________________
અભિવાદન ગ્રંથ)
[ ૫૨૫ ( છે આ દિવ્યાત્માઓને કે એમણે મોહરાજાના સાંનિધ્ય અને રાજવૈભવમાં રહીને કર્મબંધનો તોડીને અજરઅમર પદની પ્રાપ્તિ કરી.
આ બે ભાઈઓ એક બીજા સાથે મૈત્રીભાવથી રહેતા હતા. પૂર્વના શાલ--મહાશાલ
SUપુણ્યોદયે એમણે શુભ વિચારો પ્રાપ્ત થતાં અસાર સંસારને તૃણવત ગણીને પોતાના ભાણેજ ગાંગલિને રાજ્ય સોંપી ચારિત્ર ગ્રહણ કર્યું. આ ભાઈઓએ ચારિત્રની આરાધના કરતાં ગાંગલિ અને તેનાં માતા-પિતાને પણ ઉપદેશ આપી ધર્મ પમાડ્યો. તેઓ અનુક્રમે કેવલી થઈને મોક્ષે સિધાવ્યા. બંધુબેલડીનો વૈરાગ્ય અને આરાધના સ્વ-પરના કલ્યાણમાં ઉપકારક નીવડી, એમનું પુણ્ય સ્મરણ પણ માત્ર મિત્રતા નહિ પણ આરાધનામાં સહયોગ સાધનારી બની.
ચળીતેઓશ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભાઈ હતા. એમનાં માતા-પિતાએ તાપસી દીક્ષા
"" ગ્રહણ કરી. ત્યારબાદ વનમાં જન્મ થયો હતો. વૃક્ષની છાલનાં વસ્ત્ર ધારણ કરતા હોવાથી વલ્કલચીરી નામથી પ્રસિદ્ધ થયા હતા. એક વખત પોતાના તાપસ પિતાની તુંબડી જોવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એમણે પોતાનો પૂર્વભવ જોયો તો પૂર્વમાં ચારિત્રનું પાલન કર્યું હતું. પછી પૂર્વભવના વિચારોથી વૈરાગ્યની અભિવૃદ્ધિ થઈ ને શુભ અધ્યવસાયમાં લીન થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. વલ્કલચીરી અન્ય લિંગ સિદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા છે.
પૂર્વભવની આરાધનાનો કેવો પ્રભાવ છે કે વલ્કલચીરી જેવા જંગલમાં જન્મીને માત્ર જાતીસ્મરણ જ્ઞાનના પ્રભાવથી વૈરાગ્યવાસિત થઈ કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. આરાધના આ ભવની હોય કે પૂર્વભવની પણ તે જો આત્માને નિશ્ચયનયથી વિચારતા મોક્ષમાર્ગમાં જવા માટે ઉપકારક બને છે તેનું નમૂનેદાર દૃષ્ટાંત વલ્કલચીરીનું છે.
કાધનદ શેઠનો પુત્ર છતાં નટકન્યાના આકર્ષણથી નટ બનીને તેની સાથે લગ્ન
3 Jકરી કુશળ નટ બન્યો. એક વખત બેનાતટ નગરમાં વાસ પર ચઢીને નાચ કરતાં રાજા રીઝે તો દાન મળે તે માટે પોતાની કલાનું પ્રદર્શન કરતો હતો. તે સમયે એક સૌંદર્યવાન નવયૌવના મુનિભગવંતને શુભ ભાવથી આગ્રહ કરીને વહોરાવતી હતી. ત્યારે મુનિભગવંત સ્ત્રી સામે લેશમાત્ર દૃષ્ટિ કરતા ન હતા. આ દૃશ્ય જોતા જ ઇલાચીકુમારને વૈરાગ્ય થયો. અંતે શુભ ભાવના ભાવતા કેવલશ્રીને વર્યા. એક વખતનો શ્રેષ્ઠિપુત્ર નટ બનીને છેવટે મુનિના દર્શન પામી વૈરાગ્યથી આત્મકલ્યાણ કરી ગયો. એમની પ્રતિભાની અનેરી ઝલક સૌના હૈયામાં અંકિત થયેલી છે.
અનાર્ય દેશનો રાજકુમાર. રાજા આર્ટ અને શ્રેણિકની મિત્રતા હોવાથી આદ્રકુમાર
"Jઅભયકુમાર સાથે સંબંધ બંધાયો. અભયકુમારે આદ્રકુમારને જૈન ધર્માનુરાગી બનાવવા જિનપ્રતિમાજી મોકલી. જિનપ્રતિમાનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં દીક્ષા લીધી. પણ ભોગાવલી કર્મ ઉદયમાં આવતા સંસારી બન્યા. પુત્રના રોગના કારણે બાર વર્ષ પસાર કર્યા પછી પુનઃ દીક્ષા સ્વીકારીને ધર્મોપદેશ દ્વારા લોકોને ધર્માનુરાગી બનાવ્યા અને આત્મકલ્યાણ કર્યું. કર્મની ગતિ કેવી વિચિત્ર છે! વર્ષો સુધી ચારિત્રપાલન કરવા છતાં સંસારી બન્યા અને અંતે દીક્ષા લઈને જ જીવન સફળ કર્યું. એમના જીવનની લાક્ષણિકતા તો એ કે અનાર્ય દેશમાંથી આર્ય દેશમાં આવવાનું સૌભાગ્ય
૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org