SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૧૭ આ શબ્દો સાંભળતાં જ વીરાચાર્યજીનું સત્ત્વ છંછેડાયું. તરત જ તેમણે રાજાને કહ્યું, “રાજનું! મિથ્યા ગર્વ ન કરો. મુનિઓના લલાટનાં તેજ તેમના સંયમપાલનને આભારી છે એ વાત તમારા હૈયે લખી રાખો. ‘બીજી વાત....કે હું ઘણા વખતથી વિહાર કરવાની ઇચ્છા રાખતો હતો. આજે હું પાટણથી વિહાર કરીશ.'' અને...વીરાચાર્યજીએ બપોરના સમયે પાટણ છોડ્યું. વીરાચાર્યજી રાજા દ્વારા અપમાનિત થયાના સમાચાર પાટણના સમસ્ત જૈન સંઘમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા. હજારો ભક્તજનો અશ્રુભીની આંખે વીરાચાર્યજીને વળાવવા ગયા. આ બાજુ રાજા સિદ્ધરાજને પોતાની થઈ ગયેલી ભૂલનો ખ્યાલ આવતાં ખૂબ પશ્ચાત્તાપ થયો. તેણે જૈન મંત્રી સાન્તનુને વીરાચાર્યજી પાસે મોકલ્યા. પણ તે વખતે તો તેઓએ વિહાર શરૂ કરી દીધો હતો. સાન્તનું મંત્રી જલદીથી પાછળ ગયા. વીરાચાર્યજી હજી ગામ બહાર પહોંચીને માંગલિક સંભળાવી રહ્યા હતા. સાન્તનુએ સૂરિજીને પાછા ફરવાની અશ્રુભીની આંખે પ્રાર્થના કરી. મહારાજા સિદ્ધરાજ તરફથી મોકલાયેલો ક્ષમાપના-સંદેશ જણાવ્યો. સકળ સંઘે પાછા ફરવાની પ્રાર્થનામાં ભારે આગ્રહભર્યો સાથ પુરાવ્યો. સહુની એક જ યાચના હતી, “એક વાર ઉપાશ્રયે પાછા ફરો.” અને.....સૂરિજી ખરેખર પાછા ફર્યા. સહુના ઉરમાં આનંદ સમાતો ન હતો. સૂરિજી ઉપાશ્રયે આવી ગયા. પાટે બેસીને માંગલિક સંભળાવવાનું શરૂ કર્યું. અરે....પણ એકાએક આ શું થયું ! સૂરિજી પાટ ઉપરથી અદ્ધર થઈને આકાશ તરફ જવા લાગ્યા. સકળ સંઘ જોતો જ રહી ગયો અને સૂરિજી અદૃશ્ય થઈ ગયા. થોડા દિવસ બાદ સમાચાર મળ્યા કે સૂરિજી રાજસ્થાનના પાલી ગામમાં રહેલા સાધુઓની સાથે બિરાજમાન છે. કેટલાક સમય બાદ સિદ્ધરાજે ફરીથી સાન્તનુને સૂરિજી પાસે મોકલ્યા અને પોતાના અંતરની શાન્તિ માટે પાટણ પધારવા વિનંતી કરી. સાન્તનુએ સૂરિજી પાસે જઈને એ વિનંતી રજૂ કરી. ઉદાર દિલના અને ક્ષમાપ્રધાન સૂરિજીએ કહ્યું, ““એ તરફ આવીશ ત્યારે પાટણ આવવાની જરૂર ભાવ રાખીશ. મને તે રાજા તરફ કોઈ દ્વેષભાવ નથી, પણ તેણે જે ગર્વ દાખવ્યો તેને બોધપાઠ આપવા પૂરતું જ મારે “કાંઈક કરવું પડ્યું છે. બાકી રાજા સિદ્ધરાજને મારા ધર્મલાભ જણાવવાપૂર્વક કહેજો કે, હું જરૂર તેમની વિનંતીને ધ્યાનમાં રાખીશ.' અને... ખરેખર એક દી સૂરિજીએ પાટણમાં પ્રવેશ કર્યો. રાજાને ખબર મળતાં જ તે ગામ બહાર જઈને સૂરિજીનાં ચરણે પડી ગયો. અથુપાત સાથે તેણે ક્ષમા માગી. કહેવાય છે કે રાજાએ પાટણના ઇતિહાસમાં ન નીકળ્યો હોય તેવા વરઘોડાપૂર્વક સૂરિજીનો ભારે દબદબાભર્યો નગપ્રવેશ-મહોત્સવ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy