SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રમણપરંપરામાં ઉપકેશગચ્છ અને તેની કોરંટાગચ્છ વગેરે અન્ય શાખાઓમાં થયેલા સૂરિવરોના ઉપદેશ અને પ્રભાવથી ખૂબ જ મોટી સંખ્યામાં નવા જૈનો બન્યા છે. આ જૈનો ભિન્ન ભિન્ન કારણે અને સમયે જુદાં-જુદાં ગોત્રો-જાતિથી ઓળખાતા થયા છે અને આ ગોત્રોમાંથી અનેક પેટા જાતિ-જ્ઞાતિઓ પણ નીકળી છે, જેનાં નામ વહીઓના આધારે હજાર ઉપરાંત જોવા મળે છે. તેમાંના કેટલાંક નામો આ પ્રમાણે છે : તાતેડ, બાફણા, નાહટા, જાંઘડા, બૈતાલા, પટવા, દફતરી, કણોવર-કરણાવટ, વલહીલ-વલા, રાંકા, બાંકા, શ્રીશ્રીમાલ, કુલહટ, વીરહટ, મોરિય, શ્રેષ્ઠી, સંચેતી, આઈચણા, આદિત્યનાગ, ચોરડિયા, ગુલેચ્છા, પારખ, સામસુખા, ગદઈયા, ભૂરા, ભાદ્ર, સમદડિયા, ચિંચટ, કુંભર-કુંમટ, કનોજિયા, ડિંડુલ-ડીડ, કોચર, મેહતા, લઘુશ્રેષ્ઠી, બરડિયા, બાંઠિયા, શાહ, હરખાવત, બોથરા, ફોફલિયા, મુકીમ, ધાડીવાલ, રાતડિયા, સખલેચા, કાસટિયા, કોઠારી, ખજાનચી, ખીરસરા, મિન્ની, સુઘેચા, ધાકડ, નાર, સેઠિયા, સોનેચા, વડેરા, આડેચા, હરણ, લુંકડ, હથુંડિયા, ગુન્ટેચા, રામપુરિયા, ખીરસરા, કેશરિયા, લુણિયા, ચૌધરી, પટવારી, ભંડારી, કાનુગા, શેઠ, પિત્તલિયા, કોટેચા, વાગરેચા, બોહરા, સોની, ગાંધી, માલાવત, ચમ્પાવત વગેરે. ઉપકેશગચ્છના ઉપાસકોનાં ધર્મકાર્યોની ઝાંખી શ્રીમાલનગર (ભિન્નમાલ)ના રાજા જયસેન અને અનેક ક્ષત્રિયો વગેરે ઉપકેશગચ્છની પાંચમી પાટે થયેલા આ૦ સ્વયંપ્રભસૂરિના ઉપદેશથી જૈનધર્મી બન્યા હતા. શ્રીમાલ અને પોરવાડ ગોત્રોની ઉત્પત્તિ આ સ્થાનથી થઈ છે. રાજા જયસેનના પુત્ર ચંદ્રસેને અર્બુદગિરિ પાસે ચંદ્રાવતી નામે નગર વસાવી ત્યાં ભO પાર્શ્વનાથનું જિનમંદિર બનાવ્યું હતું. આ નગર પછી ખૂબ આબાદ બન્યું હતું. તેમાં ૩૬૦ જિનમંદિરો હતાં. રાજા જયસેનના બીજા પુત્ર શિવસેને ચંદ્રાવતી પાસે શિવપુરી વસાવ્યું હતું, જે વર્તમાનમાં સિરોહી નામે વિખ્યાત છે. આ0 રત્નપ્રભસૂરિના પટ્ટધર અને ઉપકેશગચ્છની ૭મી પાટે થયેલા આ૦ યક્ષદેવસૂરિએ પૂર્વ ભારતના બંગાલ આદિ પ્રદેશોમાં વિચરી ઘણા લોકોને જૈનધર્મી બનાવ્યા હતા. પૂર્વે આ પ્રદેશના નાગજાતિના જૈનો ભવ પાર્શ્વનાથના ઉપાસક હતા. અત્યારે “સરાક’ નામે ઓળખાતી જાતિના પૂર્વજો પણ જૈન (શ્રાવક) હતા. વિક્રમની ૯મી સદીમાં આ પ્રદેશમાં વિષમ પરિસ્થિતિ સર્જાતા મોટા ભાગનાએ જૈનધર્મ છોડી દીધો હતો. છેલ્લા પચાસ વર્ષથી “સરાક જાતિના લોકો, પોતાના પૂર્વજો જૈન હોવાની જાણકારી મળતાં, પુનઃ જૈનધર્મી બનવા લાગ્યા છે. કનોજના રાજા ચિત્રાંગદે ઉપકેશગચ્છની ૧૪મી પાટે આવેલા આદેવગુપ્તસૂરિ (બીજા)થી પ્રતિબોધ પામી જિનાલય બનાવ્યું અને તેમાં સ્વર્ણમયી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. - નાગોરના શ્રેષ્ઠી નારાયણને આઈ કક્કસૂરિ (ચોથા)એ (કે તપસ્વી કૃષ્ણષિ મુનિરાજે) પ્રતિબોધિત કરી જૈનધર્મી બનાવ્યો અને તેના પરિવારનું બરડિયા ગોત્ર સ્થાપ્યું. શ્રેષ્ઠી નારાયણે નાગોરમાં ભ0 મહાવીરસ્વામીનું મંદિર બનાવ્યું. આ બરડિયા ગોત્રમાં સંઘપતિ પુનડે નાગોરથી છ’રી પાળતો યાત્રા સંઘ કાઢ્યો હતો. તે મંત્રી વસ્તુપાલનો મિત્ર હતો. આO કક્કસૂરિ (પાંચમા)ના શિષ્ય શાંતમુનિના પ્રતિબોધથી ત્રિભુવન દુર્ગપતિ જૈન બન્યો. તેણે જિનાલય બનાવી સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. મરોટની ખાઈમાંથી મળી આવેલ ભO નેમિનાથના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy