________________
અભિવાદન ગ્રંથ |
( ૪૧૫
( પાટણના કપર્દીની સાધના ) પાટણમાં કપર્દી નામનો ગરીબ જૈન વસતો હતો. ફેરીનો ધંધો કરતો અને રાતે ઉપાશ્રયે પ્રતિક્રમણ કરીને સૂઈ જતો.
એક વખત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજા ત્યાં વિદ્યમાન હતા. જિનધર્મના ચુસ્ત આરાધક અને ભક્ત કપર્દીની કારમી ગરીબી ધર્મકાર્યોમાં વિશેષ પ્રગતિ કરવા દેતી નથી તેવું તેમણે જાણ્યું. આ માટે સૂરિજીએ તેને ભક્તામર સ્તોત્રની અગિયારમી ગાથા (દષ્ટવા ભવંતમનિમેષ....) ત્રણેય કાળ ૧૦૮ વાર ભાવપૂર્વક બોલવાનું સૂચન કર્યું. આ વિધિ અખંડિતપણે છ માસ સુધી કરવાનું અને તેની સાથે એકાશન, સંથારે શયન, પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવા જણાવ્યું.
કપર્દીએ યથાવિધિ આરાધન પૂર્ણ કર્યું. છેલ્લા દિવસે ચકેશ્વરી દેવી પ્રગટ થયાં. તેમણે કપર્દીને કહ્યું કે, “કાલે કોરા ઘડા તૈયાર રાખવા. મારું દૂધ તેમાં ભરી દેવું, તે બધું સોનું થઈ જશે.'' કપર્દીએ અધમણિયા બત્રીસ ઘડા તૈયાર કરીને મૂકી દીધા. દરેકમાં દેવીએ આપેલું દૂધ ભરવામાં આ, કપર્દીએ વિનતિ કરી કે, “બત્રીસમા ઘડાનું દૂધ જેમનું તેમ જ રખાય તો સારું. જો એ દૂધનો અક્ષયકુંભ બને તો તેના વડે ચતુર્વિધ સકળ સંઘની ભક્તિ કરી શકું.”
દેવીએ તે વાત કબૂલ કરી. મહાધનાઢ્ય બની ગયેલા કપર્દીએ દૂધપાક-પૂરીના ભોજનાથી ચતુર્વિધ સંઘની ભક્તિ કરી.
( રામલાલ બારોટ અને તીર્થરક્ષા ) ગૂર્જરેશ્વર કુમારપાળની રાજગાદી ઉપર ચડી બેઠેલો રાજા અજયપાળ, ગૂજરશ્વરની ધાર્મિકતાની જીવંત સાક્ષી રૂપે ઊભેલાં જિનમંદિરોને ધરાશયી કરવાના જાણે શપથ લઈ ચૂક્યો હોય તે રીતે એક પછી એક જિનમંદિરને ધૂળભેગું કરતો તારંગાતીર્થને ઘરતીનશીન કરવા માટે આગળ ધસી રહ્યો હતો.
એના રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાંના જૈનો ભારે ધર્મપ્રેમી. તારંગાની રક્ષા માટે વિચાર કરવા આખો સંઘ એકઠો થયો. આખી રાત વિચારણા કરી પણ કોઈ ઉપાય ન જડ્યો. એ વખતે રામલાલ નામના એક બારોટે તીર્થ કાનું બીડું ઝડપ્યું. સંઘે એનાં બાળબચ્ચાં વગેરે કુટુંબીજનોની કાયમી સંભાળ રાખવાની જવાબદારી માથે લીધી. રામલાલ બારોટને સહુએ તિલક કર્યું. યુવતીઓએ આશિષ આપી. રામલાલે નાટક-મંડળી તૈયાર કરી. બીજા માણસો દ્વારા આ નાટક-મંડળીની ભારે પ્રશંસા અજયપાળ પાસે કરાવી. અજયપાળે રામલાલનું નાટક જોવાની ઇચ્છા દર્શાવી. રામલાલ બારોટે અજયપાળ સમક્ષ ઉપસ્થિત થઈને કહ્યું, “રાજ! નાટક તો આપને જરૂર બતાવીશ, પણ મારી બે શરત પાળવી પડશે : (૧) નાટકમાં જે કાંઈ આવે તે જોવું જ પડશે. અને (૨) નાટકના અંત સુધી ઉઠાશે નહિ.”
રાજાએ શરતો કબૂલ કરી. રાત્રે દશ વાગ્યે નાટક શરૂ થયું.
એના પહેલા અંકમાં આપ-બળે અઢળક સંપત્તિ પ્રાપ્ત કરીને શ્રીમંત થયેલો એક યુવાન દેખાડ્યો. ગુરુ-ઉપદેશે એણે જિનમંદિર બનાવ્યું. ભારે ઠાઠથી અને આંતરમસ્તીથી એ ધનાઢ્ય માણસને રોજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org