________________
૩૪૪ ]
ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકો
રાજાઓ મગધસમ્રાટ શ્રેણિક, મગધપતિ કોણિક (અજાતશત્રુ), મગધરાજ ઉદાયી, વૃજીસંઘના ગણનાયક વિશાલાપતિ મહારાજા ચેટક, કાશીદેશના ગણરાજા શંખ, અવન્તીપતિ ચંડપ્રદ્યોત, અંગદેશના રાજા દધિવાહન, સુદર્શનનગરના રાજા યુગબાહુ, પોલાસપુરના રાજા વિજયસેન, કુંડગ્રામપતિ (ક્ષત્રિયકુંડના) ગણરાજા નંદિવર્ધન, કૌશામ્બીપતિ શતાનિક, આમલકપ્પાના રાજા સેત, શ્વેતાંબિકાના રાજા પ્રદેશી, પાવાપુરીશાસક ગણરાજા હસ્તિપાલ, કુરુદેશના રાજા અદિતશત્રુ, ઋષભપુરના રાજા ધનબાહુ, વીરપુરના રાજા કૃષ્ણમિત્ર, વિજયપુરનરેશ વાસવદત્ત, સોગંધિકાપતિ અક્ષતિહત, કનકપુરના રાજા પ્રિયચંદ્ર, મહાપુરના બલરાજા, સુઘોષનગરના રાજા અર્જુન, ચપેશ દત્ત, કોશલરાજ મિત્રાનંદિ વગેરે અનેક રાજા-મહારાજાઓ સપરિવાર ભ૦ મહાવીરસ્વામીના અનન્ય ઉપાસકો હતા. (આ રાજાઓ ઉપરાંત અનેક મંત્રીઓ, રાજકારભારીઓ, ક્ષત્રિયો, બ્રાહ્મણો, શેઠ-શાહુકારો વગેરે સપરિવાર પણ ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકો હતા.)
[ જૈન પ્રતિભાદર્શન
ભાવિ તીર્થંકરો : ભ૦ મહાવીરના શાસનમાં (સમયમાં) ૧,૫૯,૦૦૦ વ્રતધારી શ્રાવકો અને ૩,૧૮,૦૦૦ વ્રતધારી શ્રાવિકાઓ હતાં. એ સમયમાં ૯ વિભૂતિઓ એવી હતી કે જે આગામી ચોવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થંકર થનાર છે, જેનાં નામ આ પ્રમાણે છે : (૧) મગધસમ્રાટ શ્રેણિક, (૨) ભગવાનના કાકા સુપાર્શ્વ, (૩) મગધરાજ ઉદાયી, (૪) પોટ્ટિલ અણગાર, (૫) દૃઢાયુ શ્રાવક, (૬) શંખ શ્રાવક, (૮) સુલસા શ્રાવિકા અને (૯) રેવતી શ્રાવિકા.
દશ ઉપાસકો : ભ મહાવીરસ્વામીના દશ ઉપાસકોનું વર્ણન ‘ઉપાસકદશાંગ’સૂત્રમાં આપવામાં આવ્યું છે. એ દશ ઉપાસકો (શ્રાવકો)નાં નામ આ પ્રમાણે છે : ૧. આનંદ, ૨. કામદેવ, ૩. ચુલણીપિતા, ૪. સુરદેવ, પ. ચુલી (નાનો) શતક, ૬. કુંડકોલિક, ૭. શકડાલ(સદ્દાલ)પુત્ર, ૮. મહાશતક, ૯. નંદનીપિતા અને ૧૦. શાલિહી(તેતલી)પિતા.
(નોંધ : ભ૦ મહાવીરસ્વામીના સમયના કેટલાંક પુન્યવાનોના પરિચય આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલ છે.)
રાજકુમારી જયંતી : કૌશાંબીના રાજા શતાનિકની બહેન જયંતી અનન્ય ધર્મોપાસિકા હતી. તેણે પોતાનું એક ભવન (મકાન) શ્રમણોને ઊતરવા-રહેવા માટે અલાયદું રાખ્યું હતું. આથી રાજકુમારી જયંતીને ભ૦ મહાવીરસ્વામીના શાસનમાં સાધુઓને સહુપ્રથમ ઉતારો-મકાન આપનારી દર્શાવી છે. તેનામાં ધર્મતત્ત્વને જાણવાની તીવ્ર જિજ્ઞાસાવૃત્તિ હતી. ભ૦ મહાવીરની પર્ષદામાં તે વિવિધ પ્રશ્નો પૂછી ગહન જ્ઞાન પ્રાપ્ત કરતી. પ્રાંતે તેણે ભ૦ મહાવીરસ્વામી આગળ દીક્ષા અંગીકાર કરી હતી.
શ્રાવક દેવચંદ્ર અને ભદ્રેશ્વર તીર્થ : વી-નિર્વાણ સંવત ૨૩માં દેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં ભ∞ પાર્શ્વનાથનું જિનાલય બનાવી ગણધર શ્રી સુધર્માસ્વામી કે તેમના કોઈ શિષ્યના વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org