SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન આ ઉપરાંત ઉપકેશગચ્છના ૬૫મા પટ્ટધર આ સિદ્ધસૂરિના હસ્તે માંડવગઢમાં હરદેવ અને વિજયદેવના જિનમંદિરમાં ૨૪ જિનબિંબની પ્રતિષ્ઠા, જૂનાગઢમાં રા'માંડલિકના મંદિરમાં ભ મહાવીરસ્વામી, શત્રુંજય પર ત્રિભુવનસિંહના મંદિરમાં વીસ વિરહમાન ભગવાનની અને ગિરનાર પર ત્રિભુવનસિંહના પુત્ર દંડનાયક મુંજાલની દેવકુલિકામાં જિનબિંબની પ્રતિષ્ઠા થઈ હતી. કચ્છના જામ વીરભદ્રએ ૬૯મી પાટે થયેલા કક્કસૂરિ (૧૮મા)ના ઉપદેશથી પોતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી. જોધપુરમાં મંત્રી જયસાગરે સં. ૧૫૨૮માં ૭૦મી પાટે આવેલા આ૦ દેવગુપ્તસૂરિ (૧૮મા)નો પદમહોત્સવ ઉજવ્યો હતો અને ભવ પાર્શ્વનાથનું મંદિર, પૌષાલ વગેરે બનાવ્યાં હતાં. રાજા અજયપાલ અને અજારા પાર્શ્વનાથ તીર્થ -- સૂર્યવંશી રઘુરાજાના પુત્ર રાજા અજયપાલે અસાધ્ય રોગની પીડાથી રાજ્ય છોડી, શત્રુંજયતીર્થની યાત્રા કરી, દીવમાં આવી વસવાટ કર્યો. એ અરસામાં રત્નસાર નામના વ્યાપારીને સમુદ્રમાંથી ભ પાર્શ્વનાથની પ્રતિમા મળતાં તેણે એ પ્રતિમા અજયપાલને આપી. અજયપાલ આ પ્રતિમાથી અત્યંત પ્રભાવિત બની પૂજા-સેવા સાથે નિત્ય હવણ જળનો ઉપયોગ કરવા લાગ્યો. અને છ મહિનામાં તો તે નિરોગી બની ગયો. રોગમુક્ત બનતા અજયપાળે ત્યાં અજયનગર વસાવ્યું. તેમ જ જિનાલય બનાવી તેમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને મંદિરના નિભાવ માટે ૧૨ ગામ અર્પણ કર્યાં. વર્તમાનમાં સુપ્રસિદ્ધ આ અજારા પાર્શ્વનાથ તીર્થ ત્યારથી તીર્થરૂપ બન્યું છે. આ તીર્થના અનેકવાર જીર્ણોદ્ધાર થયા છે, તેમાં સં. ૧૬૬૭માં તપાગચ્છાચાર્ય વિજયદેવસૂરિની વિદ્યમાનતામાં ઉનાના વતની શ્રીમાળી કુંવરજી જીવરાજ દોશીએ કરાવ્યો હતો. નંદરાજ્યનો પ્રતાપી જૈન મંત્રીવંશ : કલ્પક, શકટાલ આદિ મંત્રીશ્વર કલ્પક : મગધસમ્રાટ શ્રેણિકના પૌત્ર મહારાજા ઉદાયી પરમ જૈન ધર્મી હતા. તેને પાટલીપુત્ર (પટણા) નગર વસાવી પ્રથમ ત્યાં જૈનમંદિર બંધાવ્યું. તેમ જ રાજમહેલ વગેરે બંધાવી મગધદેશની રાજધાની સ્થાપી. વીર સં. ૬૦ લગભગમાં તેનું મૃત્યું થયું. એને કોઈ પુત્ર ન હોવાથી મંત્રીઓએ નક્કી કર્યું કે, હાથણી જેના ઉપર કળશ ઢોળે તે રાજા બને. નંદ નામના નાઈપુત્ર ઉપર હાથણીએ કળશ ઢોળ્યો. મંત્રીઓએ તેને રાજા બનાવ્યો, જે પહેલો નંદ કહેવાયો. આ નંદવંશમાં એક પછી એક એમ નવ નંદ રાજાઓ થયા. આ નવે નંદ રાજાઓના રાજકાળમાં એક જ કુળનો મહાપ્રતાપી, શક્તિશાળી અને દુર્થાંત રાજ્યકર્તા મંત્રીવંશ થયો, જેની ખ્યાતિ આજ પણ ગવાય છે. એ કુળનો આદિ પુરુષ મંત્રીશ્વર કલ્પક હતો. મંત્રી કલ્પકના પિતાનું નામ કપિલ હતું. તે જ્ઞાતિએ બ્રાહ્મણ, બ્રહ્મતત્ત્વનો જાણકાર અને ઉપાસક હતો. એકવાર એક સમર્થ આચાર્ય પાટલીપુત્ર બાજુ વિહાર કરતાં કરતાં, તેના નિવાસસ્થાને આવી પહોંચ્યા. સાંજનો સમય હોય ત્યાં જ સ્થિરતા કરી. કપિલ વેદિવશારદ પંડિત હતો. રાતે તેણે સૂરિજી આગળ અનેક પ્રશ્નો કર્યા. સૂરિપુંગવ વિશાળ શાસ્ત્રવેત્તા અને સ્યાદ્વાદ જ્ઞાનથી પરિશુદ્ધ બુદ્ધિમાન વિદ્વાન હતા. તેઓએ કપિલના દરેક પ્રશ્નના ઉત્તર આપ્યા, તેની શંકાઓ નિવારી અને વિતરાગદેવની વાણીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy