SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૬૫ કૃતસાગરનાં રહસ્યો - ---પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ ‘સાધનોતિ ઇતિ સાધુ” સાધના કરે તે સાધુ. મુનિજીવન એક બાળમંદિરથી કોલેજ ડીગ્રી કોર્સ જેવું સાધના કરવાવાળું જીવન છે. વ્યવહારમાં બાળમંદિરથી દર પ-૫ વર્ષે વિદ્યાર્થી આગળ વધે ૨૦-૨૫ વર્ષે એક વિષયનો જ્ઞાતા થાય તેમ સાધુજીવનને પણ અભ્યાસ-અધ્યયનમાં વ્યસ્ત રાખવું જરૂરી છે. મુમુક્ષુ જ્યાં સુધી સંયમ પામ્યો નથી ત્યાં સુધી તેનું લક્ષ “સનેહી પ્યારા રે સંયમ કબ હી મિલે ?' એ ભાવવાનુ હોય. સંયમપ્રાપ્તિની ભૂખમાં એ “કયારે હું સંયમી થઈશ” એ મંત્ર જપતો હોય. ભાગ્યયોગે જેનો મંત્ર સિદ્ધ થાય એ મુનિ પણ થાય. પછી ? બસ, અહીં એની પૂર્ણતા નથી. સંસારથી નિવૃત્તિ મળી હવે નિવૃત્તિમાં શુભ પ્રવૃત્તિ શરૂ કરવાની છે. “કયારે હું મોક્ષનો અધિકારી થઈશ ?' એ મંત્ર-લક્ષ નજર સામે રાખવાનું છે. વૈરાગ્યના રસમાં ડૂબી રૂચી પર ચવા, જ્ઞાન સાધનાચિંતન-મનન દ્વારા કરી પ્રગતિ ચાલુ રાખવાની છે. જ્ઞાન અગાધ છે, ખૂટે ખૂટતું નથી. નિત્ય વિદ્યાના અર્થે ખપી જવાનું છે. જ્ઞાનપ્રાપ્તિને કોઈ ઉંમરનો બાધ આવતો નથી. આવા ઉત્તમ ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેઓમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ છે. તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-- પૂના દ્વારા પાઠશાખાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડયો. ૫૧ વર્ષનાં સંયમી જીવનમાં અર્થનાં, સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો પ્રગટ કર્યા, તેમાં તત્ત્વબોધ પરીક્ષા માટેના કરમ ન રાખે શરમ, દવા દુ:ખ નિવારણી, કરોળિયાની જાળ, મારો સોહામણો ધર્મ, ધૃતસાગરના રહસ્યો ભા. ૧-૨ વગેરે પુસ્તકોએ સમાજમાં સારી જાગૃતિ લાવી છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. તેમનાં મૃતસાગરનાં રહસ્યો ભાગ. ૧રમાંથી કેટલીક પ્રેરણાદાયક વિગતો આ લેખમાળામાં પ્રગટ કરી છે. - પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી) સાચે સં. ૨૦૦૫માં ( સંમયી થયા છે. તેઓશ્રીના નજીક-દૂરના સંસારી સંબંધી પ-૬ પણ સંયમધર્મની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy