SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૭૩૯ (ગુણ-ગણસમ્પન્ન મહાનુભાવો –શ્રી રમણલાલ ચી. શાહ વર્તમાન સમયમાં જમાનાની દૂષિત હવાએ સમગ્ર માનવજાત પર ઝેરી ભરડો લીધો છે. ત્યારે પણ સાધુ જેવું સંયમી જીવન જીવતા હોય તેવા વર્તમાન સમયના કેટલાક ઉત્તમ મહાનુભાવોના પારદર્શી પરિચયો જાણ્યા પછી ખરેખર અંતરથી અનુમોદના કરવા જેવું જણાય છે. પોતાની લાંબી સાહિત્યયાત્રા દરમિયાન જેમને જેમને બહુ નજીકથી જોયા હોય તેવા કેટલાક મહાનુભાવોના પરિચયો શ્રી રમણભાઈ શાહે અત્રે રજૂ કર્યા છે. શ્રી રમણભાઈ ઘણા વર્ષોથી અમારી ગ્રંચશ્રેણીના માર્ગદર્શક બની રહ્યા છે, મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકેની, મુંબઈ જૈન યુવકસંઘ અને બીજી અનેક સંસ્થાઓના મોભી તરીકેની તેમની વર્ષોની સેવા નોંધપાત્ર બની છે. માનવસેવાનાં અનેક સત્કાર્યો અને મંગલ આયોજનોમાં મિત્રોને સાથે રાખીને સફળ બનાવવામાં તેમનું ભારે મોટુ યોગદાન રહ્યું છે. તેમનું વિપુલ સાહિત્યસર્જન ખરેખર દાદ માંગી લે છે. સંખ્યાબંધ ગ્રંથોનું--સંશોધન-સંપાદનકાર્ય કરીને જૈનત્વનું ભારેમોટું ગૌરવ વધાર્યું છે. જૈનધર્મના તત્ત્વને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવામાં, તેમનો નમ્ર પ્રયાસ પ્રશંસાપાત્ર રહ્યો છે. તેમના સાહિત્યનો રસ માણવો અને તેમને સાંભળવા એ પણ જીવનનો એક લ્હાવો છે. ---સંપાદક મારા પિતાશ્રી મારા પૂજ્ય પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ વિસં. ૨૦૫પના મહા વદ અમાસના દિવસે (તા. ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ) ૧૦૩માં વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્તની સ્વસ્થતા અને સમતા, નિર્વ્યસનીપણું, કાયમ ઉણોદરી વ્રત અને પ્રભુભક્તિ એ એમના દિર્ધાયુનું રહસ્ય છે. દિવસે ઊંઘતા નથી. પાચનક્રિયા બરાબર ચાલે છે. રાતના સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય છે. - રોજ સવારે સાડા પાંચ કે છ વાગે ઊઠતાંની સાથે પથારીમાં બેઠાં બેઠાં જ તેઓ એક કલાક ઉચ્ચ સ્વરે પ્રભુભક્તિ કરે છે. આત્મરક્ષા મંત્ર. નવકાર મંત્રનો છંદ. ગૌતમસ્વામીનો છંદ, રત્નાકર પચ્ચીશી. કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે. સવારે ભોજન પછી તેઓ આખો દિવસ જુદા જુદા મંત્રના જાપ તથા લોગ્ગસ્સ સૂત્રનું રટણ કરે છે. સરેરાશ બસો વખત લોન્ગસ બોલતા હશે. પિતાશ્રીનો જન્મ ઇ. સ. ૧૮૮૯માં પાદરામાં થયો હતો. ભણવામાં પણ હોંશિયાર હતા. પરંતુ ઘરનો વેપારધંધો મોટા પાયે ચાલતો હતો એટલે ભણવાનું છોડી નાની વયે વેપારધંધામાં લાગી ગયા હતા. |સાંજને વખતે તેઓ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરતા. એમના વખતમાં પાઠશાળામાં શિક્ષક તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy