________________
અભિવાદન ગ્રંથ ]
[ ૩૪૯
અમૃતપાન કરાવ્યું. સૂરિજીના ધર્મોપદેશથી કપિલે ખૂબ પ્રસન્ન અને પ્રભાવિત બની શ્રદ્ધાપૂર્વક જૈનધર્મનો સ્વીકાર કર્યો.
પંડિત કપિલ ત્યારથી જૈન શ્રમણોને પોતાને ત્યાં ભાવથી નિમંત્રી, સત્સંગ અને ધર્મચર્ચા કરી જૈનધર્મ-સિદ્ધાંતોનું ઊંડું અવગાહન કરવા લાગ્યો. એકવાર કપિલે સૂરીશ્વરને ચોમાસા માટે વિનંતી કરી અને સૂરીશ્વરજી એની વિનંતીથી ત્યાં ચોમાસુ પણ રહ્યા.
આ દરમિયાન પંડિત કપિલને ત્યાં એક રૂપસમ્પન્ન બાળકનો જન્મ થયો. એનું ‘કલ્પક' એવું નામ પાડવામાં આવ્યું. એને ગળથૂથીમાં જ જૈનધર્મના સંસ્કાર મળ્યા. ત્યાં આવાગમન કરતા મુનિવરોના સંસર્ગથી પિતાની જેમ પુત્ર પણ જૈનધર્મનો પરમ અનુરાગી થયો. તે પિતા પાસેથી વેદધર્મ અને જૈનધર્મ પામ્યો. અને ક્ષમાશ્રમણો પાસેથી જૈનધર્મનો મર્મ જાણી સમભાવ, મૈત્રીભાવ, ક્ષમાભાવ અને સ્યાદ્વાદની ચતુઃસૂત્રીનો પરમજ્ઞાતા, આરાધક અને નિરૂપક બન્યો.
કપિલ પોતાના પુત્ર કલ્પકની આ સવૃત્તિ-પ્રવૃત્તિથી આનંદ અને સંતોષ અનુભવતો અને જિનધર્મનું આરાધન કરતો કરતો સ્વર્ગે સંચર્યો.
કલ્પક હવે પચીશ વર્ષનો નવયુવાન થયો છે. મુનિવરોના સતત સમાગમમાં રહે છે અને અનેક વિદ્યાઓ મેળવે છે. જ્ઞાનપ્રાપ્તિ એ જ એનો પરમ વ્યવસાય બન્યો છે. પાટલીપુત્રમાં એની વિદ્યાની તારીફ થાય છે. એના કરતાંયે વધુ એના સદાચારની, એના વિનયની, એની નમ્રતાની અને એની સાધુચરિત સજ્જનતાની ભૂરિ ભૂરિ પ્રશંસા થઈ રહી છે.
એકવાર એક વિદ્વાન બ્રાહ્મણે એને શબ્દજાળથી બાંધી એને પોતાની કન્યા પરણાવી દીધી.
નંદ રાજાએ કલ્પકની ખ્યાતિ સાંભળી હતી. રાજાએ એના જેવો વિદ્વાન, ત્યાગી, સદાચારી અને પ્રજાપ્રિય રાજ્યનો મંત્રી બને તો સારું, એમ વિચારી એને મંત્રીપદનું નિમંત્રણ આપ્યું.
પરંતુ કલ્પકે મંત્રીપદની અનિચ્છા દર્શાવતાં કહ્યું કે, ‘“એ રાજખટપટ મારા જેવા સરસ્વતીપુત્રને ન શોભે. મને લક્ષ્મી કે સત્તાનો મોહ પણ નથી. હું તો આત્મતત્ત્વની પ્રાપ્તિમાં જ જીવન વ્યતીત કરવા ધારું છું.'' રાજાએ પોતાની વાત ન છોડી અને એવી યુક્તિ રચી કે કલ્પકને મહામંત્રીપદનો સ્વીકાર કરવો જ પડ્યો.
કલ્પકે મહામંત્રીનું સ્થાન ધારણ કરી પ્રથમ નાના નાના ખંડિયા રાજાઓને વશ કર્યા. ત્યારબાદ કાશી, કૌશલ, અંગભંગ, વિશાલા, કૌશામ્બી અને લિચ્છવીઓને વશ કર્યા. આ રીતે મંત્રીશ્વર કલ્પકે મગધને એક બળવાન રાજ્ય બનાવ્યું.
કેટલાક સમય બાદ મહામંત્રી કલ્પને ત્યાં પુત્રલગ્નનો પ્રસંગ આવ્યો. તે ઉત્સવમાં રાજાને આમંત્રી મુગટ, ચામર, છત્ર અને વિવિધ શસ્રો ભેટ આપવાની કલ્પકને ઇચ્છા થઈ અને જોસભેર તેની તૈયારીઓ આરંભી. બીજી બાજુ ઇર્ષાથી બળતાં જુના મહામંત્રીએ આ તૈયારીનો અવળો જ અર્થ કરી રાજાને ભંભેર્યો : “હે રાજન! મંત્રી કલ્પક પોતે જ રાજા થવા ધારે છે. અત્યારે લગ્નપ્રસંગના બહાના હેઠળ એ શસ્ત્રો આદિ બનાવે છે અને આપને નિમંત્રીને પકડી લેવાની તૈયારી કરે છે.'' આ સાંભળી કાચા કાનનો રાજા મૂંઝાયો. તપાસ કરાવી; પણ ભયનો માર્યો એ સાચી વાત ન પામી શક્યો ને જૂના મંત્રીને
२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org