” ને સૂરિજીએ તેના પૂર્વભવનો સર્વ વૃતાંત કહી સંભળાવ્યો : એકવાર અમે કૌશામ્બી ગયા હતા. એ વખતે ભીષણ દુકાળ પડ્યો હતો. પરંતુ શ્રાવકસંઘ સાધુઓની પૂર્ણ ભક્તિ કરતો હતો. એક દિવસ એક ક્ષુધાતુર રંક કે જેને ભિક્ષા નહોતી મળતી, તેણે સાધુઓને ભિક્ષા મળતી જોઈને કહ્યું : “મને ખાવાનું કંઈક આપો.” શિષ્યો તેને અમારી પાસે લાવ્યા. અમે ભાવિ લાભનું કારણ જાણી કહ્યું : “તું દીક્ષા લે તો અમે આહાર આપીએ.” એ કે દીક્ષા સ્વીકારી. પછી અમે એને સારી રીતે આહાર કરાવ્યો. એણે ઘણા દિવસની ભૂખ હોય ખૂબ દાબીને ખાધું. પણ પછી તેને પેટમાં વાયુ ભરાઈ જવાથી ખૂબ દર્દ ઉપડ્યું. શ્રીસંઘે અને સાધુઓએ એની છેક સુધી સુશ્રુષા કરી અને ધર્મ પણ સંભળાવ્યો. તે સાધુધર્મની અનુમોદના કરતો દીક્ષાદિવસની પ્રથમ રાત્રિએ કાળધર્મ પામી અવ્યક્ત સામાયિકના ફળરૂપે રાજકુળમાં જન્મ્યો, જન્મતા જ એને રાજય મળ્યું અને એ રાજા થયો. રાજ! એ તું જ રાજા સમ્મતિ છે.” મૌર્યવંશ : રાજા સપ્રતિ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના વંશજ અર્થાત મૌર્યવંશી હતા. મહાન મુત્સદી પંડિત ચાણકયે નંદવંશના (નવમા) રાજાને હરાવી નંદવંશને સ્થાને મૌર્યવંશ સ્થાપ્યો. ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક કર્યો અને પોતે મહામંત્રીપદ સંભાળ્યું. રાજા ચંદ્રગુપ્ત રાજ્યનો વિસ્તાર વધારી ભારતભરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy