________________
અભિવાદન ગ્રંથ ]
[ પર૩
જિનપ્રાસાદમાં ૧૨૦ મણની પિત્તળની રૂષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા લક્ષ્મીસાગરસૂરિના વરદ્હસ્તે કરાવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક મુનિભગવંતોને આચાર્ય, ઉપાધ્યાય અને પંન્યાસ પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સં. ૧૫૨૮માં અમદાવાદમાં મોટો ગ્રંથભંડાર સ્થાપવામાં આવ્યો હતો. જિનાગમ અને જિનબિંબ આ સુષમ દુષમ કાળમાં ભવજલધિ તરવા માટે જહાજ સમાન છે. મંત્રીશ્રી ગદરાજની જિનચૈત્ય અને શ્રુતજ્ઞાનની ભક્તિ અનુકરણીય અને અનુમોદનીય છે.
ચૌદપૂર્વના સારરૂપ નમસ્કાર મહામંત્રના પ્રભાવથી જીવન ધન્ય બનાવનાર અમરકુમાર,
Uગરીબ પરિવારનો પ્રભાવશાળી પુત્ર. શ્રેણિક રાજાએ ચિત્રશાળા નિર્માણ કરી હતી પણ તેનો દરવાજો વારંવાર તૂટી પડતો હતો એટલે જયોતિષીઓએ સલાહ આપી કે બત્રીસ લક્ષણ યુક્ત બાળકનો ભોગ આપો તો દરવાજો સ્થિર થશે. રાજાએ આવા કુંવરની શોધ માટે ઢંઢેરો પીટાવ્યો. ત્યારે ત્રઋષભદત્ત ગૃહસ્થ ધન મેળવવા ખાતર બાળકને વેચવા તૈયાર થયો. નગરજનોએ બાળકના વેચાણના સમાચાર જાણીને તિરસ્કારની લાગણી પ્રગટ કરી. અમરકુમાર હાજ. થયો. રાજા તેની પ્રતિભા નિહાળી પ્રસન્ન થયો. અમરકુમારને સ્નાન કરાવી વસ્ત્ર-આભૂષણ ને ફૂલમાળાથી શણગારીને હોમ-હવન માટે તૈયાર કર્યો. અમરકુમારે રાજાને વિનંતી કરી પોતાનું રક્ષણ કરવા કહ્યું. રાજાએ તો ધન આપીને તેને ખરીદ્યો હતો, એટલે હવે કોઈ રક્ષણ ન મળતાં મુનિભગવંત પાસેથી ગ્રહણ કરેલા નમસ્કાર મહામંત્રનું સ્મરણ ને ધ્યાન શરૂ કર્યું. પરિણામે મંત્રના પ્રભાવથી રાજાનું સિંહાસન ડોલી ઊઠ્યું. રાજા ગબડી પડ્યો. દેવે સહાય કરીને અમરકુમારને સિંહાસન પર બેસાડી દીધો. બીજા બધા લોકો શુદ્ધિમાં આવ્યા. રાજાએ પ્રસન્ન થઈને અમરકુમારને રાજ્ય આપ્યું છતાં તેનો અમરકુમારે અસ્વીકાર કરી વૈરાગ્યભાવથી પ્રેરાઈને દીક્ષા ગ્રહણ કરી. અમરકુમારની માતાને આ વાતની ખબર પડતાં ચિંતા થઈ કે રાજા મારી પાસેથી ધન પાછું લઈ લેશે એટલે માતાએ ધ્યાનસ્થ અમરકુમાર મુનિની છરીથી ગરદન કાપી નાખી. મુનિશ્રી શુભ ધ્યાનમાં નિમગ્ન બની બારમા દેવલોકમાં સિધાવ્યા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ અંતે મોક્ષે જશે. માતા પ્રસન્ન થઈને ઘર તરફ પ્રયાણ કરવા નીકળી ત્યારે એક વાઘણે તેનો શિકાર કર્યો ને તે મરણ પામી અને છઠ્ઠી નરકે ગઈ.
અમરકુમારની શ્રદ્ધાએ વિશેષતાએ નવકાર મંત્રનો પ્રભાવ થયો. હજારો મંત્રો હોવા છતાં નમસ્કાર મંત્રની તુલનામાં કોઈ આવી શકે નહિ. જરૂર છે માત્ર અમરકુમાર ને સુદર્શન શેઠ જેવી અતૂટ-અચલ ને અપરંપાર શ્રદ્ધાની. Tઢંઢણકમારી શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર અને બાવીશમાં તીર્થકર શ્રી નેમનાથ પાસે દીક્ષા
J અંગીકાર કરી પૂર્વના અંતરાયકર્મના ઉદયથી મુનિ તરીકે શુદ્ધ આહાર મળતો ન હતો. એમણે અભિગ્રહ કર્યો હતો કે મારી પોતાની લબ્ધિથી આહાર મળે તો જ વાપરવો. શ્રી કૃષ્ણ મહારાજાએ દ્વારિકા નગરીમાંથી પસાર થતા હતા ત્યારે ઢંઢણકુમારને જોઈને પાલખીમાંથી નીચે ઊતરી વંદન કર્યું તે સમયે એક શ્રેષ્ટિએ ઉત્તમ મોદક વહોરાવ્યા. આ આહાર સ્વલબ્ધિથી નથી મળ્યો એમ નેમનાથ ભગવાન પાસેથી જાણીને તેને પરઠવી દેવા માટે કુંભારશાળામાં જવા નીકળ્યા ત્યારે શુભ ભાવના ભાવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ ભવમાં ઢંઢણકુમાર ગોકુળના માલિક હતા અને ઢોરને પાણી-દાણાનો સમય થાય ત્યારે સેવકોને કહે છે કે હજી દાણ આપવાની વાર છે. આવો અંતરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org