________________
શંખેશ્વરમાં ૧૦૮ વાળા ભક્તિવિહારના પ્રેરક શ્રી ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. ના આજ્ઞાવર્તિ થરાવાળા શ્રી દયા-દર્શનાશ્રીજી મ. ના શિષ્યા પૂ. પ્રવર્તિની સા. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ. (ચંડીસરવાળા) નો જન્મ ઉત્તમચંદ બાદરમલ સોમાણી પરિવારમાં સં. ૧૯૮૨ નો કા. શુ ૭ ના રોજ થયો.
બાળપણથી જ કોઈ અગમ્ય પુણ્ય સાથે વિરાગ દશા લઈને અવતરેલ આ આત્માને બહારથી રળીયામણા દેખાતા સાંસારિક સુખો મૃગજળ જેવા લાગ્યા, ધર્મમય જીવન જ ગમતું.
સં. ૨૦૦૭ માં વૈ. શુ. ૧૧ દીક્ષા અંગીકાર કરી પૂ.સા. શ્રી દર્શનશ્રીજી મ.સા. ના શિષ્યા બન્યા. વડીલોની સેવા નાનાની સારણા વારણા ગોચરી પાણી શાન ધ્યાન સદા તત્પરતા એજ એમનું સંયમસૂત્ર બન્યું.
અને અભ્યાસ સાથે ગુરુની આજ્ઞાપાલનમાં
પચાસ વર્ષ પહેલા ધર્મનું જ્ઞાન જ્યાં અલ્પાંશે હતું તેવા કાંકરેચી, થરા વગેરે ગામો ધર્મધ્યાનમાં આજે મોખરે છે જે પૂજ્યશ્રીનો પ્રભાવ અને પ્રતાપ છે.
તપ ત્યાગ ધર્મની ઉપાસના અને વિશુદ્ધ સંયમયાત્રાથી પોતાનું સમ્યગ દર્શન નિર્મળ કરનારા સાદા અને સામાન્ય દેખાતો આ આત્મા કોઈ અજબ કોટિનો જણાય છે. વર્તમાનમાં પોતાના ૫૬ ઠાણા સાધ્વીજીઓ ને સંયમમાં સ્થિર કરી જ્ઞાન અને તપશ્ચર્યાથી આદર્શ જીવન વ્યતીત કરી રહ્યાં છે. પૂજ્યશ્રીના દીક્ષા પર્યાયને પચાસ વર્ષ પૂરા થયા છે ત્યારે અમારા એ અધ્યાત્મ ગુરુવર્યાને કોટિ કોટિ વંદન હોજો! પૂ. ગુરુદેવ શાસનના કાર્યો માટે લાંબુ દીર્ઘાયુષ પ્રાપ્ત કરે એવી મંગલ કામના. પ્રેરણાદાયી સાધ્વી વિદ્યુત શિષ્યા : સા. અમીરસાશ્રીજી મ., સુયશપ્રશાશ્રીજી મ. સા., સા. રાજરત્નાશ્રીજી મ., સા. ગુણરત્નાશ્રીજી મ., સા. અમીવર્ષાશ્રીજી મ., સા. સૌમ્યપ્રભાશ્રીજી મ., સા. રાજપ્રજ્ઞાશ્રીજી મ. આદિ. ૫૫ ઠાણા.
Jain Education International
વિશુદ્ધ સંયમી નિષ્પરિગ્રહી, પ્રવર્તિની પૂ.સા.શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ.સા. ના ૫૦ વર્ષના દીક્ષા પર્યાયની હાર્દિક અનુમોદનાર્થે
E
For Private & Personal Use Only
www.jainelibrary.org