SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૨૧ ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં અપૂર્વ ભક્તિભાવનું પ્રતિભાદર્શન ડૉ. કવિન શાહ--બીલીમોરા આ જૈન શાસનના ઈતિહાસમાં વિવિધ રીતે આરાધના કરીને જન્મજરા ને મૃત્યુ પર વિજય મેળવી શાશ્વત સુખ પ્રાપ્ત કરનાર વિરલ વિભૂતિઓ રાજામહારાજાઓ, અનેકવિધિ શ્રેષ્ઠીઓની સુદીર્ઘ હારમાળા જીવનના ગાઢ અંધકારમાં તેજસ્વી તોરણ સમાન પ્રકાશપુંજ પાથરીને આત્મોન્નતિનો ધર્મમાર્ગ દર્શાવે છે, આ પરંપરાના એક અજોડ અનન્ય અને અદ્વિતીય એવા પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનથી પ્રાદુર્ભાવ થયો અને અદ્યાપિપર્યન્ત તેમાં વિવિધ ક્ષેત્રોમાં જીવન સફળ કરનારાઓના જીવનનો લાક્ષણિક પરિચય કે એકાંદ ઝાખી માનવજીવનમાં આમૂલ પરિવર્તન લાવીને જિનશાસનના અનયાયી તરીકે પ્રેરક પોષક ને પપ્પાનબંધી પુણ્યોપાર્જનનું સોપાન બને છે. પૂર્વકાલીન સમયના સંદર્ભમાં વિચાર કરતાં ઘણી પ્રતિભાઓનો સમાવેશ થઈ શકે છે તેની વિગતો નીચે પ્રમાણે છે. --સંપાદક મિટીશ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર પુંડરિકસ્વામી. એમણે ચૈત્રી પૂર્ણિમાને પુંડરિકજી ૩ દિવસે પાંચ ક્રોડ મુનિવર સાથે એક માસનું અનશન કરીને મોક્ષપદની પ્રાપ્તિ કરીને તેઓ સિદ્ધિગિરિના પૂજનીય સ્થાન પર બિરાજમાન થયા છે. શત્રુંજયના ૨૧ મુખ્ય નામમાં એમના નામ પરથી પુંડરિકગિરિ નામ પ્રચલિત થયું છે અને એટલે આરાધકો નીચેનો દુહો બોલીને એમનું પુણ્ય સ્મરણ કરે છે. “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, શ્રી પુંડરિક ગણધરાય નમો નમ: કવિ પંડિત વીરવિજયજીએ સિદ્ધાચલના ૨૧ ખમાસમણના દુહામાં પણ પુંડરિકગિરિનો અહોભાવપૂર્વક ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ચૈત્રી પૂનમના દિને, કરી અણશણ એક માસ પાંચ ક્રોડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસાણા તિણે કારણ પુંડરિકગિરિ, નામ થયું વિખ્યાત મન વચ કાર્ય વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત ૮ | ધમ્મિલકુમાર [થિી છ માસપર્યત આયંબિલતપ ઠામચલવિહારથી કર્યો હતો. દ્રવ્યથી મુનિવેશ, Jશુદ્ધ ગોચરી, નવલાખ નમસ્કાર મહામંત્રના જાપ, ષોડશાક્ષરી મંત્રનો છે માસ સુધી જાપ કરી પૂર્વના અશુભ કર્મોનો ક્ષય કરી રાજ્ય, સ્ત્રી, પુત્ર અને અતુલ સંપત્તિ-વૈભવ મેળવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy