________________
અભિવાદન ગ્રંથ 7
[ ૩૪૭
બિબની શ્રીસંઘે નૂતન જિનમંદિર બનાવી સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી.
પાટણમાં કપર્દી શાહે બંધાવેલ જિનાલયમાં ભ0 મહાવીરસ્વામીની સુવર્ણમિશ્રિત પિત્તલની પ્રતિમાની પ્રતિષ્ઠા ૪૭મી પાટે થયેલા આ૦ સિદ્ધસૂરિ (દશમ)ના વરદ્ હસ્તે કરવામાં આવી હતી. વપ્રનાગ કુળના બ્રહ્મદેવે આ કાર્યમાં મોટો સાથ આપ્યો હતો. આ પ્રતિમાજીનાં નેત્ર અતિ મૂલ્યવાન નીલમણિથી બનાવેલાં હતાં. શ્રી સિદ્ધસૂરિના શિષ્ય જંબૂનાગ મુનિએ યવનાધિપ મુમુચિ (મહમદ ગિઝની) હલ્લો લાવશે પણ તે હારી જશે વગેરે વર્ષફળ કહ્યા મુજબ સાચું પડતાં લોદ્રવાનો રાજા તણ જૈનધર્મ-પ્રેમી બન્યો હતો.
ઉપકેશગચ્છની ૪૮મી પાટે આ0 દેવગુપ્તસૂરિ (૧૧મા) થયા. સં. ૧૧૦૮માં ભિન્નમાલમાં તેમના સૂરિપદનો ઉત્સવ ઉજવાતા, તેમાં અનન્ય ધર્માનુરાગી ભેંમાશાહે ૭ લાખ દ્રમ ખરચી લાભ લીધો. તે ખૂબ જ ધનવાન હતો. તેમના ‘ગદિયાણા નામથી સિક્કા ચાલતા, આથી તેમના વંશજ “ગદઈયા' તરીકે ઓળખાવા લાગ્યા. જે આજે પણ છે.
મરોટમાં સિંહબળની બહેન રત્નાદેવીએ ૫૪મી પાટે આવેલા આ0 કક્કસૂરિ (૧૩મા)ને યોગશાસ્ત્ર'ની પ્રતિ વહોરાવી હતી. ભાયણા દેશનો રાજા સૂરિજીના પ્રતિબોધથી જૈન બન્યો હતો.
આબુની તળેટીમાં ઉંબરરાયે વસાવેલ ઉંબરણી ગામનો ચિચટગોત્રીય શાહ દેશલ દઢ જૈનધર્મી હતો. ઉપકેશગચ્છની પાટપરંપરાના ૬૪મા પટ્ટધર શ્રી દેવગુપ્તસૂરિ (સોળમા) સં. ૧૩૩માં આવે સિદ્ધસૂરિને ગચ્છનાયક પદે સ્થાપતાં, શાહ દેશલે તેનો પદમહોત્સવ ઉજવ્યો હતો. વળી, તેણે આ૦ દેવગુપ્તસૂરિ, આ૦ સિદ્ધસૂરિ આદિ આચાર્યોના હાથે (સાંનિધ્ય) સંઘપતિનું તિલક કરાવી કરોડો રૂપિયા ખરચીને સાતે મહાતીર્થોના ૧૪ વાર સંઘો કાઢ્યા હતા અને જિનમંદિર બંધાવ્યાં હતાં. તેના પૂર્વજોમાં વેસટ શાહ ઓસિયાના અને તેના પુત્ર વરદેવ કિરાટકૂપના જૈન નગરશેઠ હતા. વેસટની પાંચમી પેઢીએ થયેલ સલ્લક્ષણ પાલનપુર આવી વસ્યો હતો અને ત્યાં તેણે ભવ પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું હતું. સાતમી પેઢીએ થયેલ સંઘપતિ ગોસલ શાહ સાત તીર્થોમાં પ્રસિદ્ધ હતો. તેને આશાધર, દેશલ અને લૂણસિંહ નામે ૩ પુત્રો હતા. તેમાં આશાધર દેવગિરિ (દોલતાબાદ) જઈને વસ્યો અને વેપારમાં ખૂબ ધન અને યશ કમાયો. તેણે સં. ૧૩૫રમાં પાલનપુરમાં આ0 સિદ્ધસૂરિના ઉપદેશથી ‘ઉત્તરજઝયણસૂત્તની વૃત્તિ લખાવી. વળી, તેણે તેમ જ માંડવગઢના હરદેવ અને વિજયદેવ તથા ચિત્તોડના સોમસિંહે આ૦ સિદ્ધસૂરિના ઉપદેશથી સંઘ કાઢ્યા હતા. શાહ દેશલને સહજપાલ, સાજનપાલ અને સમરસિંહ નામે ૩ પુત્રો હતા. તેમાં સહજપાલ દાદા આશાધરને ચાર પુત્રી જ હોય પણ પુત્ર ન હોય, એ દેવગિરિ જઈ તેની ગાદી-પેઢીએ બેઠો. તેણે દેવગિરિમાં વિશાળ ભૂમિ પર ભ૦ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ તથા ભમતીમાં ૨૪ જિનની દેરીઓ અને ૪ દેવીઓની દેરીઓ બંધાવી પિતા દેશલની ઉપસ્થિતિમાં આ૦ સિદ્ધસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. દેશલનો બીજો પુત્ર સાજનપાલ પિતાની આજ્ઞાથી ખંભાત જઈને વસ્યો અને તેણે ખંભાતથી શત્રુંજયતીર્થનો સંઘ કાઢયો. ત્રીજો પુત્ર સમરસિંહ (સમરાશાહ) પિતા દેશલની સાથે પાટણ આવી વસ્યો. તેણે શત્રુંજય તીર્થનો મહાન ઉદ્ધાર કરી વિ. સં. ૧૩૭૧માં ભ0 આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી. (સમરાશાહનો વિશેષ પરિચય અન્યત્ર આપેલ છે.) દેશલ શાહના આ વંશજો દેશલહરા નામથી ખ્યાતિ પામ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org