SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] L[ ૬૭૧ ૨૨. પૂ. આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરિ મ. સા. ૨૩. પૂ. આ. ભ. શ્રી પુન્યસાગરસૂરિ મ. સા. પટણી કચરા કાકાએ કાઢેલા ગોડીજીના સંઘની વ્યવસ્થા એ જોડીએ સંભાળી હોઈને ઉક્ત તીર્થમાળા'માં એમને વિષે સવિશેષ ઉલ્લેખો મળે છે. ઉદયસાગરસૂરિના અનુગામી પટ્ટધર કીર્તિસાગરસૂરિનો પદમહોત્સવ સં. ૧૮૨૩માં સુરતમાં રૂપીઆ છ હજાર ખરચીને ખુશાલચંદે અને ભૂખણદાસે કરેલો. પ્રતિષ્ઠા-લેખો દ્વારા જણાય છે કે સં. ૧૭૯૩માં ભૂખણદાસના પિતા મોહનદાસે શ્રી વાસુપૂજ્યબિંબની તથા સં. ૧૮૦૨ના માઘ સુદિ ૧૩ના શુક્રવારે ભૂખણદાસે શ્રી વીપ્રભુની ધાતુમૂર્તિ ભરાવી તેમની પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજયગિરિ ઉપર પાંચ પાંડવના મંદિરની પાછળના સહસકૂટનું મંદિર સં. ૧૮૬૦ના વૈશાખ સુદિ પના સોમવારે સુરતના શ્રીમાલ જ્ઞાતીય શાહ ભાઈસાજી પૂ. લાલભાઈ પુ. માહાભાઈના પુત્ર ખૂબચંદભાઈએ પુણ્યસાગરસૂરિના ઉપદેશથી ગોહેલ ઉનડજીના રાજ્યમાં બંધાવ્યું. આરસના સહસ્રફૂટના પ્રવેશદ્વાર તરફના બન્ને લેખોમાં થોડા ફેરફાર સાથે ઉક્ત હકીકતનો ઉલ્લેખ છે. પાછળથી ઉમેરવામાં આવ્યું છે કે એ સહસ્ત્રકૂટ જિનબિંબની પ્રતિષ્ઠા તપાગચ્છીય વિજય જિનેન્દ્રસૂરિએ કરી. (મૂળ લેખો માટે જુઓ “અચલગચ્છીય લેખ સંગ્રહ લેખાંક ૩૨૪ અને ૩૨૫. ડો. બુહૂલરે આ લેખ વિષે “એપિઝાફિયા ઇન્ડિકા', ભા. ૨, પ્રકરણ ૬માં નોંધ લખી છે. પુણ્યસાગરસૂરિનો પદમહોત્સવ કરનાર લાલચંદ્ર ઉક્ત લેખમાં કહેલ લાલભાઈ સંભવે છે.) શત્રુંજયગિરિ ચડતાં સૌ પ્રથમ ડાબી તરફ આવતા “ઇચ્છા-કુંડ'નું નિર્માણ પણ પુણ્યસાગરસૂરિના ઉપદેશનું જ ફળ છે. એ કુંડની સમચોરસ આરસની તખ્તી ઉપર વિસ્તૃત શિલા-પ્રશસ્તિ છે. તેમાં જણાવાયું છે કે સં. ૧૮૬૧ના માગશર સુદિ ૩ના બુધવારે પુણ્યસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં ઇચ્છાભાઈએ આ કુંડ બંધાવ્યો. સુરતના શ્રીમાળી જ્ઞાતીય સિંધા પુ. કપૂરચંદ પુ. ભાઈસાજી પુ. નિહાલચંદના પુત્ર ઇચ્છાભાઈ થયા. તે વખતે પાલીતાણામાં ગોહેલ ઉનડજીનું રાજ્ય હતું. નિહાલચંદની આજ્ઞાથી શાહ ભાઈચંદે તથા રત્નચંદે કાર્ય કર્યું. મુનિ ધનસાગરે પ્રશસ્તિ લખી, ઈત્યાદિ. (મૂળ લેખ માટે જુઓ– અંચલગચ્છીય લેખસંગ્રહ લેખાંક ૩૨૬.) ઇચ્છાભાઈ તથા તેની પત્નીની પ્રતિમા એ લેખની સામી બાજુએ છે. ઇચ્છાભાઈના પૂર્વજો વિષે આગળ વિસ્તારથી કહેવાઈ ગયું છે. ડૉ. બુલરે પણ આ લેખની સંક્ષિપ્ત નોંધ “એપિઝાફિયા ઇન્ડિકા” (ભા. ૨, પ્રકરણ ૬) માં આપી છે, જેને આધારે મૂળ લેખ શોધી શકાયો. પુણ્યસાગરસૂરિની અધ્યક્ષતામાં કચ્છના ઋષભપુરમાં શ્રી આદિનાથ જિનાલયની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. સં. ૧૮૪૬ના વૈશાખ સુદિ ૧૩ના દિને મૂળનાયકની સ્થાપના થઈ. વિશા ઓશવાળ, ગાંધીગોત્રીય શાહ પત્રામલ ભારાના પુત્રો જીવરાજ અને થોભણે સ્નાત્ર મહોત્સવ કર્યો, યાચકોને દાન આપી સંતોષ્યા અને સ્વામિવાત્સલ્ય કર્યું. ગચ્છનાયક ઉપરાંત સૌભાગ્યચંદના શિષ્ય સ્વરૂપચંદ એ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે પ્રતિષ્ઠાનું વર્ણન “આદિનાથ ચોઢાળિયામાં કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy