SearchBrowseAboutContactDonate
Page Preview
Page 966
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૧૭ પૂજાનો મનોરથ જયવંતા શ્રી જિનશાસનમાં આજે પણ કેવાં ઉત્તમ શ્રાવકરત્નો મળે છે! શ્રી સિદ્ધાચલથી થોડે દૂર ટીમાણા નામનું ગામ છે. ત્યાં એક યુવાન દંપતી રહેતાં હતાં. કારતકી પૂનમે પાલિતાણા યાત્રા કરવા ગયાં. ધર્મપત્નીને દાદાની પહેલી પૂજા કરવાનો શુભ ભાવ થયો. પતિને વાત કરી. ૫૦૦ મણ સુધી પતિ ચડાવો બોલ્યો પણ પાલીતાણામાં તો ભારતભરમાંથી હજારો યાત્રાળુ આવે. લાભ ન મળ્યો. પત્ની કહે આપણું પુણ્ય નથી, કાલે લાભ અપાવજો.' બીજે દિવસે પણ ૫૦૦ મણ બોલવા છતાં ચડાવો ન મળ્યો. પત્નીએ નક્કી કર્યું કે આપણે રોજ આવવું અને પૂજાનો ચઢાવો બોલવો. પણ, રોજ કોઈ ને કોઈ ભાવિક આવી જાય છે અને વધુ ચડાવો બોલીને પૂજાનો લાભ લે છે. એમ પોષ સુદ ૫ સુધી ૫૦૦ મણ બોલવા છતાં લાભ મળતો નથી. બેન રડે છે કે મેં કેવા પાપ કર્યો હશે કે આટલા બધા દિવસ થવા છતાં મારી ભાવના સફળ થતી નથી. પતિને તે કહે છે કે હવે કોઈ પણ હિસાબે કાલે તો પૂજા કરવી જ છે. યુવાને પણ મૂડી વધુ ભેગી કરીને નક્કી કર્યું કે ૧૫00 મણ સુધી બોલીને પણ શ્રાવિકાની શુભ ભાવના પૂરી કરીશ. છઠ્ઠના દિવસે ઉપર પહોંચ્યાં. ચડાવો બોલાવા માંડ્યો. તે દિવસે એક સંઘ આવેલો. એ સંઘપતિએ પણ પહેલી પૂજા કરવાનું નક્કી કરેલું. ક્રમશઃ તે ૧૫૫૧ મણ બોલ્યા. ચડાવો તેમને મળ્યો. પત્ની પતિને પ્રાર્થના કરે છે કે આ શેઠને વિનંતી કરી કે મને પહેલી પૂજા કરાવે. યુવાન કહે છે કે ઘી એમનું છે, આપણે કેવી રીતે કહેવાય? પણ પત્ની માનતી નથી. અતિ આગ્રહને કારણે યુવાને સંઘપતિને પ્રાર્થના કરી કે કૃપા કરી મારી પત્નીની ઘણા દિવસોની ઇચ્છા પૂર્ણ કરાવો.બધી વાત કરી. એટલામાં પત્ની ત્યાં દોડતી આવી. સંઘપતિને હાથ જોડીને કહે છે કે “શેઠજી! આપ કહો તે કરીશ પણ આજે પહેલી પૂજા મને કરવા દો.......” શેઠે કહ્યું કે એક શરતે હા પાડું. યુવાન કહે કે અમે સામાન્ય માણસો છીએ. અમારી શક્તિ હશે તો શરત પૂર્ણ કરીશું. શેઠે કહ્યું કે જીવનભર બ્રહ્મચર્ય વ્રત લો તો લાભ તમને આપું. યુવાન વિચારમાં પડી ગયો. પણ પત્નીને પૂજાનો જોરદાર ભાવ. પતિને વિનવણી કરી કે તમે હા પાડી દો. ભાગ્યશાળીઓ! જુવો, તે કેવી શ્રાવિકા કે પૂજાનો લાભ લેવા ભરયુવાનીમાં ચોથું વ્રત લેવા તૈયાર થઈ ગઈ! અને પતિને પણ ખૂબ આગ્રહ કરે છે. પત્નીની અતિ આજીજીને કારણે પતિ સંમત થયો. દાદા પાસે દંપતીએ અભિગ્રહ લીધો. - હવે શેઠ કહે છે કે હવે તમે પૂજા કરો પણ મારી તમને એક પ્રાર્થના છે. યુવાન કહે છે કે આટલું કઠિન વ્રત સ્વીકાર્યું, હવે પાછું શું બાકી રહ્યું છે? ત્યારે શેઠે કહ્યું કે પહેલી પૂજાની મારી ઇચ્છા હતી, તેથી સોનાની વાડકી અને થાળી બનાવરાવી સાથે લાવ્યો છું. તેનાથી પૂજા કરો. પત્ની કહે છે કે મારી શરત સ્વીકારો તો તમારી થાળી-વાડકીથી પૂજા કરું. શેઠ ચિંતામાં પડ્યા. પણ થાળી-વાડકીથી પૂજાનો લાભ લેવરાવો હતો તેથી તે બહેનને ઇચ્છા પૂછી. બહેને કહ્યું કે સંઘ સાથે મારા ઘરે પગલાં કરો, તો તમારી વાડકીથી પૂજા કરું! લાભ લેવા શેઠે હા પાડી. બહેને ખૂબ ભાવથી દાદા આદિનાથજીની પૂજા કરી. સંઘ પધારવાનો છે તેથી દંપતી સીધાં ઘરે જાય છે. આંગણામાં ગાય કૂદવા માંડી. પત્નીના કહેવાથી | પતિ ત્યાં ગયો. જોયું : ખીલો ઉખડી ગયો છે ને ત્યાં કોઈ વસ્તુ ચમકે છે. તપાસ કરતાં જમીનમાંથી ચરુ ૧૦3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy