SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૪ ] [ જૈન પ્રતિભાદર્શન E ઢંઢણકુમારના ભવમાં ઉદયમાં આવ્યો. અંતરાય કર્મની સ્થિતિનો વિચાર કરી ઢંઢણકુમારના જીવનમાંથી કર્મવાદના સિદ્ધાંતનો પ્રત્યક્ષ પરિચય થાય છે. શ્રીયક) ટીશકપાલ મંત્રીનો પુત્ર અને સ્થૂલિભદ્રના નાનાભાઈ. પિતાના અવસાન પછી નંદરાજાના Jદરબારમાં મંત્રીપદ શોભાવ્યું. જૈન ધર્મ પર અપૂર્વ રાગ હોવાથી સો જિનમંદિર અને ત્રણસો ધર્મશાળા બંધાવી. અંતે દીક્ષા લઈને પર્યુષણ પર્વમાં ઉપવાસ તપની આરાધનામાં કાળધર્મ પામ્યા. એમની જિનશાસન પ્રત્યેની ભક્તિ અને આરાધકભાવમાં કાળધર્મ એ એમના જીવનની વિશિષ્ટતા છે. કિયવના દિવાળીપૂજન વખતે અભયકુમારની સાથે કયવના શેઠનું સૌભાગ્ય હોજો એમ "Jલખવામાં આવે છે. કૃતપુણ્યક એ એમનું બીજું નામ છે. નામ પ્રમાણે જ ગુણ ધરાવનાર કયવના શેઠે પૂર્વભવમાં મુનિભગવંતને શુભ ભાવથી સુપાત્રદાન કર્યું હતું. તેના ઉદયથી રાજગૃહી નગરીના ધનેશ્વર શેઠના પુત્ર રૂપે જન્મ પામ્યા. શ્રેણિક રાજાની પુત્રી મનોરમા સાથે લગ્ન કરીને રાજાનું અડધું રાજ્ય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સંસાર-જીવન ભોગવતાં એક વખત ભગવાન મહાવીરની દેશના સાંભળી અને પૂર્વભવનું વૃતાંત જાણીને ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણનો રાજમાર્ગ સ્વીકાર્યો. સુપાત્રદાનનો મહિમા જીવનમાં સૌભાગ્ય પ્રદાન કરનારો છે તેના નમુનારૂપ કયવના શેઠનું સૌભાગ્ય સૌ કોઈ વાંછે છે, પણ એમનો ભાવ મળે તો શ્રેય થાય. ળિો શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ગણધર અને પ્રદેશી' નામના નાસ્તિક રાજાને પ્રતિબોધ કરવાનો મહાન ઉપકાર કરનાર તથા ગૌતમસ્વામી સાથે પ્રશ્નોત્તરરૂપે ધર્મચર્ચા કરી ભગવાન મહાવીર પાસે દીક્ષા લઈને સિદ્ધિપદ પ્રાપ્ત કરનાર મહામાનવ. જિનશાસનનો અપૂર્વ રાગ, પ્રદેશ જેવા નાસ્તિકને પ્રતિબોધ કરવાના પુણ્ય કાર્યની અમર સ્મૃતિ આજે પણ કેશી–પ્રદેશના સંદર્ભથી જનસાધારણમાં સુવિદિત છે. હલ્લવિહલ્લી ઓશ્રેણિક રાજાની રાણી ચેલણાના પુત્રો. રાજાએ એમને સેચનક હાથી આપ્યો SUહતો તેથી કોણિકે એમની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં આ હાથી ખાઈમાં પડીને મૃત્યુ પામ્યો. પરિણામે બન્ને જણાને વૈરાગ્ય ઉત્પન્ન થતાં પ્રભુ મહાવીર સ્વામી પાસે સંયમ અંગીકાર કરી આત્મકલ્યાણ કર્યું. વૈરાગ્યનું નિમિત્ત પ્રબળ હોય તો ક્ષણમાત્રમાં સર્વ વિરતિ અંગીકાર કરી શાશ્વત સુખને પામી શકાય છે. આ બંધુ-બેલડીનું પુણ્યસ્મરણ જીવનને ઉજમાળ કરવામાં પ્રેરક નીવડે તેમ છે. થી અયોધ્યા નગરીના રાજા હરિસિંહનો પુત્ર પૃથ્વીચંદ્ર. બાલ્યા|પૃથ્વીચંદ્ર–ગુણસાગર થઇ વસ્થાથી જ પૂર્વના ધર્મ સંસ્કારોની વર્તમાન ધર્મભાવનાથી ત્યાગ અને વૈરાગ્યભાવના વાસિત હૈયાવાળો, માતા–પિતાએ સંસારની રાગ-દશાથી પુત્રની અનિચ્છા હોવા છતાં ૧૬ રાજ કન્યાઓ સાથે પરણાવીને રાજ્યાભિષેક કર્યો. એક વખત સુધન શેઠે પૃથ્વી ચંદ્રના રાજદરબારમાં આવીને મહાન આશ્ચર્યની વાત કરી કે ગુણસાગર નામના યુવાને આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરતો હતો ત્યારે શુભ ભાવમાં લીન થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સાથે આઠ કન્યાઓએ પણ ગુણસાગરને અનુસરી શુભ ભાવના ભાવતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃથ્વીચંદ્ર આ વૃતાંત સાંભળીને વૈરાગ્યવાસિત હોવાથી નિમિત્ત મળતાં જ રાજસિંહાસન પર ભાવના ભાવતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ધન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy