________________
અભિવાદન ગ્રંથ 7
[ ૩૪પ
ભ0 પાર્શ્વનાથની પરંપરાના સૂરિવરોના ધર્મોપાસકોની તેજ-તવારીખ
સિંહલદ્વીપના જૈનધર્મી રાજા : ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભદત્તના પટ્ટધર આ0 હરિદત્તસૂરિના શિષ્ય શ્રી લોહિયાચાર્ય દક્ષિણ ભારતમાં ઘણો સમય વિચર્યા. તેમણે પોતાની અમોઘ દેશના અને ચારિત્રના પ્રભાવે લંકા સુધી જૈનધર્મનો પ્રસાર કર્યો હતો. બૌદ્ધભિક્ષુ ધનસેન વિરચિત મહાવંશકાવ્ય'માં ઉલ્લેખ છે કે ઇ. સ. પુર્વે લગભગ ૪૩૭માં સિંહલદ્વીપના રાજા અનુગાનયે અનુરાધપુરમાં પોતાની રાજગાદી સ્થાપી અને ત્યાં નિર્ઝન્ય મુનિઓ માટે ગિરિ નામનું સ્થાન બનાવ્યું. એ સમયે સિંહલદ્વીપમાં શ્રી લોહિયાચાર્ય પરિવારના જૈન નિગ્રંથો વિચરતા હતા. ત્યાંનો રાજા પણ જૈનધર્મી હતો. રાજાએ એક જિનમંદિર બંધાવ્યું હતું, જે નિર્ગસ્થ કુમ્બન્ધ મુનિના નામથી વિખ્યાત બન્યું હતું.
પરમ જૈન રાજા પ્રદેશી : ભ0 મહાવીરસ્વામીના સમયમાં ભ0 પાર્શ્વનાથની શ્રમણ પરંપરામાં ચોથી પાટે ગણનાયક શ્રી કેશીસ્વામી થયા. તેમનાં વરદ્ હસ્તે રાજા પુણ્યપાલે (નૂનપાલે) મુંડસ્થલમાં ભ0 મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી અને તેઓના સદુપદેશથી જૈતામ્બિકાનો કટ્ટર નાસ્તિક રાજા પ્રદેશી જૈનધર્મ સ્વીકારી પરમ ધર્મોપાસક બન્યો હતો. શ્રી કેશીસ્વામી અને ભ0 મહાવીરસ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી વચ્ચેનો સંવાદ અને શંકાનિવારણનો પ્રસંગ ખૂબ જાણીતો છે. શ્રી કેશીસ્વામીનો શ્રમણસંઘ જે “પાર્થાપત્ય' તરીકે ઓળખાતો હતો તે “ઉપકેશગચ્છ' નામથી પણ ઓળખાવા લાગ્યો, અર્થાત્ ભવ પાર્શ્વનાથની શ્રમણપરંપરા ઉપકેશગ' તરીકે પ્રચલિત બની.
રાજાદિ ૧,૮0,000 જૈનધર્મી બન્યા : શ્રી કેશ સ્વામીના પ્રપટ્ટધર આવે રત્નપ્રભસૂરિના સમયમાં શ્રીમાલનગર (ભિન્નમાલ)ના રાજકુમાર સુરસુંદર (ઉપલદેવ) અને મંત્રીપુત્ર ઉડે ‘ઉપકેશનગર વસાવ્યું, જે વર્તમાનમાં “ઓસિયા' નામે સુપ્રસિદ્ધ છે. આ0 રત્નપ્રભસૂરિના અનન્ય પ્રભાવ, ઉપકાર અને ઉપદેશથી ઉપકેશનગરના રાજા ઉપલદેવ, મંત્રી ઉહડ તેમ જ ક્ષત્રિયો વગેરે હિંસાદિનો ત્યાગ કરી જૈનધર્મી બન્યા હતા. જેની સંખ્યા ૧,૮0,OOOની હતી. આ સૂરિવરના ઉપદેશથી એક શેઠે (ક મંત્રીએ) જૈનમંદિર બનાવી વીરનિર્વાણ સં. ૭૦માં સૂરિજીના હાથે ભO મહાવીરસ્વામીની મહા ચમત્કારી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, ત્યારથી આ સ્થાન (ઓસિયા) તીર્થરૂપ બન્યું છે. અહીંના રાજાએ પણ નગરની પહાડી ટેકરી) પર શ્રી પાર્શ્વનાથનું વિશાળ જિનાલય અને દેવી સચ્ચયિકાની દહેરી બનાવતાં, જેની વિ. સં. ૭૭માં આ૦ રત્નપ્રભસૂરિ અને તેમના શિષ્ય કોરટાગચ્છના પ્રવર્તક આ૦ કનકપ્રભસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. રાજ્યની અધિષ્ઠાયિકા પાદ્રદેવી ચામુંડાને પણ આ0 રત્નપ્રભસૂરિએ હિતોપદેશ આપી સમકિતી બનાવી અને સચ્ચિકા (સચ્ચયિકા) દેવી નામ આપી ઉપકેશવંશ (ઓસવાલ)ની કુલદેવી તરીકે સ્થાપિત કરી.
ઉપકેશવંશ-ઓસવાલ અને વિવિધ ગોત્રોની સ્થાપના : ઉપકેશનગરના આ નૂતન જૈનધર્મીઓ (મહાજન) સમય જતાં, ઉપકેશનગરના હોવાથી, ઉપકેશવંશ' તરીકે પ્રસિદ્ધિ પામ્યા; અને આગળ જતાં ઉપકેશનગર “ઓસિયા' નામથી ઓળખાતાં, ત્યારથી ઉપકેશવંશના જૈનો “ઓસવાલ” તરીકે ઓળખાવા લાગ્યા છે. વહીઓમાં એવો ઉલ્લેખ મળે છે કે આ0 રત્નપ્રભસૂરિના ઉપદેશથી ઉપકેશપુર અને અન્ય સ્થાનોમાં મળી કુલ ૧૪ લાખ નવા જૈનો બન્યા હતા. સાર વાત એ છે કે ભ૦ પાર્શ્વનાથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org