SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પર ર ] [ જૈન પ્રતિભાદર્શન હતો. તદુપરાંત દેવ પણ પ્રસન્ન થયા હતા. ચારિત્ર પાળીને ૧૨મા દેવલોકે ગયા. ત્યાંથી આયુષ્યપૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર અંગીકાર કરી રત્નત્રયીની આરાધનાને અંતે કર્મક્ષય દ્વારા મોક્ષે સિધાવશે. આ ભવમાં જ ધમ્મિલકુમારે આયંબિલતપના પ્રભાવથી સમૃદ્ધિ મેળવીને કલ્યાણ કર્યું. વ્રત પચ્ચકખાણનો મહિમા સિદ્ધ કરનાર ધમિલકુમારના વ્યક્તિત્વની એક સોનેરી શિખામણ. રીપૂર્વજન્મમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાં પણ વ્રતપાલનમાં અડગ રહીને માંસાહાર દામન ' Uકર્યો નહીં. ત્રણ દિવસનું અનશન કરીને આયુષ્ય પૂર્ણ થતાં શ્રેષ્ઠિપુત્ર તરીકે જન્મ થયો. પરિવારના સભ્યોનું મરણ થતાં સાગરદત્ત શેઠને ત્યાં નોકરીમાં રહ્યો. એક વખત મુનિભગવ સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનથી ભવિષ્યવાણી કરી કે દામનક આ શેઠના ઘરનો માલિક થશે. શેઠે દામનકને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા પણ તે બચી ગયો અને શેઠનો જમાઈ બન્યો. પુનઃ શેઠે તેને મારી નાખવાના પ્રયત્નો કર્યા ત્યારે શેઠનો પુત્ર જ હણાઈ ગયો અને અંતે શેઠના ઘરનો માલિક દામનક થયો. રાજાએ તેનો નગરશેઠની પદવી આપી સન્માન કર્યું. ગુરુવાણીથી પૂર્વજન્મની વાત જાણી સમકિત પામી અંતે આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ગયો. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈને આરાધના કરી કર્મક્ષય દ્વારા મોક્ષસુખમાં બિરાજમાન થશે. પચ્ચકખાણ ભાષ્યમાં વ્રતાધારક બે મહાપુરુષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે નીચે મુજબ છે. “પચ્ચકખાણસ્સ ફલ ઇહ પરલોએ હોઈ દુવિહતું ઈહલોએ ધમ્મિલાઈ, દામનગ માઈ પરલોએ ૪૭ળા પચ્ચકખાણ-મિલાં સે વિઊણ ભાવેણ જિણવરદિઠું પત્તા અસંત જીવા સાસય સુખ અણાવાહ ૪૮ ઉદયન રાજર્ષિ Sોરાજર્ષિ તરીકે ચારિત્ર સ્વીકારનાર ભગવાન મહાવીરના સમયના છેલ્લા 'Jરાજર્ષિ ઉદયન. પર્વાધિરાજ પજુસણના ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં ક્ષમાપનાના સંદર્ભમાં ઉદયન રાજા અને ચંડપ્રદ્યોતનની ક્ષમાપનાનું પ્રતિ વર્ષ ગુરુ ભગવંતો સ્મરણ કરાવીને વેરઝેર ને તેનાથી ઉદ્ભવતા કાળાકેરને દૂર કરવાની ને માનવભવને સાર્થક કરવાની સોનેરી શિખામણ આપે છે. એવા ઉદયન રાજર્ષિએ પણ ચારિત્ર અંગીકાર કરી કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધશીલા વિષે બિરાજમાન થયા. રાજકુળના વૈભવવિલાસ ને ખટપટમાં રાચવા છતાં ત્યાગનો રાજમાર્ગ સ્વીકારી આત્મકલ્યાણ કરનારા પ્રતિભાશાળી ઉદયન રાજર્ષિનું પુણ્ય શ્લોક તરીકે સ્મરણ જીવનમાં અભિનવ ચૈતન્ય પ્રગટાવે છે. ટિ, દઢ પ્રહારી ડી યજ્ઞદત્ત બ્રાહ્મણનો પુત્ર. ગૌ-નારી બાળક મુનિ, ચઉહત્યા કરનાર યાત્રા કરતાં *"કાર્તિક પાપ ન રહે લગાર. ચાર જીવોની કણ હત્યા કરનાર દેઢપ્રહારી પણ તીર્થાધિરાજ શત્રુંજયની પતિતપાવન ભૂમિમાં પદાર્પણ કરીને મુક્તિને પામ્યા. એમનું હૃદયદ્રાવક પરિવર્તન હિંસક એવા દઢપ્રહારી મહાત્માના બિરૂદથી અલંકૃત થયા. Aીમહંમદ બેગડાના રાજ્યના વજીર અને ગુર્જર શ્રીમાળી વંશના પનોતાપુત્ર. એમણે સોજિત્રામાં જિનચૈત્યનું નિર્માણ કરાવ્યું હતું. સંવત ૧૫૨૫માં આબૂના પિત્તલહર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy