________________
૬૭૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
૨૪. પૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસાગરસૂરિ મસા.
શત્રુંજયગિરિ ઉપ૨ હેમાભાઈ વખતચંદની ટૂકમાં પ્રવેશતાં દ્વાર આગળની ડાબી બાજુની દેવકુલિકાની બેસણી ઉપરના લેખ દ્વારા આ પ્રમાણે જાણી શકાય છે. સં. ૧૮૮૬ના માઘ સદિ પના શુક્રવારે રાજનગરવાસી, ઓશવંશીય, વૃદ્ધશાખીય શાહ મુલચંદના પુત્ર હરખચંદની ભાર્યા બાઈ
મકુંવરના કલ્યાણાર્થે, દોસી કુશલચંદ અને તેની ભાર્યા ઝવેરબાઈએ પુત્રીના શ્રેયાર્થે શત્રુંજયગિરિ ઉપર પ્રાસાદ કરાવી તેમાં ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિના રાજ્યમાં શ્રી પાર્શ્વનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ લેખમાં એ કુટુંબમાં કેટલાંક નામો છે. (મૂળ લેખ ડૉ. કાઉન્સેસે નોંધેલો, જેનો સંક્ષિપ્ત સાર ડૉ. બુહૂલરે એપિઝાફિયા ઇન્ડિકા' ભા. ૨, પ્રકરણ ૬ માં આપેલો. જુઓ--“અંચલગચ્છીય લેખસંગ્રહ', લે. ૩૨૮.)
એ અરસામાં શ્રીમાળી જ્ઞાતીય વિજલગોત્રીય શ્રેષ્ઠી ધારા અને ધનરાજ કાકરેચીમાં થયા. તેમણે એક લાખ રૂપીઆ ખરચીને શ્રી ઋષભદેવપ્રભુનો જિનપ્રાસાદ કરાવ્યો, વાવ બંધાવી અને દાનશાળાઓ પણ ખોલી. સં. ૧૮૮૨માં વચ્છરાજ, વિજય અને જાદવ નામના શ્રેષ્ઠીઓએ અર્ધલક્ષ દ્રવ્ય ખરચી સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરીને સંઘવીપદ મેળવ્યું. તેમણે દાનશાળાઓ પણ ખોલેલી. (જુઓ--“જૈન ગોત્ર સંગ્રહ', પ્ર. ૫. હો. હં. લાલન) મુંબઈમાં ધર્મપ્રવૃત્તિ
રાજેન્દ્રસાગરસૂરિના ગચ્છનાયકકાલ દરમિયાન મુંબઈમાં જૈન ધર્મની પ્રવૃત્તિનાં મંડાણ થઈ ચૂક્યા હતાં. સં. ૧૮૮૯ના શ્રાવણ સુદિ ૯ના દિવસે કાળા બજારમાં શેઠ નરસી નાથા પ્રકૃતિ અંચલગચ્છીય શ્રાવકોએ શ્રી અનંતનાથ જિનાલયની ઐતિહાસિક પ્રતિષ્ઠા કરાવી.
ખીમજી હીરજી કાયાણી નોધે છે કે તે વખતે મુંબઈમાં આપણા સંઘનો સ્વ-જિનાલય ન હતું. હમણાં જે તીર્થકર શ્રી અનંતનાથજી મહારાજની પ્રતિમા દેરાસરજીમાં છે તે, તે વખતે શામજી શારંગવાલા ભાઈ શારંગને ઘેર પધરાવેલ હતી. ખરેખર રીતે જ્ઞાતિનો શેઠ તે વખતે શારંગ હતો. દેરાસર બાંધવું એવો વિચાર થવાથી જ્ઞાતિમાં ફન્ડ જમા કરી હમણાં જેટલો ગભારો છે તેટલો જ માત્ર એક જ ઘર તે વખતે લઈ તેને દેરાસરમાં ફેરવી મૂર્તિ પધરાવી. એના ઉપર આશરે ૬ થી ૬ હજાર રૂપીઆ ખરચ થયેલ અને ટીપમાં રૂપીઆ કમી હતા તેથી બે એક હજાર રૂપીઆ તે વખતે નરશીશેઠે દેરાસરને ધીર્યા હતા. આ રૂપીઆ પછવાડેથી તેઓને પાછા મળેલ. આમ મુખ્ય દેરાસર સં. ૧૮૯૨માં વહીવટનું ખાતું નરશીશેઠને ત્યાં પડ્યું કે જે આગળ જીવરાજ રતનશી પાસે હતું.” (જુઓ–ખ. ધ. ઓ. દર્પણ” સને ૧૮૯૯ના માર્ચનો અંક, પૃ. ૪૨.) ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે બહુધા રાજેન્દ્રસાગરસૂરિની ઉપસ્થિતિ હતી અચલગચ્છનાયકોમાં મુંબઈમાં જનારાઓમાં રાજેન્દ્રસાગરસૂરિ સૌ પ્રથમ હતા એમ જણાય છે. જિનાલયનો વહીવટ શેઠ નરશી નાથા અને એમના વારસદારો તથા જ્ઞાતિના અન્ય શેઠીઆઓ કરતા હતા. સં. ૧૯૨૩માં તેનું ટ્રસ્ટ ડીડ કરવામાં આવ્યું હતું. અંચલગચ્છીની ધર્મપ્રવૃત્તિ માટે આ પ્રધાન સંસ્થા ગણાય છે. વિદ્યાધામ ભૂજ
કચ્છનું પાટનગર ભૂજ ૧૭મા સૈકાથી અર્વાચીન સમય સુધી વિદ્યાધામ તરીકે પંકાતું હતું. રાજમાન ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org