SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન ( તપસ્વી કષ્ણર્ષિની તેજસ્વીતા ) કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિજી થયા. તેમના ગુરભાઈ કૃષ્ણર્ષિ હતા. તેઓ વર્ષમાં ૩૬ દિવસથી વધુ દિવસ ખોરાક લેતા નહિ. શેષ તમામ દિવસો ઉપવાસ કરતા. આથી તેમના શરીરની તમામ વસ્તુ– મળ, મૂત્ર, પસીનો. થુંક વગેરે—ઔષધ બની ગયેલ હતાં. તેમના ચરણના પ્રક્ષાલનના પાણીથી સર્પવિષ દૂર થઈ જતું. નાગોરથી ભિન્નમાલ સુધીમાં તેમણે જ્યાં જ્યાં પારણાં કર્યા ત્યાં ત્યાં ભક્તોએ નવું જિનાલય બનાવ્યું હતું. તેમના તપથી પ્રભાવિત થઈને અનેક જૈનેતર રાજાઓ તથા શ્રીમંતોએ જૈનધર્મ સ્વીકાર્યો હતો. અનેક બ્રાહ્મણોએ જૈન-દીક્ષા લીધી હતી. કૃષ્ણર્ષિ ઘણો સમય મશાનમાં બેસીને ધ્યાનમાં રહેતા હતા. ( ઉદો વાણિયો અને સાધર્મિક ભક્તિ ) એ અતિ ગરીબ હતો, ઉદો. ગરીબીનો ઉપાય કરવા માટે તે કર્ણાવતીમાં આવ્યો. ન કોઈ ઓળખ, ન કોઈ લાગવગ. કયાં જાય? એ સીધો દેરાસરે ગયો. તેની સાથે તેનું આખું કુટુંબ હતું. બધાંએ મંદિરમાં ચૈત્યવંદન કર્યું. ખૂબ સુંદર રીતે સ્તવન બોલ્યા, સ્તુતિ કરી, પચ્ચક્ખાણ કર્યું. પ્રભુભક્તિમાં ભાવવિભોર બનેલા કુટુંબના એકાદ પણ સભ્યને પેટની આગ જણાઈ નહિ. - જ્યારે તેઓ મંદિરમાંથી બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીબાઈ નામની ડોશીમા તેમની બધાની સાધર્મિકભક્તિ કરવા માટે ઘેર લઈ ગયા. ડોશીમા ધનવાન તો હતાં પણ ખૂબ ઉદાર દિલનાં હતાં. તેમણે એવી સુંદર આગતા-સ્વાગતા કરી કે ઘણા વખતે આજે આખા કુટુંબે પેટમાં ટાઢક અનુભવી. ઉદ્યો ડોશીમાના ભોજનથી ધરાયો હતો તે કરતાં વધુ તો તેના વાત્સલ્યથી ધરાયો હતો. અધૂરામાં પૂરું ડોશીમાએ પોતાના જ બાજુના ઘરમાં ત્રણ મહિના સુધી રહેવાની વાત કરી. તે દરમિયાન કોઈ ધંધો જામી જાય તો બીજું ઘર લઈને ત્યાં રહેવા જવાની ગોઠવણ કરી શકાય. ડોશીમાની અંતરની દુવાથી બધા પાસા પોબાર પડ્યા. ત્રણ મહિનાની આવક દ્વારા ઉદાએ ડોશીમાનું એ જ ઘર ખરીદી લીધું. મકાનને પાડી નાખીને નવેસરથી પાયો ખોદતાં સોનામહોરો, રત્નો વગેરેથી ભરપૂર ચરૂ નીકળ્યો. ઉદાએ ડોશીમાને સોંપ્યો. તેમણે સાફ ના પાડી : “મેં જમીન સહિત મકાન વેંચી નાખ્યા પછી આ ચરૂ ઉપર મારો હક કદી ન હોઈ શકે.'' ડોશીમાનો આ ન્યાય હતો. ઉદો રાજસભામાં ગયો. સિદ્ધરાજ જયસિંહે આનો ન્યાય કરવા માટે મહાજનને બોલાવ્યું. મહાજને ફેંસલો આપ્યો કે તે ધનની માલિકી ઉદાની જ ગણાય. ઉદાએ મહાજનનો ફેંસલો શિરોમાન્ય તો કર્યો પણ એ બધા ધનમાંથી ભવ્ય જિનાલય બનાવી દીધું. આથી ઉદાનો યશ ચારે બાજુ પ્રસરી ગયો. એના કારણે એનો ધંધો ખૂબ વધુ જામી ગયો. તેણે રહેવા માટે મોટું મકાન લીધું. ધનવાન ઉદો ઉદયન શેઠ બન્યો. રાજા કર્ણદેવના મૃત્યુ બાદ સિદ્ધરાજે તેને મંત્રીપદે બેસાડ્યો. ઉદયન શેઠ હવે ઉદયન મંત્રી થયો. એની જિનધર્મ પ્રત્યેની આસ્થા અભુત હતી. એ દેવ-ગુરુનો પરમ [ ભક્ત હતો. એની ધર્મખુમારી તો અનોખી જ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy