SearchBrowseAboutContactDonate
Page Preview
Page 965
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૬ ] આદર્શ શ્રાવકોના આદર્શ પ્રસંગો —પંન્યાસી ભદ્રેશ્વરવિજયજી ગણિવર્ય ગુલાબ અને અત્તરની જેમ મઘમઘતા આ વર્તમાનકાલીન સત્ય પ્રસંગો અવર્ણનીય, અદ્ભુત અને અનોખા આનંદને અર્પે છે. ઘટનાઓ જ્યારે વર્તમાનકાલીન હોય અને સત્ય હોય તો વાંચનાર એમાં ખરેખર લીન બની જાય છે અને ચિંતાઓ, ઉપાધિઓ અને સઘળાં દુ:ખોને ભૂલી જાય છે. તેમાંયે જો દૃષ્ટાંતો ધાર્મિક અને સાત્ત્વિક હોય તો તો એ વાંચકોને કાંઈક ઊંચું જીવવાનો ઉલ્લાસ ઉત્સાહ અને બળ આપી રહે છે. એવું પ્રેરક સાહિત્યવાંચન શરૂ કર્યાં પછી વાંચનારને મૂકવાનું મન થતું નથી. [ જૈન પ્રતિભાદર્શન પ્રેરક પ્રસંગો આબાલવૃદ્ધ સહુને ગમે છે. આ લેખશ્રેણી લખનાર પૂ. પં. શ્રી ભદ્રેશ્વરવિજયજી મહારાજશ્રીને પણ અવનવા અદ્ભુત અલબેલા પ્રસંગો જાણવાસાંભળવા મળ્યા તેથી આનંદ સાથે તેમની પણ શ્રદ્ધા વધી અને તેમની આરાધનામાં પ્રાણ પુરાયો!!! પૂજ્યશ્રીને એ વાતની પાકી અનુભૂતિ થઈ છે કે આજના હડહડતા કળિયુગમાં પણ શ્રદ્ધાથી ધર્મારાધના કરનારા ઘણાએ ચમત્કારો સાક્ષાત્ અનુભવ્યા છે! જિનશાસન અને મહાપુરુષોનો એ જબ્બર પ્રભાવ રહ્યો છે કે આજના વિલાસી વાતાવરણમાં પણ કેટલાક દિવ્ય માનવો દિલથી ઊંચો ધર્મ આચરી રહ્યા છે. જૈન સમાજ એ ગુણગ્રાહી સમાજ છે~~~ઊંડે ઊંડે પણ ગુણો, સદાચાર વગેરે આપણને ખૂબ જ ગમે છે. તેથી જ ખૂબ જ સાદી ભાષામાં ટૂંકાં છતાં અજોડ દૃષ્ટાંતો ઘણાને ખૂબ જ ગમી ગયાં. જૈન આદર્શ પ્રસંગોના પુસ્તકના ચાર વર્ષમાં ચાર ભાગ પ્રગટ કર્યા———પ્રથમ ભાગની આઠ આવૃત્તિ સાથે હજારો નકલો છપાઈ!!! વાંચકોને આ બધા પ્રસંગો એટલા ગમ્યા છે કે કેટલાકે તો વ્યાખ્યાન, સ્નાત્ર વગેરેમાં પુસ્તિકાની પ્રભાવનાઓ કરી. પૂજ્યશ્રીનું આ મોટામાં મોટું યોગદાન ગણી શકાય. વાણિજ્યની સ્નાતક પદવી પામેલા આ પૂજ્યશ્રીએ સં. ૨૦૨૫ના માગસર વદિ ૩ના દીક્ષા અંગીકાર. કરી. સંસારી વતન અમદાવાદ. પોતાને મોક્ષરુચિ પ્રગટવાથી અને બહોળાં ધાર્મિક વાંચનથી અનેકોને આવું સુંદર વાંચન કરાવી પુણ્ય અને ધર્મમાં અનેકોને આગળ વધાર્યા છે. પૂજ્યશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી આદર્શ કથાઓ સાથે જ અનેકોને ઊંડી અસર કરી જાય છે. -સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy