________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૧ ૧
( ડૉ. મધુસુદન ઢાંકી ) સ્થાપત્યકલાવિદ્, ઇતિહાસકાર અને કલાવિવેચક તરીકે વિશ્વસ્તરે જેમનું નામ અહોભાવપૂર્વક સ્મરણ કરાય છે એવા ડો. મધુસૂદન ઢાંકી જૈન ધર્મના ભવ્ય વારસાના સાક્ષરોની પંક્તિમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. - ઈ. સ. ૧૯૨૭ની ૩૧ જુલાઈએ જન્મેલા મધુસૂદનભાઈએ ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના વિષયમાં બી. એસ .સી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૫૫માં જૂનાગઢ અને જામનગરના મ્યુઝીયમમાં ક્યુરેટર તરીકે સેવા આપી--જામનગરથી અમેરિકન એકેડેમી બનારસમાં રીસર્ચ એસોસીએટ તરીકે ડેપ્યુટેશનમાં ગયા હતા. એલ. ડી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજીમાં પણ છ મહીના કામ કર્યું. વિજ્ઞાનની ડીગ્રી હોવા છતાં શિલ્પ સ્થાપત્યના વિષયમાં જ્ઞાનવૃદ્ધિ કરી. શિલ્પ વિષયક અભ્યાસ માટે ભારત ઉપરાંત શ્રીલંકા, ઈન્ડોનેશિયા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડનો પણ વ્યાપક પ્રવાસ કર્યો. દિલ્હી, વારાણસી, અમેરિકા અને જર્મનીમાં આ વિષયના સેમિનારોમાં પ્રતિનિધિત્વ કર્યું. પૂના, કર્ણાટક, ગુજરાત અને વડોદરાં યુનિવમાં પી.એચ.ડી.ના એક્સટર્નલ રેફરી છે. બર્લિન અને લંડનની યુનિવમાં આર્ટ હિસ્ટ્રીના વિષયમાં એડવાઈઝર અને કો–સુપરવાઈઝર છે.
શારદાબેન ચીમનભાઈ એજ્યુ. ટ્રસ્ટ તરફથી તેઓશ્રી જૈનધર્મના ઇતિહાસ વિષયના પ્રોજેક્ટમાં કામ કરે છે. એન્સાઈક્લોપીડીયા ઓફ ઇન્ડીયન ટેમ્પલ આર્કિટેક્ટરમાં ત્રણ દાયકા સુધી સફળ કામગીરી બજાવી છે જે પુસ્તકના બાર ભાગ પ્રગટ થયા છે. નંગ, મોતી અને રત્નોના પણ વિશિષ્ટ જાણકાર છે. સંગીતનો પણ ગજબનો શોખ ધરાવે છે. કર્ણાટક સંગીતના ગીતો ગાવામાં ખૂબ જ રસિક છે. પંકજમલિક, હેમંતકુમાર, સાયગલ અને જગમોહનના ગીતો મધુર કંઠે ગાઈને ભાવવિભોર બની શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ પ્રતિભાનો વિસ્તાર માત્ર શિલ્પ સ્થાપત્ય જ નહિ પણ ખેતીવાડી, ધર્મદર્શન, ઇતિહાસ, કલા અને સંગીત જેવા વિષયોમાં પણ નિપુણતા મેળવી છે.
અમેરિકન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ તરફથી બે એવોર્ડ, કેમ્બલ મેમોરિયલ ગોલ્ડ મેડલ, હેમચન્દ્રાચાર્ય એવોર્ડ, પ્રાકૃત ભારતી અને કુમારચંદ્રક પણ પ્રાપ્ત કરીને તેમની અસાધારણ પ્રતિભાનો આપણને પરિચય થાય છે.
(સંકલન : ડૉ. કવિન શાહ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org